Kutch: જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સહયોગથી માતૃ વંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્ર વલ્લભ મહિલા આર્ટસ કોલેજ બિદડાની દીકરીઓ માટે રક્ષાબંધન અને વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટીના સલાહ થી સમિતિના અરવિંદભાઈ જોશી એ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.IMG 20240819 WA0118

જેમાં સૌપ્રથમ BSF 18 કોટેશ્વર ખાતે BSFના જવાનો ને કોલેજની દીકરીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે BSF 18ના C.O. સંજીવ કુમારજી વતી હેડ કમાન્ડર એમ કે પત‌કિસો એ દીકરીઓને શુભેચ્છા પાઠવી અને સમિતિનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. BSFના જવાનોએ અલગ અલગ હથિયારોની માહિતી પૂરી પાડતા પ્રદર્શનનું આયોજન કર્યું હતું.IMG 20240819 WA0119

ત્યારબાદ કોટેશ્વર મહાદેવની પૂજા અને અર્ચના મહંત દિનેશ ગીરી મહારાજના આશીર્વચન થી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ નારાયણ સરોવર તીર્થધામ ખાતે દેવ દર્શન કરી ભોજન પ્રસાદ લીધો હતો. તેમજ રસ્તામાં પ્રવાસ દરમિયાન દીકરીઓ માટે અલ્પાહારના દાતા કિશોર સુંદરજી ભેડા ગોધરા (મુંબઈ) રહ્યા હતા. આ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડીઓની વ્યવસ્થા નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન હસ્તે શ્રીમતી નિશા પિયુષ શાહ દ્વારા કરવામાં આવી હતી.IMG 20240819 WA0121

ત્યારબાદ મરીન કમાન્ડો ફોર્સ નલિયા ખાતે જવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા કોલેજની દીકરીઓએ બધા જવાનોને રાખડી બાંધી સુરક્ષાની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે મરીન કમાન્ડો ફોર્સ તરફથી બધા માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.IMG 20240819 WA0125

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદ જોશી આ પ્રસંગે આર એમ ચૌધરીને યાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી. ત્યારે ભારત વિકાસ પરિષદ માંડવીના કૈલાશ ઓઝાએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ મરીન કમાન્ડો ફોર્સ વતી એ.કે.રાજસરા એ તમામનો આભાર માન્યો હતો. આ સાથે મહિલા કોલેજના પ્રિન્સિપાલે ધન્યવાદ આપ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ચંદ્રકાંત મોટા એ યોગદાન આપ્યું હતું. ત્યારે આ પ્રસંગે ગાયત્રી પરિવાર નલીયાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

 

.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.