• લક્ષ્મી વિલાસ પેલેસ વિશ્વની સૌથી મોટી રેસિડેન્શિયલ બિલ્ડિંગ

  • બ્રિટનના શાહી મહેલ કરતાં 4 ગણો મોટો છે આ મહેલ

  • મુકેશ અંબાણીનું એન્ટિલિયા પણ આ મહેલ સામે નાનું

Lakshmi Vilas Palace: વિશ્વમાં ઘણા અમીર લોકો છે અને આ અમીરોએ પોતાના

Lakshmi Vilas Palace
Lakshmi Vilas Palace

માટે ભવ્ય આલીશાન મકાનો બનાવ્યા છે જે કોઈ મહેલથી ઓછા નથી. આ મોંઘા અને મોટા મકાનોમાં આજે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાનું એક બ્રુનેઈના સુલતાન હાસેલસન બોલ્કિયાના મહેલ પણ છે જેના ગુંબજ સહિત ઘણી વસ્તુઓ 22 કેરેટ સોનાથી બનેલી છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોટી રેસિડેન્શિયલ બિલ્ડિંગ ભારતમાં છે. આ બિલ્ડીંગ ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના વિશ્વ પ્રસિદ્ધ ઘર એન્ટિલિયા કરતા પણ મોટી છે. જી હા અમે વાત કરી રહ્યાં છીએ વડોદરાના પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસ વિશે, ચાલો જાણીએ તેના વિષે સમગ્ર માહિતી…

ક્યારે કરાયું આ ભવ્ય પેલેસનું નિર્માણ?

ગુજરાતના ગાયકવાડ રાજવી પરિવારનું આ ઘર ભવ્ય સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાનું અદ્ભુત ઉદાહરણ છે. આ મહેલનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1880માં કરાવ્યું હતું. આ ઈમારત ઈન્ડો-સારાસેનિક રિવાઈવલ માસ્ટરપીસ એક સમયે વિશ્વની સૌથી મોટી ખાનગી મિલકત હતી. લક્ષ્મી વિલાસ પેલેસ, બહુ રંગીન આરસપહાણ, ભવ્ય આર્ટવર્ક અને ફુવારાઓ ધરાવે છે, જે બકિંગહામ પેલેસ કરતા ચાર ગણો મોટો છે.03 12

લક્ષ્મી વિલાસ પેલેસની શું છે કિંમત?

અંદાજ મુજબ, હાલમાં લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત લગભગ 1,80,000 પાઉન્ડ (20 હજાર કરોડ રૂપિયા) છે. આ સ્થાપત્યની દૃષ્ટિએ ભવ્ય મહેલ હાલમાં HRH સમરજિતસિંહ ગાયકવાડ, તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ અને તેમની બે પુત્રીઓનું ઘર છે. લક્ષ્મી વિલાસ પેલેસ ખૂબ જ રસપ્રદ ઇતિહાસ ધરાવે છે.

લક્ષ્મી વિલાસ પેલેસની ઐતિહાસિક યાત્રા?

વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ પહેલા ગાયકવાડ રાજવી પરિવાર મહારાજાના મહેલ (સરકારવાડા) અથવા નજરબાગ પેલેસમાં રહેતો હતો. મહારાજા સયાજીરાવ ગાયવાડ ત્રીજાને મોટા ઘરની જરૂરિયાત અનુભવાઈ અને તેમણે જરૂરી સુવિધાઓ વિશે તે સમયના જાણીતા આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ માન્ટનો સંપર્ક કર્યો. જો કે, જ્યારે મહેલ બાંધવામાં આવી રહ્યો હતો ત્યારે માન્ટનું અવસાન થયું અને આર્કિટેક્ટ રોબર્ટ ફેલોઝ ચિસોલ્મ દ્વારા અધૂરું કામ પૂર્ણ કારવાયું.Laxmi vilas Palace 5

મહેલની અંદરની ભવ્યતાની ઝલક

18મી સદીમાં બનેલો આ મહેલ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ત્યાં આંતરિક ટેલિફોન એક્સચેન્જો, એલિવેટર્સ અને અવિરત વીજ પુરવઠો છે. આ મહેલનો બહારનો ભાગ સોનગઢની ખાણોમાંથી લાવવામાં આવેલા સુવર્ણ પથ્થરથી બનેલો છે.

આ મહેલમાં બે ખૂબ જ મોટા આંગણા છે જે વૃક્ષો, છોડ અને ફુવારાઓ સાથે ઠંડકનું વાતાવરણ પ્રદાન કરે છે. ભવ્ય અને વૈભવી આંતરિક મોંઘા માર્બલ પથ્થર અને ભવ્ય કલાકૃતિઓથી આ મહેલ અત્યંત સુંદર લાગે છે. આ પેલેસમાં પ્રખ્યાત કલાકાર રાજા રવિ વર્મા દ્વારા બનાવેલા ઘણા ચિત્રો પણ આવેલા છે.

આ સિવાય આ પેલેસમાં ગોલ્ફ કોર્સ, એલવીપી બેન્ક્વેટ અને મોતી બાગ પેલેસ અને મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ બિલ્ડિંગ છે. આ ઉપરાંત આ પેલેસમાં મોતી બાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, બરોડા ક્રિકેટ એસોસિએશનની ઓફિસ, ઇન્ડોર ટેનિસ અને બેડમિન્ટન કોર્ટ છે. આ મહેલમાં નાનું પ્રાણી સંગ્રહાલય અને મહેલના બાળકો માટે રેલવે ટ્રેક પણ છે. 700 એકરમાં ફેલાયેલા આ મહેલમાં 170 રૂમ છે. 4 માળનો ઉંચો લક્ષ્મી વિલાસ પેલેસ મહારાજા અને રાણી માટે ખાસ બનાવવામાં આવ્યો હતો.

ભારતમાં હોવા છતાં, આ મહેલમાં યુરોપિયન ઘરની ઝલક જોવા મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ મહેલ સામાન્ય લોકો માટે પણ ખુલ્લો છે.

લક્ષ્મી વિલાસ પેલેસની તમારી મુલાકાતનું આયોજન કેવી રીતે કરવું?

વડોદરા એરપોર્ટથી લક્ષ્મી વિલાસ પેલેસનું અંતર 7 કિલોમીટર છે. એરપોર્ટ પરથી કેબ લઈને તમે સરળતાથી એરપોર્ટ પર પહોંચી શકો છો. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા રેલવે સ્ટેશનથી માત્ર 4 કિલોમીટર દૂર છે.MAHARANI

લક્ષ્મી વિલાસ પેલેસમાં હાલમાં કોણ રહે છે?

વડોદરાના રાજવી પરિવારના સમરજિત સિંહ ગાયકવાડ, તેમની પત્ની રાધિકારાજે ગાયકવાડ અને તેમની બે પુત્રીઓ હજુ પણ આ મહેલમાં રહે છે.

લક્ષ્મી વિલાસ પેલેસની ટિકિટની કિંમત કેટલી છે?

ભારતીયો માટે, મહેલની ટિકિટની કિંમત 150 રૂપિયા છે જ્યારે મ્યુઝિયમની ટિકિટની કિંમત 60 રૂપિયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.