• કોઈ જાનહાની નહી: મોડી રાત્રે રેસ્કયુ કરી ચાર લોકોને  બચાવ્યા: મામલતદાર ધનવાણી, ચીફ ઓફીસર ઘેટીયા, પી.આઈ. ગોહિલ, ઈરીગેશન ઈજનેર જાવીયા, યોગાનંદીની મહેનત રંગ લાવી

ઉપલેટામાં જન્માષ્ટમીના તહેવાર લોકોએ વરસાદને કારણે ઘરમાં વિતાવ્યો જયારે અધિકારીઓએ રજાની પરવા કર્યા વગર સતત  48 કલાક ફિલ્ડમાં રહી વિવિધ જગ્યાએ દિલધડક રેસ્કયુ કરી ચાર લોકોને બચાવી લીધા હતા જયારે અનેક લોકોને દવાખાને પહોચાડવામાં મદદ રૂપ થઈ ઉપલેટા પંથકને અનેક મુસીબતમાંથી ઉગારી લેવામાં વહીવટી તંત્રની કામગીરી નમુનારૂપ રહી જિલ્લા તંત્રૃે પણ નોંધ લીધી હતી.

ઉપલેટા પંથકમાં જન્માષ્ટમીના તહેવારના દિવસે જ મેઘરાજાએ જોરદાર મુકામ કરી સમગ્ર ઉપલેટા પંથકમાં ચારેય બાજુથી વરસાદને કારણે જળરાશીએ ઘેરી લીધું હતુ. પંથકની ત્રણ મોટી નદીઓ ભાદર, વેણુ અને મોજ નદી ભયજનક સપાટી વટાવી ગણોદ, નિલાખા, મેખાટીબી, લાઠ, મજેઠી જેવા ગામો પાણી ઘુસી જતા એક સમયે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. સમગ્ર પંથક જળરાશી ફરી વળતા પ્રાંત અધિકારી જયેશ લિખીયા પણ ઉપલેટા દોડી આવ્યા હતા. અને ગ્રામ્ય વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનીક તંત્રને વિવિધ સૂચનો કર્યા હતા. મામલતદાર મહેશ ધનવાણી તેમની ટીમ સાથે  સમગ્ર તાલુકામાં સતત  48 કલાક  સંપર્કમાં રહી   કંટ્રોલરૂમ સંભાળી લીધો હતો. પણ પાણીની સપાટી સતત વધારો થતા તેઓ ખુદ  48 કલાક ફીલ્ડમાં ઉતરી મોડીરાત્રે પ્રાંત અધિકારી સંપર્ક કરી ગોંડલથી એસડીઆરએફની ટીમ બોલાવી ગાણોદ ગામે ખેતર વિસ્તારમાં પાણીમાં ફસાયેા લોકોને  રેસ્કયુ કરી ઉગારી લીધા હતા. જયારે બીજી ઘયનામાં ગણોદ ગામની યુવતી ને જેરી જનાવર કરડી જતા  દવાખાને સરવાર ત્રણ કલાક  રાહજોવા છતા પાણી ઓછુ ન થતા આખરે મામલતદાર મહેશ ધનવાણીએ ખુદ પાણીમાં ઉતરી એસડીઆરએફની ટીમને સહયોગ કરી મહામેનતે  ઝેરી જનાવરના કરડી જનાર દર્દી મીતલ બેન નરેન્દ્રભાઈ મનચુરીયા ઉ.23ને વહેલી સવારે  ઉપલેટા સારવારમાં માટે  108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જયારે પી.આઈ. ગોહિલ ફિલ્ડમાં હતા તે દરમ્યાન  હાડફોડીરોડ ઉપર બેઠા રોડઉપર એસ.ટી.બસ પાણીમાં ફસાઈ જતા  તાત્કાલીક  નગરપાલીકાનું જેસીબી મંગાવી બસને રેસ્કયુ કરતા તમામ મુસાફરોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જયારે પાલીકાના ચીફ ઓફીસર  નિલમ ઘેટીયા તેમની ટીમ સાથે નીચાણવાળા સ્મશાન રોડઉપર રહેલા ચારેય લોકો વાયર લેવા જતા પાણીમાં ફસાઈ જતા ચારેયને સ્થાનીક તરવૈયાની મદદથી સહી સલામત સ્થળે લઈ જવાયા હતા જયારે સિંચાઈ ભિવગાના ઈજનેર  પાવન જાવીયા અને યોગાનંદી સતત ડેમ સાઈટ પર રહી પાણીની ગતીવિધી જોઈ રહ્યા હતા.

