• તહેવારને અનુલક્ષીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ફરસાણના ભાવ નક્કી કરવા વેપારીઓ સાથે પૂરવઠા વિભાગની બેઠક

મધ્યમ/ગરીબ વર્ગના લોકો જન્માષ્ટમીનો તહેવાર માણી શકે તે હેતુથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણીના અધ્યક્ષ સ્થાને ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તહેવારોને અનુલક્ષીને  ફરસાણ તથા લાઈવ ગાંઠીયાનું વાજબી ભાવે જાહેર જનતાને વિતરણ માટેનું આયોજન કરવા વેપારીઓને અનુરોધ કરાયો હતો.

જેમાં વેપારીઓએ પ્રવર્તમાન બજારભાવ કરતા 10% જેટલા નીચા ભાવે વેચાણ કરવા સર્વસમંતિ આપી હતી. જાહેર જનતાના હિતાર્થે મધ્યમવર્ગને પોસાય તેમજ હર્ષ-ઉલ્લાસથી તહેવાર માણી શકે તે હેતુથી ફરસાણ અને મીઠાઈમાં ભાવ-બાંધણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જાહેર જનતાના આરોગ્યને અનુલક્ષીને ફૂડસેફટી ઓફિસર દ્વારા વેપારીઓને સ્વચ્છતા જાળવવા, દાઝીયા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, તેમજ ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) તેમજ હાનીકારક રંગીન દ્રવ્યો ન વાપરવા તેમજ સારી ગુણવતાયુક્ત ફરસાણ, મીઠાઈ મળી રહે તેની તકેદારી રાખવા વેપારીઓને સંમત કરાયા હતા. જે મુજબ લાઈવ ગાંઠીયા તથા ફરસાણ અને મીઠાઈમાં રાહતદર ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સીંગતેલમાં લાઈવ ગાંઠીયા રૂ. 485, ફરસાણ રૂ. 430, કપાસીયા તેલ રૂ.430, ફરસાણ રૂ .340, પામોલીન તેલ લાઈવ ગાંઠીયા રૂ. 410, ફરસાણ રૂ. 285 ઉપરાંત  બુંદી લાડુ,લાસા લાડુ તથા  મીઠી બુંદીનો ભાવ રૂ.180 તથા મોહનથાળ, મૈસુબ રૂ.250 નક્કી કરાયો છે, તેમ પુરવઠા શાખાની યાદીમાં જણાવાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.