અમેરિકાના કેલીફોર્નિયામાં નશીલા પદાર્થ મારીજુઆનાના વેંચાણ પરથી પ્રતિબંધ હટાવી લેવાયો
અમેરીકાના કેલિફોર્નિયા રાજયમાં નશીલું મારીજુઆના કાયદેસર બની ગયું છે!!! નવા વર્ષે જ સરકારે લગભગ એક ડઝન લાઈસંસ મારીજુઆના વેંચાણ માટે આપ્યા છે. હજુ વધુ લાઈસંસ ઈશ્યુ કરાશે.
ઉલ્લેખનીય છે કે મારીજુઆના એક અફીલ જેવો નશીલો પદાર્થ છે જે સીગારમાં ભરીને પીવાય છે. કયૂબાની સીગારેય વખણાઈ છે.
કયુબામાં મારીજુઆના ખૂબ થાય છે. એમ તો વેસ્ટ ઈન્ડીઝના કેરેબીયન ટાપુ પર પણ ખૂબજ મારીજુઆના થાય છે. અગાઉ વેસ્ટ ઈન્ડીઝ રમવા ગયેલી ભારતીય ટીમનાક એક બે ખેલાડીએ પણ મારીજુઆના ટેસ્ટ કરતા વિવાદ ઉત્પન્ન થયો હતો.
કેલિફોર્નિયાના પૂર્વ ગવર્નર અને હોલીવૂડના મસલમેન આરનોલ્ડ સ્વાત્ઝરનેગર પણ મારીજુઆનાનો નશો કરવા બદલ દંડિત થયા હતા. જો કે આરનોલ્ડ ફિલ્મ સ્ટાર છે. એટલે કિસ્સો પ્રકાશમાં આવ્યો બાકી કેલિફોર્નિયામાં અત્યાર સુધી ગેરકાયદે મારીજુઆના વેંચાતું હતુ હવે આની જરૂર નહી પડે કેમકે મારીજુઆનાનું વેંચાણ કાયદેસર કરી દેવાયું છે.
મારીજુઆના જેવા અન્ય નશીલા પદાર્થ પરથી અમેરીકામાં હજુ પ્રતિબંધ હટયો નથી. તેના પર અમેરીકન કાયદાનો શિકંજો કસાયેલો છે. કેલિફોર્નિયામાં ૪ કરોડ લોકોની વસતી છે તેઓ હવે ઓફિસીયલી મારીજુઆના ખરીદી શકો અને તેનું શેવન કરી શકશે.
બાકી તેના વેંચાણ માટે શરૂઆતી તબકકામાં અમુક દુકાનદારોને જ લાઈસંસ ઈશ્યું કરાયા છે. અમેરીકાના ૫ રાજયોમાં મારીજુઆ પ્રતિબંધિત નથી. કેલિફોર્નિયા ૬ઠું રાજય બન્યું છે.