• રાખડી માટે એકત્રિત કરેલી વસ્તુઓ બોલબાલા ચેરી. ટ્રસ્ટને  કરાઈ અર્પણ

વિરાણી સ્કુલના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તથા પ્રોકેટ મનીમાંથી વિવિધ અનાજ અને કઠોળ જેવા કે ઘઉં, ચોખા  જુવાર, મગ, ચણા, તુવેર, મસૂર, ખીચડી અને સાડી વગેરેની મદદથી 45 ફૂટ લાંબી 200 સ્કવેર ફૂટ કરતા વધાર મોટી  રાખડી બનાવી હતી.

જેમાં લગભગ સાડા ચારસો કિલો જેટલું અનાજ અને કઠોળ વાપરવામાં આવ્યું હતું. આ અનાજ અને કઠોળ રાજકોટની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અર્પણ કરવામા  આવશે

પક્ષીઓલાયક અનાજ રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે અર્પણ કરવામાં આવશે. શાળામાં રાખડી સ્પર્ધા રાખવામાં આવે તો માત્ર વિજેતા વિદ્યાર્થીઓ ખુશ થાય છે જ્યારે અહીં શાળાના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીએ  આ સેવાયજ્ઞમાં પોતાની યથા યોગ્ય આહુતિ આપી ’જોય ઓફ શેરિંગ’ અને ’વી કેર, વી શેર’ અંતર્ગત પીતાનો આનંદ વ્યકત કર્યો હતો અને નોંધનીય છે કે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા સાત વર્ષથી વિવિધ વસ્તુઓને ઉપયોગ કરી આવી વિશાળ રાખડી બનાવવામાં આવે છે અને એકત્રિત થયેલ આ વસ્તુઓનું જરૂરિયાત મંદ લીકોને વિતરણ કરવામાં આવે છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણા રૂપ છે. આ ઉપરાંત તમામ ધોરણના વિદ્યાર્થી પ્રતિનિધિશાળાના પટાંગણમાં રહેલ વૃક્ષોને કંકુ તિલક કરી રક્ષાબંધન વૃક્ષોને ઉછેરવાની અને પર્યાવરણનું રક્ષણ ફરવાની સમજ આપી. હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઊપાધ્યા શાળાના ટ્રસ્ટી રસીલાબેન રામાણી, પ્રવિણાબેન ચોવટીયા, ગુણવંતભાઈ ભાદાણી, જયંતીભાઈ ે ગ્રુપના  ચિરાગભાઈ જલારામ વગેરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. તથા સમગ્ર શાળાને આ સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ રાખડી બનાવવા ઓટોકેડના  શિક્ષક જોશી, અનિલાબેન, કિરણબેન, દયાબેન, દેવાંશીબેન, દિવ્યાબેન, મનીષાબેન તથા ટેકનિકલના વિદ્યાથીએ જહેમત ઉઠાવી હતી. તેમ શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.