૧૫ વર્ષમાં ૨ લાખ કરોડ સુધીની સખાવત કર્યા બાદ હવે પાકિસ્તાનની નાપાક હરકતો મામલે અમેરિકાને ડહાપણ સુઝયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાને હંમેશા અમેરિકાને મુર્ખ બનાવ્યું હોવાનું કબુલ્યું છે. પાકિસ્તાને અત્યાર સુધી આતંકીઓની મદદ જ કરી હોવાનું તેમણે કહ્યું છે.

૯/૧૧ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં આતંકીઓનો સફાયો કરવા માટે અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક સહાય આપવાનું શરૂ કર્યું હતું. જો કે, આ સહાય કયાં હેતુસર પાકિસ્તાનની સરકાર અને સૈન્યએ વાપરી તે અંગે હંમેશા શંકા વ્યકત થઈ છે. અમેરિકાએ આતંકવાદના ખાત્મા માટે પાકિસ્તાનને ધરખમ આર્થિક સહાય આપી છે. છતાં પાકિસ્તાને આતંકીઓ સામે પગલા લીધા નથી જે છેક ૧૫ વર્ષે અમેરિકા સમજયું છે !

પાકિસ્તાનનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાંડો ફોડવામાં સૌથી અહમ ભૂમિકા મોદી સરકારની રહી છે. અત્યાર સુધી પાકિસ્તાન અમેરિકા પાસેથી અફઘાનમાં આતંકીઓ સામે લડવાનું બહાનું આપી નાણા ઉઘરાવતું હતું. જો કે, મોદીએ સત્તા સંભાળ્યા બાદ પ્રથમ મુલાકાત અફઘાનિસ્તાનના વડાપ્રધાન સાથે કરી હતી અને આતંકવાદ સામે તેમજ વિકાસ માટે એક સાથે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ અમેરિકાનો વિશ્ર્વાસ વધી ગયો છે અને પાકિસ્તાન આતંકવાદીઓને પીઠબળ આપતું હોવાનું અમેરિકા માનવા લાગ્યું છે.

ગઈકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, પાકિસ્તાને અત્યાર સુધી અમારી પાસેથી જે પણ બહાના બતાવી ફંડ મેળવ્યું તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ નથી કર્યો. તેવું કરીને પાકિસ્તાને અમને મુર્ખ બનાવ્યા છે પરંતુ હવે અમેરિકા આવી વાતોમાં નહીં આવે. પાકિસ્તાન સામે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કડક વલણ અન્ય દેશોને પણ ઘણું કહી જાય છે. પાકિસ્તાન સામેનો અમેરિકાનો રોષ ભારતની વૈશ્ર્વિક રાજનીતિની જીત ગણી શકાય.

પાકિસ્તાન હવે હરામીવેડાનો હિસાબ દેવા તૈયાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનનો ઉધડો લીધા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસીફે લુલો બચાવ કર્યો છે અને પાકિસ્તાનના હરામીવેડાનો હિસાબ આપવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું છે કે, અમે અમેરિકાએ આપેલા દરેક પૈસાનો હિસાબ દેવા તૈયાર છીએ.

અમે અગાઉથી જ અમેરિકાની સહાય લેવાનો ઈન્કાર કરી દીધો છે. માટે અમેરિકાએ સહાય આપવા ભણેલો નનૈયો કોઈ અર્થ ધરાવતો નથી. અમે વિશ્ર્વને વાસ્તવિકતા અને કલ્પનાનો ભેદ બતાવશું તેવું ટવીટ પણ ખ્યાજા આસીફે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.