• પ્લેક્ષેસ હોસ્પિીટલના સહયોગથી હદય રોગના દર્દી માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો જેમાં 112 જેટલા દર્દીઓ તપાસ કરવામાં આવી
  • દરેક દર્દી તથા સમીતી મેમર્બ્સને ઈમરજન્સી હાર્ટટેક સમયેની તાલીમ તથા દવાની કીટ નિ:શુલ્ક કરવામાં આવી

અબતક,રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સેવા સાથે ધર્મ પારાયણતાનીસેવા યજ્ઞ માટે જાણીતી  બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા  જન્માષ્ટમીની ઉજવણી સેવાયજ્ઞ સાથે કરવાની એક આગવી પરંપરા ઉભી કરી છે.

બોલબાલા મહાદેવનું મંદિર 9/18 વયમીવાડી ખાતે ભગવાન ભોળાનાથ ને રાજી કરવા વિશ્વ-વિધ શણગારો  સજાવવામાં આવે છે.શ્રાવણ માસના પ્રથમ સોમવારે રુદ્રાક્ષનું શિવલીંગ/ બીજા સોમવારે સોના જેવાં આભુષલનું શિવલીંગ, ત્રીજા સોમવારે તિરંગા થીમ, ફુલપાન શણગાર કરવામાં આવ્યા હતા.આ વખતે જન્માષ્ટમીને સોમવાર પણ છે. જેને ધ્યાનમાં લઈ બોલબાલા મંદિર 9/18 લક્ષ્મીવાડી ખાતે સાંજે પ થી રાત્રે 12:00 વાગ્યા સુધી શણગાર અને રાત્રે 10 થી 12 રાસ-ગરબા અને ધુન-કિર્તન તથા રાત્રે 12:00 કલાકે મહાઆરતી, “મટકી ફોડ” તથા પંજરી, માખણની પ્રસાદ, ફુ્રટ વિતરણ, ફરાળ વિતરણ, રક્ષાદોરી વિતરણ પણ કરવામાં આવશે. સર્વે ભાવિકો ને દર્શન કરવા  અનુરોધ કરાયો છે. આજના સમયમાં ભાગદોળની સાથો-સાથ માનવ જીદંગી રોગોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં છેલ્લા છ માસ થી હાર્ટટેક(હદય રોગ)ના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

ત્યારે પ્લેક્ષેસ હોસ્પીટલ અને બોલબાલા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે નિ:શુલ્ક નિદાન અને ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ નિદાન કેમ્પ પ્લેક્ષેસ હોસ્પીટલ ખાતે યોજાયો હતો જેમાં 112 જેટલા દર્દીઓના સુગર, બ્લડ પ્રેશર, કાર્ડિયોગ્રામ તથા અમુક દર્દીઓને દવા પણ ફ્રી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડોકટર રાજ સાહેબ તથા તમામ સેવાર્થી તબીબનું બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયે લક્ષ્મીજીનું પુજા કરેલુ યંત્ર અને ઓકસીમીટર દ્રારા સ્વાગત કરાયુ હતુ. હોસ્પીટલ તથા સંસ્થાના સમીતી મેમ્બરો અને સ્ટાફ સવારે 8 થી બપોર 1 સુધી આ કેમ્પમાં સેવા આપી હતી. તેમ બોલબાલાના પ્રમુખ જીજ્ઞેશ ઉપાધ્યાયે જણાવેલ હતુ.

બોલબાલા મેડીકલ સાધન-એમ્બ્યુલન્સ, ઓકિસજન રેનબસેરા સેવા અવિરત ચાલુ રહેશે

સાતમ આઠમ જન્માષ્ટમીના તહેવારોમાં માનવ સેવા એજ પ્રભુ સેવા” અને “દર્દી દેવો ભવ” સુત્ર નેવરેલી બોલબાલા સંસ્થા દ્રારા છેલ્લા 35 વર્ષથી અનેક વિધ-વિધ સેવા પ્રોજેકટો દ્રારા લાખો દર્દીઓને મેડીકલ સાધન ઉપયોગ માં આવી રહયા છે. જે પૈકી ઓકસીજન સીલીન્ડર, કોન્સ્ટ્રટેટર મશીન, સકશન, નેબ્યુલાઈઝર, ઓર્થોબેડ, ટોયલેટ ચેર, જેવા સાધનો કાયમી માટે લાભાર્થી ને મળી રહે તેવા હેતુ થી બોલબાલા સંસ્થા 365 દિવસ આ સેવા ને કાર્યરત રાખવામાં આવી છે.

મેડીકલ સાધનો ઉપયોગ માટે લેવડ-દેવડ “બોલબાલા સંકુલ” 3, મીલપરા મેઈન રોડ, કેનાલ રોડ રાજકોટ, ફોન:- 0281 2237000

  • પથિકાશ્રમ:- દર્દીઓના સગા-વ્હાલા માટે રૂા.ર માં રહેવુ-જમવું સેવા (સહયોગ- જીલ્લા વટીવટી તંત્ર) “પથિકાશ્રમ”, જયુબેલી પાસે, નવી ઠાકર લોજ સામે, રાજકોટ.
  • રેનબસેરા:- ઘરવિહોણા/નિરાધાર વ્યક્તિ(સ્ત્રી/પુરૂષ) માટેનું આશ્રય સ્થાન (સહયોગ- આરએમસી) “રેનબસેરા”  શાળા નં. 10, જયુબેલી શાક માર્કેટ વાળો રોડ, કોર્ટની બાજુમાં રાજકોટ.
  • સ્થાનીક અન્નક્ષેત્ર:- રાજકોટમાં નિરાધાર જરૂરીયાત મંદો માટે બન્ને ટાઈમ બેસાડી જમાડવામાં આવે છે. “બોલબાલા મંદિર” 9/18, લક્ષ્મીવાડી રાજકોટ.
  • હરતા-ફરતા અન્નક્ષેત્ર:- “બોલબાલા મંદિર” 9/18, લક્ષ્મીવાડી થી ત્રણ હરતા ફરતા અન્નક્ષેત્ર રથ દ્વારા રાજકોટના છેવાડાના માનવી સુધી કોઈ ભુખ્યા સુતા ન રહે તેવા આશ્રય થી અનેક લોકો ના જઠરાગ્ની તુપ્ત કરવામાં આવે છે.
  • નિહાર ના સામાનની સેવા :- “બોલબાલા મંદિર” 9/18, લક્ષ્મીવાડી રાજકોટ ખાતે થી 365 દિવસ અને 24 કલાક  આપવામાં આવે છે.
  •  એબ્યુલન્સ સેવા :- “બોલબાલા મંદિર” 9/18, લક્ષ્મીવાડી રાજકોટ ખાતે થી 365 દિવસ અને 24 કલાક આપવામાં આવે છે.
  • જીવદયા પ્રોજેકટ:- કુતરા ને દુધ, કીડી, કાબર, વગેરે પક્ષી માટે ચણ તેમજ ગાયો માટે લાડવા બનાવી જીવદયા રથ દ્વારા અવીરત સેવા કાર્યરત છે.
  •  ગોંડલ/જુનાગઢ/જામનગર માં પણ બોલબાલાની બ્રાંચ રાબેતા મુજબ ચાલુ રહેશે.
આ ઉપરાત બોલબાલા ટ્રસ્ટની અનેક સેવાઓ સાતમ-આઠમની રજાઓ દરમ્યાન ચાલુ રહેશે તો લાભ લેવા બોલબાલા ટ્રસ્ટ દ્રારા અપીલ કરવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.