• જન્માષ્ટમીના તહેવારોમાં બહારગામ જવા માટે એસટીમાં ઓનલાઇન બુકિંગ માટે લોકોનો ધસારો વધ્યો
  • દર વર્ષની સરખામણીમાં આ વર્ષે 100 ટકા બુકિંગ વધ્યું: મોટાભાગની બસો અત્યારથી જ હાઉસફુલ

ઓગસ્ટ મહિનામાં સૌછી વધુ તહેવારો આવતા હોય છે.ખાસ કરીને સાતમ-આઠમ, જન્માષ્ટમી પર્વ આવતો હોય છે,મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ ના પડે તેને લઈ જીએસઆરટીસી દ્રારા વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.29 ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે, સમગ્ર ગુજરાતમાં અલગઅલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે.પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો. ત્યારે આ વર્ષે પણ સાતમ આઠમ નિમિતે રાજકોટ એસટી વિભાગ દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાને રાખી મુસાફરોની સુવિધા માટે 70 જેટલી એક્સ્ટ્રા બસો મૂકી છે. સાતમ-આઠમના તહેવારમાં પરિવાર સાથે લોકો મેળો માણવા માટે એસટીની સલામત અને સસ્તી મુસાફરીનો લાભ લઇ શકે તે માટે વધારાની બસો મૂકવામાં આવી છે.

જન્માષ્ટમીના પાંચ દિવસમાં વધારાની 3 કરોડની આવક થવા પામશે

જન્માષ્ટમી પર્વના પાંચ દિવસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને મોટા પ્રમાણમાં આવક થવા પામશે. જન્માષ્ટમીના 5 દિવસમાં રાજકોટ એસટી વિભાગને રુપિયા 3 કરોડથી વધુની આવક થવાનો ટાર્ગેટ છે. જ્યારે જન્માષ્ટમીને લઈને એસટી વિભાગ દ્વારા 70 કરતાં વધુ એક્સ્ટ્રા બસો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના રૂટ પર શરૂ કરાશે. ત્યારે તહેવારો દરમિયાન મોટા પ્રમાણમાં લોકોએ એસટી બસનો ઉપયોગ કર્યો કરશે જેને લઇને આ વર્ષે એસટી વિભાગને જન્માષ્ટમી દરમિયાન 3 કરોડથી વધુની આવક થવા પામશે તે નક્કી છે.

પર્યટન સ્થળોએ જરૂર મુજબ વધારાની બસો દોડાવશું: જે.બી.કલોત્રા

રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોત્રાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આગામી સાતમ આઠમના પ્રવને ધ્યાને લઈને સોરાષ્ટ્રના અલગ અલગ સ્થળે મુસાફરોને જવા માટે રાજકોટ એસટી વિભાગ અલગ અલગ સ્થળોએ વધારાની 70 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુ બસોની જરૂરિયાત જણાશે તો જે તે રૂટ ઉપર વધારે ટ્રાફિક હશે તે રૂટ પર પણ વધારે બસો મુકવામાં આવશે. ઓનલાઇન રિઝર્વેશનમાં

બુકિંગમાં પણ ઘસારો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને રાજકોટ થી અમદાવાદ તરફ, રાજકોટ થી વિદ્યાનગર-બરોડા તરફ, રાજકોટ થી સુરત તરફ, રાજકોટ થી જામનગર તરફ, રાજકોટ થી મોરબી તરફ, રાજકોટ થી જૂનાગઢ તરફ એસટી બસો દોડાવાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.