Bangladesh ની વચગાળાની સરકારે હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીના તેમજ તમામ ભૂતપૂર્વ કેબિનેટ સભ્યોના રાજદ્વારીના પાસપોર્ટ રદ કર્યા છે.
વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધને પગલે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું. અને ભારત ચાલ્યા ગયા તેના લગભગ 2 અઠવાડિયા પછી વચગાળાની સરકારનું પગલું આવ્યું છે. આ સાથે સરકારી સમાચાર એજન્સીના સમાચાર અનુસાર, ગૃહ મંત્રાલયના સુરક્ષા સેવા વિભાગે ગુરુવારે 1 નિવેદન જારી કરીને કહ્યું કે પૂર્વ વડાપ્રધાન, સલાહકારો, ભૂતપૂર્વ કેબિનેટ સભ્યો અને તાજેતરમાં વિસર્જન કરાયેલ સંસદના તમામ સભ્યો રાજદ્વારી રીતે પાસપોર્ટ તરત જ રદ કરવામાં આવશે.
76 વર્ષીય હસીના દેશ છોડીને ભાગી ગયા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને ઓગસ્ટમાં 12મી સંસદ ભંગ કરી દીધી હતી. હાલમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમજ નિવેદનમાં જણાવાયું છે કે અધિકારીઓના રાજદ્વારી પાસપોર્ટ પણ તેમના કાર્યકાળ અથવા નિમણૂકની સમાપ્તિ પર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધને કારણે 5 ઓગસ્ટે રાજીનામું આપ્યા બાદ હસીના ભારત આવી હતી. ભારતીય વિઝા નીતિ અનુસાર રાજદ્વારી અથવા સત્તાવાર પાસપોર્ટ ધરાવતા બાંગ્લાદેશી નાગરિકો વિઝા મુક્ત પ્રવેશ માટે પાત્ર છે. અને 45 દિવસ સુધી રોકાઈ શકે છે. આ સાથે જ ગુરુવારે હસીનાને ભારતમાં રોકાયાને 18 દિવસ થઈ ગયા છે.
સરકારી સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હસીના પાસે તેના નામે જારી કરાયેલા રાજદ્વારી પાસપોર્ટ સિવાય અન્ય કોઈ પાસપોર્ટ નથી. હસીનાના રાજદ્વારી પાસપોર્ટ અને સંબંધિત વિઝા વિશેષાધિકારોને રદ કરવાથી તેના પ્રત્યાર્પણની શક્યતા વધી શકે છે. BSS સમાચાર અનુસાર હસીનાનું પ્રત્યાર્પણ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે થયેલ પ્રત્યાર્પણ સંધિના કાયદાકીય માળખા હેઠળ આવે છે.