Bhuj:કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના કાયમી દાતા, ડાઈબાઈ છગનલાલ જોઇશર પરિવાર ,મુંબઈ ગોધરા અને એક અનામી દાતા “ સબકા મંગલ હો “ના સહયોગથી સમગ્ર કાર્યકર્મનું આયોજન થયેલ હતું.
KCRC અંધજન મંડળ ભુજના નિષ્ઠાવાન મેનેજર અરવિંદસિંહ ગોહિલ સાહેબે સમગ્ર કાર્યક્રમની વિગતો આપી કે, અંધજન મંડળ ભુજ દરેક પ્રકારના દીવ્યાંગોને સાધન સહાય રોજગારી અને તાલીમ આપે છે.હાલના આધુનિક સમય પ્રમાણે દીવ્યાંગો માટે ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ બનાવવામાં આવે છે. જે ચાર્જેબલ છે અને ૩૦ થી ૩૫ કિ.મી. ચાલે છે જે દીવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી હરી ફરી શકે છે અને ખાસ કરીને જે દીવ્યાંગો રોજગાર કરવા માંગતા હોય તો તેમના માટે કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ સમિતિ દાતાઓના સહયોગથી આવી હતી. આધુનિક ટ્રાયસિકલ માટે મદદરૂપ બને છે.અનેક દીવ્યાંગ બહેનોને સિલાઈની તાલીમ આપીને સિલાઈ મશીન અર્પણ કરવામા આવ્યા છે. આજ રોજ 5 સિલાઇ મશીન અર્પણ કરવામાં આવ્યા જેના દાતા જયાવંતિંબેન વિજયસિંહ ટોપરાણી,હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરાણી, મસ્કત,ઓમાન માંડવી તરફથી આપવામા આવેલ છે.જે કાર્યમાં અરવિંદભાઈ જોષી અને તેમની ટીમ હંમેશા સહયોગી બને છે. જેના માટે તેઓએ સમિતિના અરવિંદભાઈ જોષીની ઉમદા કામગીરીને બિરદાવી હતી.
કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોષીએ દાતાઓ સાથેનો સંબધો અને તેમના મારફતે મેડીકલ,શિક્ષણ,સમાજ અને અન્ય શેત્રોમાં છેલ્લા 25 વર્ષથી મળતી અવિરત સહાયની માહિતી આપેલ હતી.કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવીએ કાર્ય કર્મને અને તમામ સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ સમગ્ર આયોજન અને તેની ઉપયોગીતાની પ્રશંસા કરેલ હતી.અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે આવા સેવાકીય કાર્યોમાં ઉપયોગી થવાની ખાત્રી આપી હતી.
અખિલ કચ્છ રઘુવંશી સોશ્યલ ગ્રુપના ઉપપ્રમુખ રાજુભાઈ પલણે સમગ્ર આયોજન અને તેની ઉપયોગીતા બિરદાવી હતી. અને ભવિષ્યમાં આયોજન થનાર નખત્રાણા તાલુકાનાં રસલીયા, ખોંભડી,રામપર સહિત ગામના ૩૦ દિવ્યાંગ બહેનોને તાલીમ આપી અંધજન મંડળ KCRC દ્વારા સિલાઈ મશીન આપવાની માહિતી આપી હતી. ભુજના સેવાભાવી આગેવાન ભવાનભાઈ ઠક્કરે બંને સંસ્થાઓની કામગીરી બિરદાવી હતી.
કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી અત્યાર સુધી 1000 ટ્રાયસિકલો અને ૨૦૦ સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવેલ છે.
સમિતિના સામાજિક કાર્યોની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ પણ લેવામાં આવેલ છે. આ કાર્યકમમાં સમિતિના નીતિન ચાવડા, શબીરભાઈ ચાકી, કલ્પેશભાઈ ઠક્કર અને KCRC અંધજન મંડળ ભુજના સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા.