- મહામંત્રી પરિમલ પરડવા અને ઉપપ્રમુખ પદે અવધેશ કાનગડ, પુષ્કર રાવલ, સુદિપ મહેતાની નિયુકિત
- છ ઝોન અને ત્રણ તાલુકાઓના ઉપપ્રમુખોની નિયુકત કરાય
રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની વાર્ષિક સાધારણ સભાની બેઠક ફરી સર્વાનુમતે નિયુકત થયેલ પ્રમુખ ડી. વી. મહેતાના અધ્યક્ષ સ્થાનને કાલાવાડ રોડ સ્થિત ટી વી મહેતા ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલીત ગાર્ડી વિદ્યાપીઠ, રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. 600 થી વધુ સંચાલકો, 15,000 વધુ શિક્ષકો અને 2,50,000 જેટલા વિદ્યાથીઓનુ પ્રતિનિધિત્વ કરતા રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની આ વાર્ષિક મીટીંગમાં સંચાલકોની હાજરીમાં ગત વર્ષની પ્રવૃતિઓનુ સરવૈયુ, નવા હોદ્દેદારોની વરણી, ચાલુ વર્ષ દરમિયાન કરવાની પ્રવૃતિઓની વિચારણા અને મંડળ દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ સભામાં સર્વાનુમતે ફરી પ્રમુખ તરીકે ડી. વી. મહેતા અને તેમની ટીમની વરણી કરવામાં આવી હતી. જેમાં મહામંત્રી પદે પરિમલ પરડવાની ફરી એકવાર વરણી કરવામાં આવી હતી. જયારે ઉપપ્રમુખ પદે પુષ્કરભાઇ રાવલ, અવધેશ કાનગડ તેમજ સુદિપ મહેતાની વરણી કરવામાં આવી હતી. વરિષ્ઠ કોર કમિટી મેમ્બર તરીકે ડો. ડી.કે. વાડોદરિયા તથા કોર કમિટી મેમ્બર તરીકે વિપુલભાઈ પાનેલીયા અને સંદીપભાઈ છોટાળાની નિયુક્તી કરવામાં આવી હતી. રાજકોટ શહેરના 6 ઝોન જેમાં કોઠારીયા, મવડી, બેડિપરા, કાલાવાડ રોડ, જામનગર રોડ, ગાંધીગ્રામ, તેમજ ત્રણ તાલુકા મથકો જસદણ, ગોંડલ અનિ પડધરીના ઉપપ્રમુખોની પણ નિયુક્તિ કરવામાં આવેલી. રાજકોટના છ ઝોનમાં અનુક્રમે કાલાવાડ રોડ ઝોન ઉપપ્રમુખ તરીકે જીતેશભાઇ મકવાણા, કોઠારીયા ઝોનમાં પ્રવિણભાઇ ગોંડલીયા, બેડીપરા ઝોનના ઉપપ્રમુખ રામભાઇ ગરૈયા, મવડી ઝોન ઉપપ્રમુખ રાજકુમાર ઉપાધ્યાય, જામનગર રોડ ઝોન ઉપપ્રમુખ વિનુભાઇ લોખીલ, ગાંધીગ્રામ ઝોન ઉપપ્રમુખ રાણાભાઇ ગોજીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ત્રણ તાલુકાની વાત કરીએ તો જસદણ તાલુકા ઉપપ્રમુખ ર્વિેશ પટેલ, ગોંડલ તાલુકાના ઉપપ્રમુખ અખિલેશભાઈ ત્રિવેદી, પડધરી તાલુકાના ઉપપ્રમુખ કુલદિપભાઇ મકાણીની ઝોન ઉપપ્રમુખ તરીકે વરણી થયેલી જયારે બાકીના હોદેદારો યથાવત રહ્યા હતા.
હોદેદારોની વરણી બાદ ડી.વી. મહેતા એ ગત વર્ષ 2023-24 માં મંડળ દ્વારા કરવામાં આવેલ શૈક્ષણિક, સામાજીક, સાંસ્કૃતિક, મેડિકલ ક્ષેત્ર, તેમજ શિક્ષણના ઉત્કર્ષ માટે વિદ્યાથીઓ, વાલીઓ, સંચાલકો, અને સમાજને લક્ષમાં રાખી પ્રવૃતિઓનો ચિતાર આપવામાં આવેલ. આ ઉપરાંત વર્ષ 2024-25 ના પ્રકલ્પો તરીકે વિદ્યાથીઓ, શિક્ષકો, વાલીઓ, સમાજ અને શિક્ષણના ઉત્કર્ષ માટે અવનવા પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી હતી. આ સાધારણ સભાની બેઠક ખુબ જ રસપ્રદ રહી હતી અને શિક્ષણના સર્વાંગી વિકાસ માટે ખુબ ચર્ચા-વિચારણા થયેલી. તમામ શિક્ષણવિદો દ્વારા તેમના વિચારો રજૂ કરાયા હતા. ફરી સર્વાનુમતે નિયુકતી પામેલા પ્રમુખ ડી. વી. મહેતા દ્વારા શિક્ષણના સર્વાંગી વિકાસ માટે આત્મશ્રઘ્ધા, ટીમ વર્ક, તેમજ નાવિન્ય એટલે ક્રીએટીવીટી એ ત્રણ બાબતો પર ખાસ ભાર મુકી ઉપસ્થીત સંચાલકોને ખાસ માર્ગદર્શીત કરવામાં આવેલા. જતિનભાઇ ભરાડ, ભરતભાઇ ગાજીપરા અને અજયભાઇ પટેલ દ્વારા પ્રાસંગીક ઉદબોઘ્ધન કરવામાં આવેલ. આ સાધારણ સભા માટેની તમામ લોજીસ્ટીક તથા ભોજનની વ્યવસ્થા ગાડી વિદ્યાપીઠના મેનેજીંગ ડિરેક્ટર જયભાઈ મહેતાની આગેવાનીમાં કરવામાં આવેલી હતી.