દરેક મહિલા એવું ઇચ્છે છે કે તેમના વાળ સારી રીતે વધે અને જાડા દેખાય. આ માટે મહિલાઓ ઘરગથ્થુ ઉપચાર અજમાવતી હોય છે.
વાળના પ્રકાર
જો તમે વાળના રુંધાયેલા વિકાસને વધારવા માંગો છો. તો મેથી અને મીઠા લીંમડાના પાંદડાનું મિશ્રણ તમારા માટે બેસ્ટ હોઈ શકે છે. આ બંને સાથે મળીને વાળને સ્વસ્થ બનાવવામાં અને વાળની વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે. તો જાણો કે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
ઘરે જ બનાવો મેથી અને મીઠા લીંબડાના પાનનું તેલ
વાળનો ગ્રોથ વધારવા માટે તમે મેથી અને મીઠા લીમડાના પાનમાંથી બનાવેલ તેલનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે એક કડાઈમાં 1 કપ તેલ લો અને તેને ગરમ કરો. હવે તેમાં 2 થી 3 ચમચી મેથીના દાણા અને થોડા મીઠા લીંબડાના પાન ઉમેરો. ત્યારબાદ તેને ગેસ પર લગભગ 10 મિનિટ સુધી પકાવો. ત્યારબાદ ગેસ બંધ કરો અને તે ઠંડુ થાય તેની રાહ જુઓ. હવે તેલને ગાળીને બોટલમાં ભરી લો. તમારું હેર ઓઈલ તૈયાર છે. આ તેલ અઠવાડિયામાં બે વાર રાત્રે સૂતા પહેલા વાળમાં લગાવો અને સવારે ધોઈ લો. વાળનો વિકાસ ઝડપી થશે.
ઘરે જ બનાવો અને મેથીમાથી હેર માસ્ક
વાળનો ગ્રોથ વધારવા માટે તમે મીઠા લીંબડાના પાન અને મેથીનો ઉપયોગ કરીને હેર માસ્ક પણ બનાવી શકો છો. તેને બનાવવા માટે 1 ચમચી મેથીના દાણાનો પાવડર તૈયાર કરો અને તેને બાઉલમાં રાખો. હવે 1 ચમચી મીઠા લીંબડાના પાનમાથી પેસ્ટ બનાવો અને તેને મિક્સ કરો. જરૂરિયાત મુજબ તમે પાણી ઉમેરીને તેની જાડાઈને પાતળી કરી શકો છો. હવે તેને વાળ અને મૂળમાં સારી રીતે લગાવો. અડધા કલાક પછી વાળને પાણીથી ધોઈ લો. વાળનો વિકાસ ઝડપી બનશે.
મેથી અને મીઠા લીંબડાના પાન વાળ માટે ફાયદાકારક છે.
મેથી અને મીઠા લીંબડાના પાનમાં કેટલાક ઘટકો હોય છે. જે વાળને સ્વસ્થ અને લાંબા બનાવવામાં મદદ કરે છે. જો તમે તેના તેલનો નિયમિત ઉપયોગ કરો છો. તો ડેન્ડ્રફની સમસ્યાને ઓછી કરે છે. તેની મદદથી તમે સફેદ વાળની સમસ્યાથી બચી શકો છો અને વાળ ખરતા પણ રોકી શકો છો.