અલકાયદાના આતંકવાદીઓની ધરપકડ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે આતંકવાદીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસ ટીમે રાજસ્થાન અને યુપી એસટીએફની મદદથી અલગ-અલગ જગ્યાએથી અલ કાયદાના 14 આતંકીઓની ધરપકડ કરી હતી. આતંકીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના ભિવડીમાંથી છ અને ઝારખંડ અને યુપીમાંથી આઠ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
અલ કાયદાના 3 આતંકવાદીઓની ધરપકડ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે આતંકવાદીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસ ટીમે રાજસ્થાન અને યુપી એસટીએફની મદદથી અલગ-અલગ જગ્યાએથી અલ કાયદાના 14 આતંકીઓની ધરપકડ કરી હતી.
14 આતંકવાદીઓની ધરપકડ
આતંકીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના ભિવડીમાંથી છ આતંકવાદીઓ અને ઝારખંડ અને યુપીમાંથી આઠ એટલે કે કુલ 14 આતંકવાદીઓની ધરપકડ કરી છે.
17 જગ્યાએ દરોડા
પોલીસે જણાવ્યું કે અલ કાયદા સાથે જોડાયેલા 14 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. શંકાસ્પદ લોકો જુદા જુદા રાજ્યોના હતા, જેમાં ઝારખંડના ડોકટર ઇશ્તિયાક નેતા હતા. હાલમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને વધુ ધરપકડો થવાની શક્યતા છે.
ઘણી જગ્યાએથી હથિયારો, દારૂગોળો, સાહિત્ય વગેરે મળી આવ્યા છે. ઓપરેશન ચાલુ છે અને અત્યાર સુધીમાં કુલ 17 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.