- લગ્નની પરંપરાગત વ્યવસ્થા વચ્ચે બે વ્યકિતઓ વચ્ચેના અણધાર્યા સંબંધ દર્શાવતી ફિલ્મ ‘ઉડન છું’ 6 સપ્ટેમ્બરના થશે રિલીઝ
- કલાકારો દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડયા, આર્જવ ત્રિવેદીએ અબતકની મુલાકાતમાં ફિલ્મ વિશે કરી ચર્ચા
પ્રેમ અને કોમેડીથી ભરપૂર આવનાર ફિલ્મ “ઉડન છું” સાથેની આશાઓ હવે વધી ગઈ છે. કારણકે તાજેતરમાં જ તેનું ટ્રેલર લોન્ચ કરાયું છે અને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળી રહ્યી છે. “ઉડન છું” એ રાહુલ બાદલ, જય શાહ અને અનીશ શાહ દ્વારા ઈન્દિરા મૌશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન અનીશ શાહે કર્યું છે. આ ફિલ્મ 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ વેડિંગ બેકડ્રોપ સાથે સેટ છે. ઉતાર-ચઢાવ, હાસ્ય અને આંસુ અને આવી ઉજવણી સાથે આવતા અનોખા અનુભવોને પણ આ ફિલ્મ સાર્થક કરશે. સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મમાં બીજું શું હશે તે જાણવા સૌ કોઈ ઉત્સુક છે.
“ઉડન છૂ” લગ્નની કલરફૂલ અને રમૂજી જટિલતાઓને દર્શાવે છે. આ ફિલ્મ ગુજરાતી લગ્નની પરંપરાગત વ્યવસ્થા વચ્ચે બે વ્યક્તિઓ વચ્ચેના અણધાર્થી સંબંધને દર્શાવે છે. ટ્રેલર આ અનોખી દુનિયાની એક આકર્ષક ઝલક પ્રદાન કરે છે, જે ફિલ્મના હાસ્ય અને લાગણીના અનોખા મિશ્રણને હાઇલાઇટ કરે છે. પ્રેક્ષકો લાગણીઓના રોલરકોસ્ટરની અપેક્ષા રાખી શકે છે કારણ કે ફિલ્મ કેટલાક પરંપરાગત ધોરણોને પ્રશ્ર્ન કરે છે અને પ્રેમના જાદુની ઉજવણી કરે છે.
સ્ટારકાસ્ટ પોતાની ભૂમિકા દ્વારા ફિલ્મમાં અલગ જ ફ્લેવર ઉમેરે છે. દેવેન ભોજાણી હસમુખ મહેતાની ભૂમિકામાં છે, જ્યારે આરોહી પટેલ ક્રિના મહેતાની ભૂમિકામાં છે. ફિરોઝ ભગત દાદાની ભૂમિકામાં દેખાય છે, જેમાં સ્મિત જોશી કુકની ભૂમિકામાં છે. પ્રાચી શાહ પંડયા પાનકોર પાપડવાલાની ભૂમિકામાં ઊંડાણ અને આકર્ષણ લાવે છે અને આરજવ ત્રિવેદીએ હાર્દિક પાપડવાલાની ભૂમિકા ભજવી છે. સહાયક કલાકારોમાં પિન્ટુ મામા તરીકે જય ઉપાધ્યાય, જહાન્વી તરીકે અલીશા પ્રજાપતિ અને સેમી તરીકે નમન ગોરનો સમાવેશ થાય છે, જેઓ એ આ ફિલ્મની વાર્તામાં ચાર ચાંદ લગાડી દીધા છે.
ફિલ્મનું ટ્રેલર દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડયા, આરોહી પટેલ અને આર્જવ ત્રિવેદી સહિતના અનુભવી કલાકારો અને ઉભરતી પ્રતિભાઓનું અદભૂત કોમ્બિનેશન દર્શાવે છે. તેમની સાથે, જય ઉપાધ્યાય અને ફિરોઝ ભગતની ભૂમિકાઓ પણ ખાતરી કરે છે કે ફિલ્મ વિવિધ પ્રેક્ષકોને આકર્ષિત કરશે. હાસ્ય અને હૃદયની લાગણીઓના સંપૂર્ણ મિશ્રણ સાથે, ‘ઉડન છૂ’ પારિવારિક અને કોમેડી ફિલ્મના પ્રેમીઓ માટે માસ્ટ વોચ બની રહેશે.
