તમે જન્માષ્ટમીની રજા ઘરે બેસીને વિતાવવા માંગતા ન હોય અને ઓછા પૈસામાં ખૂબ જ મજા માણવા માંગતા હોય તો તે જગ્યા હિમાચલનું ચલાલ ગામ છે. આ ગામ પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ સરસ છે. જ્યાં તમે મોજ કરીને પૂરી મજા માણી શકો છો.
જો તમે લોંગ વીકએન્ડ માટે કોઈ પ્લાન નથી બનાવી શક્યા તો તમારે ઉદાસ થવાની જરૂર નથી. આ ઉપરાંત લાંબી રજાઓ ઓગસ્ટ મહિનામાં આવી રહી છે. જેમ કે જન્માષ્ટમીની ઉજવણી 26મી ઓગસ્ટ સોમવારે છે. તેમજ શનિવાર,રવિવારે રજા હોય, તો તમારી પાસે કોઈ અદ્ભુત સ્થળની શોધખોળ કરવા માટે પૂરા 3 દિવસ છે.તો તમે હિમાચલનું ચલાલ ગામ જઈને મજા માણી શકો છો.
હિમાચલ પ્રદેશ ખૂબ જ સુંદર જગ્યા છે અને અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. ચલાલ ગામ પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. આ દેશનું જ નહીં પણ વિદેશી પ્રવાસીઓનું પણ પ્રિય સ્થળ છે. આ ગામને ‘હિમાચલ પ્રદેશનું ઈઝરાયેલ’ પણ કહેવામાં આવે છે. તમે કસૌલથી માત્ર 30 મિનિટની મુસાફરી કરીને આ અદ્ભુત જગ્યાએ પહોંચી શકો છો.
ટ્રેકિંગ અને હાઇકિંગ માટે પ્રખ્યાત
પર્વતી વેલી અહીં આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં ખીણની શોધખોળ એક અલગ જ અનુભવ છે. ચલાલ ગામ ટ્રેકિંગ અને હાઇકિંગ માટે ખુબ સારું સ્થળ છે. તેમજ ચલાલ ગામ કસૌલથી 3 કિલોમીટરની મુસાફરીએ છે. મતલબ કે તમે ટ્રેકિંગ કરીને પણ આ ગામમાં પહોંચી શકો છો.
ગ્રેટ કેમ્પિંગ સ્થળ
ટ્રેકિંગની સાથે સાથે કેમ્પિંગ માટે ચલાલ નદી એક ઉત્તમ સ્થળ છે. કેમ્પિંગ કરતી વખતે, તમે પ્રકૃતિને નજીકથી માણી શકો છો. તેમજ રાત્રે ખુલ્લા આકાશ નીચે તારાઓને જોવામાં કાય અલગ જ મજા છે.
કુદરત પર ચાલવું
ચલાલ ગામ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. ગાઢ જંગલની ટૂર અને શાંતિપૂર્ણ વાતાવરણની સંગતમાં 2-3 દિવસનું વેકેશન કેવી રીતે પસાર થશે તેનો ખ્યાલ નહીં આવે. અહી આસપાસ ફરતી વખતે પર્વતી નદીનો અવાજ તમને શાંતિનો અહેસાસ કરાવે છે.