• મેદાની રમતોથી જ લુપ્ત થતી ગામડાની સંસ્કૃતિ, પરંપરાઓ બધું જળવાઈ રહેશે : બાળકોને મેદાની રમતો ખોખો, દોરડાકૂદ, કબડ્ડી, જેવી રમતો રમાડો: આજે શાળાઓમાં ગ્રાઉન્ડ જ ન હોવાથી બાળકોનો શારીરિક વિકાસ થતો નથી
  • આજે રાષ્ટ્રીય રમત દિવસ

રમત ગમત બાળકોમાં ઘણા ગુણોનું સિંચન કરે છે : શિસ્ત, દ્રઢતા, ખેલદિલી, ટીમવર્ક, સ્વસ્થ અને ફિટ રહેવા માટે પણ સ્પોર્ટ્સ દરેક માનવી માટે અગત્યનું

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવશે . હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ પર તંદુરસ્ત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે છે. રાષ્ટ્રીય રમત દિવસનો મુખ્ય ઉદ્દેશ દરેક વ્યક્તિના જીવનમાં રમતગમત અને દૈનિક પ્રવૃત્તિઓના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

રાષ્ટ્રીય રમત દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને સૌ પ્રથમ વર્ષ 2012માં ઉજવવામાં આવ્યો હતો.વર્ષ 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ‘ફિટ ઇન્ડિયા કેમ્પેન’ શરૂ કર્યું હતું. આજના

યુગમાં શાળાઓમાં ગ્રાઉન્ડ જ નથી તેથી દેશી રમતો લુપ્ત થઈ ગઈ. રાષ્ટ્રીય  રમત અને સ્પોર્ટસની પરંપરા નિભાવવા દરેક મા-બાપે  સંતાનો સાથે આપણી દેશી  રમત રમવી જોઈએ. રોજીંદા જીવનમાં રમતો રમવાથી વ્યકિતનો શારીરીક અને માનસિક  વિકાસ થાય છે.

ઈન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં બધા જ મોબાઈલમાં વ્યસ્ત છે, ત્યાં  ઈનડોર-આઉટડોર રમતમાં કોને રસ પડે છે. આજની શાળા  કોલેજમાં છાત્રશેને રમવા મેદાન અને  સ્પોર્ટસ ટીચનો અભાવ જોવા મળે છે. આપણી દેશી રમતો  આજે સાવ લુપ્ત થઈ ગઈ છે.  ત્યારે આજના બાળકો મોબાઈલમાં  ગેમ રમતા જોવા મળે છે. ફિટ ઈન્ડિયાની રાષ્ટ્રીય   મુવમેન્ટના  કારણે યુવાધનમાં  જાગૃતિ આવી છે. શરીર માટે સૌથી ફાયદાકારક   સ્પોટ્સ હોવાથી,  આજના મા-બાપે  સંતાનોને આ બાબતે રસ રૂચી  કેળવવી જોઈએ.  થોડા વર્ષો પહેલા  ઓલિમ્પિક સ્પર્ધામાં   આપણે ખૂબજ  સફળતા મેળવી હતી. બાળપણથી યુવાની સુધી સ્પોર્ટસનું મહત્વ વિશેષ છે. વિશ્વમાં 736 બીસીમાં પ્રાચીન ગ્રીસમાં રમતોનો પ્રારંભ થયો હતો. 2022 ના  રાષ્ટ્રીય મંડળ ખેલમાં ભારતે વિવિધ ઈવેન્ટમાં  61 મેડલ જીત્યા હતા.