‘ઉડન છુ’ ફિલ્મ દર્શકોને છેલ્લે સુધી જકડી રાખશે: પ્રાચી શાહ પંડયા
અબતક સાથેની વાતચીતમાં જાણીતા કલાકાર પ્રાચી શાહ પંડયાએ જણાવ્યુંં હતુ કે ઉઠન છૂ ફિલ્મ મારી બીજી ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મમાં મેં પાનકોર પાપડવાલાની ભૂમિકા ભજવી છે જે સીંગલ મધર છે. પોતાની જવાબદારી પોતાના દિકરા અને પરિવારની જવાબદારી બખૂબી નિભાવે છે. મને ઉડન છુ ફિલ્મની વાર્તા ખુબજ પસંદ પડી હતી અને તેમાં પણ ફિલ્મમાં ઘણા બધા અનુભવી કલાકારો સાથે કામ કરવા મળ્યું તે લોકો પાસેથી ઘણુ બધુ શીખવા પણ મળ્યું છે. ઉડન છું ફિલ્મમાં લાગણી ઉતાર-ચઢાવ હાસ્ય અને આંસુ સહિતના તમામ ઈમોશન જોવા મળશે અને લોકો જયારે ફિલ્મ જોશો ત્યારે તેઓ એવું ચોકકસ વિચારશે કે આવું તો મેં પણ કર્યુ છે. હુ પણ
આવું કરી શકું મને આ ફિલ્મ કરતી
વખતે ખૂબજ આનંદ આવ્યો છે. આ ફિલ્મ દર્શકોને જકડી રાખશે. મારા માટે કોઈ લેંગ્વેજ બેરીયર રહ્યું નથી મેં હિન્દી ટેલીવીઝનની અનેક સીરીયલોમાં કામ કર્યું છે. અમારી ઉડન છું. ફિલ્મ આગામી 6 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે. અને દર્શકોને અચૂક પસંદ થશે જ.
આ મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે: દેવેન ભોજાણી
અબતક સાથેની વાતચીતમાં જાણીતા કલાકાર દેવેન ભોજાણીએ જણાવ્યું હતુ કે વર્ષોથી હિન્દી સીરીયલ સાથે જોડાયેલો છું ઘણી વખત મને ગુજરાતી ફિલ્મ માટે ઓફર આવતી પરંતુ કયારેક વાર્તા યોગ્ય ન લાગે તો કયારેક સમયનો અભાવ થતો હતો. પરંતુ જયારે મને ઉડન છું ફિલ્મ વિશે ઓફર આવી ત્યારે વાર્તા-સમય સંજોગો બધુ જ અનુકુળ હતુ. ઉડન છું મારી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. વાર્તા ખૂબજ સરસ છે. ફેમીલીમા ઉતાર ચડાવ, પ્રેમ, કોમેડી અને ડ્રામાનું કોમ્બીનેશન જોવા મળશે. આ ફિલ્મમાં ચાર પાત્ર મુખ્ય છે. આ ફિલ્મમાં મેં હસમુખ મહેતાની ભૂમિકા ભજવી છે. ઉડન છું ફિલ્મની વાર્તા ખૂબજ અલગ છે. ભીનાંસ, હાસ્યની પળો
અને સુંદર લાગણી ભર્યા સંબંધોની વાર્તા છે. જે દર્શકોને અચૂકથી પસંદ પડશે જ. ફિલ્મોના માધ્યમથી દર્શકોને સંદેશો આપવામા આવે છે. આ ફિલ્મમાં આરોહી પટેલ, ફિરોઝ ભગત, સ્મિત જોશી, પ્રાચી શાહ પંડયા,
સહિતના કલાકારોએ અદભૂત ભૂમીકા ભજવી છે.
આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. જેની વાર્તાથી લઈ તમામ વસ્તુઓમાં મને આનંદ થયો છે. અને કલાકારો સાથે ઘણું બધુ શિખવા મળ્યું ઉડન છું ફિલ્મ લગ્નની કલરફુલ અને રમુજી જટિલતાઓને દર્શાવે છે.
‘ઉડન છુ’ લગ્નની કલરફૂલ અને રમૂજી જટિલતાઓને દર્શાવે છે: આર્જવ ત્રિવેદી
અબતક્ સાથેની વાતચિતમાં કલાકાર આર્જવ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે ઉડન છું ફિલ્મમાં મે હાર્દિક પાપડવાલાની ભૂમિકા ભજવી છે. આફિલ્મમાં અનુભવી કલાકાર પ્રાચી શાહ મારા માતાનું પાત્ર ભજવે છે. આ ફિલ્મમાં ઘણા અનુભવી કલાકારોએ તેમનો અનુભવ અમારી સાથે શેર કર્યો છે. તેઓની પાસેથી અમને ઘણુ શિખવા મળ્યું છે. ઉડન છું ફિલ્મમાં પ્રેમ, કોમેડી અને ડ્રામાનું અદ્ભૂત કોમ્બીનેશન છે જે દર્શકોને જરૂરથી પસંદ પડશે. વધુમાં જણાવ્યું હતુ કે આપણુ ગુજરાતી થીયેટર ખૂબજ રીચ છે. ગુજરાતના ઘણા દિગ્ગજ કલાકારોએ વર્ષો સુધી થીયેટર કર્યું છે.
થીયેટરને પાયો કહી શકાય છે. દેવેનભાઈએ 20 વર્ષ સુધી થીયેટર કર્યું હતુ. અને આજે તેઓનો બહોળો અનુભવનો લાભ અમને મળ્યો છે. ગુજરાતી ફિલ્મો હવે નેશનલ લેવલ પર પહોચી છે. અને ઘણી તો ઓસ્કાર માટે નોમીનેટ થઈ છે. તે ગૌરવની વાત છે. અમારી ઉડન છું ફિલ્મ લગ્નની કલરફૂલ અને રમુજી જટિલતાઓને દર્શાવતી ફિલ્મ છે. જે દર્શકોને ખૂબજ પસંદ પડશે.