પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) ભરતી 2024 માટે એપ્રેન્ટિસ લાઇનમેન ટ્રેનીની જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. કુલ ખાલી જગ્યાઓ: 668, અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે GPSC STI અને ભરતીમાં અન્ય વિવિધ જગ્યાઓ માટે નીચે આપેલ છે.

PGVCL ભરતી 2024

સંસ્થાનું નામ: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)

પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ લાઇનમેન ટ્રેઇની

નોકરીની પ્રકૃતિ: તાલીમ (એપ્રેન્ટિસશીપ)

ખાલી જગ્યાઓ: 668

પગાર: એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 મુજબ સ્ટાઈપેન્ડ

કાર્યસ્થળ: ગુજરાત, ભારતનો સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ

અરજી કરવાની રીત: ઓનલાઈન

સત્તાવાર વેબસાઇટ: www.pgvcl.com

શૈક્ષણિક લાયકાત

કચ્છ અને સૌરાષ્ટ્રમાં રહેતા અને નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીડેટ દ્વારા લાઇનમેન એપ્રેન્ટીસની ભરતી બહાર પાડી છે. સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે.Untitled 4 9

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરી પ્રકાર, જગ્યાનું નામ, અરજી કરવાની રીત, શારીરિક કસોટી, મહત્વની તારીખ સહિતની અગત્યની વિગતો જાણો

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી અંગે મહત્વની વિગતો

સંસ્થાપશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડપોસ્ટએપ્રેન્ટીસજગ્યાનું નામલાઇનમેનખાલી જગ્યા668સ્ટાઈપેન્ડસરકારના ધારાધોરણ પ્રમાણેવય મર્યાદા18થી 30 વર્ષ વચ્ચે અરજી કરવાની તારીખ વિવિધ વેબસાઈટhttps://www.pgvcl.com/

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી પોસ્ટની વિગતો

કચેરી જગ્યા ભાવનગર 22 મોરબી 9જુનાગઢ 12 બોટાદ 7 સુરેન્દ્રનગર 19 રાજકોટ ગ્રામ્ય 179 અમરેલી 30 રાજકોટ શહેર 136 પોરબંદર 11 ભુજ 93 અંજાર 42 જામનગર 108 કૂલ 668

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, લાયકાત

શૈક્ષણિક લાયકાત – માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ

ટેક્નીકલ લાયકાત – માન્ય પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન-ઇલેક્ટ્રીશીયનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

વયમર્યાદા – ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની ઉંમર

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, એપ્રેન્ટીસ સમય અને પગાર

પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા બહાર પાડેલી ભરીત અંતર્ગત લાઇનમેન એપ્રેન્ટીસ માટે ઉમેદવારો પસંદ કરવાના છે. તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેશે અને ગુજરાત સરકારના ધારાધોરણ પ્રમાણે પસંદ પામેલા ઉમેદવારોને સ્ટાઈપેન્ડ મળશે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, જરૂરી દસ્તાવેજો

તાજેતરના પાસપોર્ટ સાઈઝના 4 ફોટો

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

જાતિ અંગેનું પ્રમાણપત્ર

શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો

ટેક્નીકલ લાયકાત આઈ.ટી.આઈ (ઇલેક્ટ્રીશીયન-વાયરમેન) માર્કશીટ તેમજ પ્રમાણપત્ર

ફોટા સહીતનું ઓળખપત્ર

એ.સી.વી.ટી.- જી.સી.વીટી. પ્રમાણપત્ર

દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર

GSO-295 અન્તર્ગતના ઉમેદવારે પોતાના પિતા-માતાનો બોર્ડ-કંપનીમાંથી છૂટા થયાનો કાર્યાલય આદેશ અને રેશનકાર્ડ

જો, જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ

નોટિફિકેશન

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરી પ્રકાર, જગ્યાનું નામ, અરજી કરવાની રીત, શારીરિક કસોટી, મહત્વની તારીખ સહિતની અગત્યની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, શારીરિક સક્ષમતાની કસોટીના સ્થળ, તારીખ અને સમય

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે ઈચ્છુક ઉમેદવારોએ જે તે જીલ્લાની વર્તુળ કચેરી ખાતે શારીરિક કસોટી માટે નિયત તારીખ સમય સવારે 9.30થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. જિલ્લો, કચેરીનું નામ, સ્થળ, તારીખ જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટીફિકેશન વાંચવું.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી, કેવી રીતે થશે પસંદગી

ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલી શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી (પોલ ક્લાઈમ્બીંગ ટેસ્ટ), સ્થળ પર આપવામાં આવતી સૂચના મૂજબ પસાર કરવી.

આ શારીરિક સક્ષમતાની કસોટી ઉમેદવારે 50 સેકન્ડમાં પુરી કરવાની રહેશે

શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમજ આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં મેળવેલા કૂલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે.

નોંધ: એપ્રેન્ટિસ લાઇનમેન ટ્રેઇની પોસ્ટ માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાતોનો ઉલ્લેખ PGVCL દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચનામાં કરવામાં આવશે. અહીં આપેલી માહિતી સામાન્ય માર્ગદર્શિકા છે.

સામાન્ય રીતે, એપ્રેન્ટિસ લાઇનમેન ટ્રેઇની પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતમાં મૂળભૂત શૈક્ષણિક પૃષ્ઠભૂમિનો સમાવેશ થાય છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.