રમતગમત દરેક માનવીના જીવન સાથે બાળપણથી જોડાયેલી છે. આપણી રાષ્ટ્રીય  રમત હોકી છે. રાષ્ટ્રીય  ખેલ દિવસે   રમત ગમતમાં   રાષ્ટ્રને  ગૌરવ અપાવનાર તમામ  ચેમ્પીયનને પણ સમર્પિત છે. દેશમાં રમતનાં મૂલ્યો વિશે જન જાગૃતિ સાથે  ના ઉદેશ્ય માટે તમામ રમત પ્રેમી આજે ઉજવણીકરે છે. શિસ્ત, દ્દઢતા, ખેલદીલી, ટીમવર્ક, સ્વસ્થ અને ફીટ રહેવા માટે   પણ સ્પોર્ટસ દરેક માનવી માટે અગત્યનું છે. રમત ગમત બાળકોમાં ઘણા ગુણોનું સિંચન કરે છે.  આજના યુગમાં  તો સ્પોર્ટસનું મહત્વ વધારે છે , એટલે જ અભ્યાસક્રમમાં પણ  શારીરીક  શિક્ષણનો વિષય ભણાવવામાં આવે છે.

દેશમાં આજે   ક્રિકેટ રમત બહુ જ પ્રખ્યાત છે. પણ આપણી રાષ્ટ્રીય  રમત હોકી છે, જેમા  આપણે વિશ્વમાં સૌથી   વધુ વાર ચેમ્પીયન બન્યા છીએ. આપણી મુખ્ય રમતોમાં  ફૂટબોલ,  ખો-ખો,   ટેનીશ, હોકી અને  ક્રિકેટ   આઉટ ડોરમાં ગણાય  સાથે ઈનડોર સ્પોર્ટસમાં હેન્ડબોલ, વોલીબોલ, ટેબલ ટેનીસ અને બાસ્કેટ બોલ જેવી રમત ગણાય છે.  છેલ્લા દશકામાં કબડ્ડીની રમત પણ દેશમાં ઘણી પ્રચલીત  થઈ ગઈ છે.   મનોરંજન પ્રવૃત્તિ માટે પણ દોડ, રેસ, દોરડાખેંચ,   એરોબિકસ જેવી વિવિધ રમતો રમવામાં આવે છે. આજે ગલીક્રિકેટ  ખુબજ જાણીતું બન્યું છે.

શાળામાં ભણતા છાત્રો પણ  સ્પોર્ટસના તાસમાં વિવિધ રમતો રમીને શરીર ફીટ રાખી રહ્યા છે.   આપણા દેશમાં  ફીટ ઈન્ડીયા મુવમેન્ટ પણ ચાલી રહી છે. જેના   પગલે લોકો તંદુરસ્તી પરત્વે જાગૃત   થયા છે.શરીરની તંદુરસ્તી માટે વોકીંગ સાયકલીંગ જેવી   ઘણી કસરતો કરીને આજનો મનાવી તંદુરસ્ત જીવન જીવી રહ્યો છે. પહેલાનાજમાનામાં  ઘણા  ગ્રાઉન્ડો   રમત ગમત માટે હતા, શાળામાં પણ  વિશાળ ગ્રાઉન્ડ હતા પણ આજના યુગમાં તો  હવે બાળકોને  રમવા માટે મેદાનોની અછત થઈ ગઈ છે. સાથે શાળા પણ  મેદાન વગરની જોવા મળે છે. આજના દિવસની સાચી ઉજવણી દરેક મા-બાપે આજે સંતાનો સાથે આપણી  દેશી રમતો રમીને ઉજવણી કરવાની જરૂર છે. આમ કરવાથી બાળકો આ રમત વિશે જાણશે અને અન્યો સાથે રમવા  પ્રેરાશે.

આજના ઈન્ફરમેશન ટેકનોલોજી યુગમાં વિવિધ ઈલેકટ્રોનીક  ગેઝેટ આવતા બાળકો મોબાઈલમાં જ ગેઈમ્સ રમવા  લાગ્યા હોવાથી   આપણી શ્રેષ્ઠ દેશી રમતો સાવ લુપ્ત થઈ ગઈ છે. રમતને સીધો સંબંધ મનોરંજ સાથે હોવાથી તે રમવાથી  ટ્રેસ મૂકત   થવાય છે. થપ્પો, નારગોલ, રૂમાલદાવ, ચોપાટ, ઈસ્ટો,  ખુચામણી જેવી  ઘણી રમતોની મઝા આજની પેઢીને ખબર જ નથી રમત રમતું બાળક, ધૂળમાં રમતું બાળક ખડતલ બનતું હતુ.   આજે મા-બાપો જ બાળકોને   રમવા બહાર જવા દેતા ન હોવાથી તે  ઘરમાંજ   મોબાઈલમાં  વિવિધ   ગેઈમ્સના આનંદ સાથે બેઠાડુ  જીવન જીવતો થઈ ગયો છે.  રમત ગમતથી લિડર શીપ અને એકાગ્રતા ના ગુણો ખીલે છે.

