આજના સમયમાં મહિલાઓ ત્વચાની સુંદરતા જાળવવા કે વધારવા માટે વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. ઘણી છોકરીઓ ત્વચા પર ખીલ અને ડાઘથી બચવા માટે પૂરતું પાણી પીવે છે. પણ તેમ છતાં ત્વચા ડેડ લાગે છે. જો તમે ગ્લોઈંગ અને સુંદર ત્વચા મેળવવા ઈચ્છો છો અથવા ત્વચા પર ગ્લો જાળવી રાખવા ઈચ્છો છો. તો ખાનપાન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. બહારથી ત્વચાની સંભાળ રાખવાની સાથે સાથે ત્વચાને અંદરથી પોષણ આપવું પણ જરૂરી છે. ત્વચાને પોષણ આપવા માટે કેટલીક વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ. જે તમારા ચહેરાને સુંદર બનાવે છે. તો ચાલો જાણીએ ચહેરાને સુંદર કઈ રીતે બનાવવો.
પપૈયા
પપૈયામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ફ્રી રેડિકલ સામે લડે છે. સાથોસાથ તેના સેવનથી ત્વચા સ્વસ્થ બને છે. પપૈયાનું સેવન કરવાથી કોલેજન પ્રોટીન પણ વધે છે. તે ત્વચાને ગ્લો આપે છે. પપૈયામાં રહેલા તત્વો ત્વચાના ડેડ કોષોને દૂર કરે છે. જેના કારણે ત્વચા વધુ સ્વસ્થ અને ચમકદાર દેખાય છે. તેથી તમારા આહારમાં પપૈયાનો સમાવેશ કરો.
અળસીના બીજ
આહારમાં અળસીના બીજનો સમાવેશ કરવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તે ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને ત્વચાને નુકસાન થતું અટકાવે છે. અળસીના બીજમાં સંયોજનો હોય છે જે ત્વચાની બળતરા ઘટાડે છે અને ત્વચાને સુધારે છે. આહારમાં અળસીના બીજનો સમાવેશ કરવાથી ત્વચાની અંદરથી ચમક વધે છે.
એલોવેરા
એલોવેરા જેલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સ ગાયબ થઈ જાય છે. એલોવેરાના 13 કુદરતી તત્વ કોઈપણ સાઈડ ઈફેક્ટ વગેરે તેમજ બળતરા અને સોજાને રોકે છે. આ જ કારણે કોઈપણ જાતના સાઈડ ઈફેક્ટમાં દરરોજ એલોવેરાનું જ્યૂસ પીવું જોઈએ. સનબર્નને કારણે જો ત્વચામાં બળતરા થતી હોય તો એલોવેરા જેલથી મસાજ કરવું જોઈએ. તેનાથી ત્વચા વધુ ચમકદાર દેખાય છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.