ધારાસભ્ય પાડલીયાનો ઉપલેટામાં પડાવ

ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા સતત વહીવટી તંત્રની સંકલનમાં રહી ત્રણ દિવસ થયા શહેરમાં પડાવ નાખી વિવિધ વિસ્તારોની માહિતી મેળવી રહ્યા હતા ગઈકાલે બપોર બાદ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ભારે પાણીના  કારણે થયેલુ નુકશાનીનો તાગ સ્થાનીક ખેડુતો આગેવાનો પાસેથી મેળવ્યો હતો. તેમની સાથે સ્થાનીક મહામંત્રી જીજ્ઞેશભાઈ, અશોકભાઈ લાડાણી, કરશનભાઈ ધ્રાંગુ રાજ વાઢેર અશ્ર્વીનભાઈ લાડાણી, જોડાયા હતા.

નીચાણવાળા વાડલા રોડ, જડેશ્ર્વરના ખાડા વાળાને લોકોને સહી સલામત ખસેડાયા

નીચાણવાળા વિસ્તાર જળેશ્ર્વરના ખાડો અને વાડલારોડ, ખોડીયાર મંદિર, રબારી નેશ, ચુનાની ભઠ્ઠી, સહિતના વિસ્તારના લોકોને શિશુ મંદિરની સ્કુલમાં ઉતારો આપી સતત નગરપાલીકાના ચીફ ઓફીસર નિલમ ઘેટીયા સંપર્કમાં રહી સતત  48 કલાકની જાણકારી મેળવતા રહ્યા હતા જયારે સોનલ નગરમાં મામલતદાર ધનવાણી, ચીફ ઓફીસર ઘેટીયા, પી-આઈ ગોહિલ, હરપાલસિંહ જાડેજા ઘસી ગયા હતા અને ત્યાંના લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતુ.

અતિવૃષ્ટિ સંદર્ભ મળેલી બેઠકમાં ઉપલેટા વિસ્તારના સ્થાનિક તંત્રની બચાવ કામગીરીની નોંધ લેવાઈ

રાજકોટ  જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને  જિલ્લા પ્રભારી મંત્રીની હાજરીમાં  અતીવૃષ્ટિ સંદર્ભે મળેલી બેઠકમાં ઉપલેટા સ્થાનીક તંત્ર અને મામલતદાર મહેશ ધનવાણીએછેલ્લા 48 કલાક સતત ફિલ્ડમાં રહી ગણોદ, નિલાખા, જેવા વિસ્તારમાં રાત્રે ત્રણ વાગે ઘસી જઈ એસડીઆરએફની ટીમ સાથે જાનના જોખમે  રેસ્કયુ કરી એક માણસને બચાવી લીધો તેમજ એક મહિલા દર્દીને સારવાર લેવા માટે રેસ્કયુ  કરી 108 મારફત ઉપલેટા દવાખાને દાખલ કરી સારવાર ચાલુ કરાવવા સહિતની જિલ્લા વહીવટી તંત્રએ નોંધ લીધી હતી. મામલતદાર મહેશ ધનવાણી અને તેમની ટીમ છેલ્લા  48 કલાક આંખનું પણ મટકુ માર્યા વગર સતત કંટ્રોલરૂમ અને ફીલ્ડમાં રહી ઉપલેટા પંથકને  મહામુસીબતમંથી ઉગારવામાં સફળતા મેળવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.