બાળક કે મોટેરા દરેકના જીવનમાં ફીટ અને સ્વસ્થ  રહેવા માટે સ્પોર્ટસ અતી  મહત્વનું છે.  રમત ગમત ને જીવનનો અભિન્ન ભાગ બનાવીને દરેક વ્યકિતએ તેની રોજનીશીમાં સ્પોર્ટસ માટે સમય કાઢવો જ પડશે. સતત કામ અને ભાગ દોડની આજની  જીંદગીમાં  આપણને ડોકટર ચેતવણી આપે ત્યારે આપણે   હળવી કસરત કે ચાલવું કે સાયકલીંગ   કરવા લાગીએ છીએ. આજનો યુવાન  ફિલ્મસ્ટારો જેવી બોડી બનાવવા માટે જીમમાં વધુ  જાવા લાગ્યા છે. દરેક વ્યકિત આખા દિવસમાં ઓછામાં ઓછી એક કલાક કસરત  કે મનગમતી આઉટ ડોર  કે ઈનડોર ગેઈમ્સ રમવી જરૂરી છે. આજનો ખેલ દિવસ શારીરીક પ્રવૃત્તિઓ,   રમત ગમત સાથે એકંદર આરોગ્ય વિશે જાગૃતી લાવે છે.

આજે ફરી તંદુરસ્ત જીવન માટે સ્પોર્ટ્સના મહત્વની  જાગૃતી લાવશે, સાથે રમત ગમતમાં દેશનું નામ  રોશન કરનારને પ્રોત્સાહન  પણ પૂરૂ પાડશે. તંદુરસ્ત જીવન શૈલી રમત ગમતમાં દેશનું નામ રોશન કરનારને પ્રોત્સાહન પણ પૂરૂ પાડશે.તંદુરસ્ત જીવન શૈલી જાળવવા અને  રમત ગમતમાં સફળ કારકીર્દી બનાવવા નિયમિત તાલીમ પ્રેકટીસ, અભ્યાસ સાથે  નિષ્ણાંતોનું કોચિંગ  પણ જરૂરી છે.

રમતગમત જ આપણને સ્પર્ધાત્મક ભાવના સાથે સફળતાનો આનંદ આપે

રોજીંદા જીવનમાં રમતો રમવાથી વ્યકિત શારીરીક અને માનસીક  વિકાસ સારી રીતે   થાય છે. રૂટીંગ કાર્ય કરતા નાની મોટી કસરતો આપણને વધુ આનંદ  આપે છે.સ્પોર્ટસના કારણે  સહનશકિત વધે છે, સાથે સારી ઉંઘ, સંતુલન, ફિટનેસ અને સ્થૂળતાનું  જોખમ ઘટાડે છે. આપણા શરીરનાં  હાડકા, સ્નાયુઓ, અસ્થિબંધન સાથે કરોડરજજુની   તંદુરસ્તી અને વૃધ્ધિમાં વિકાસ કર છે. સ્પર્ધાત્મક ભાવના સાથે સફળતાનો આનંદ આપણને  રમત જ આપે છે. આજનો દિવસ સૌને  સંદેશ આપે છે. કે રમત રમતાં રમતાં પણ આપણે જીવી શકીએ છીએ, ફીટ અને  સ્વસ્થ રહી શકીએ છીએ, રાષ્ટ્રીય અને  આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશનું નામ રોશન કરનારને ખેલ રત્ન  એવોર્ડ,   અર્જુન  એવોર્ડ,  દ્રોણાચાર્ય એવોર્ડ,  ધ્યાનચંદ   એવોર્ડ જેવા વિવિધ  એવોર્ડ   આપીને સન્માન કરવામાં આવે છે. રમત ગમત આપણને ઘણા કૌશલ્યો શીખવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.