ગુજરાતમાં આમ તો સલામતી અને સુરક્ષાની વાતો મોટી મોટી થાય છે. પણ આ વાતો હવામાં જ હોય તેમ વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની ટોચના 50માં ગુજરાત તો ઠીક ભારતના પણ એકેય શહેરનો સમાવેશ થતો નથી. આમ આ રેન્કિંગ સરકારના જુઠ્ઠાણાને ઉઘાડું પાડી રહ્યો છે.

કોલકાતામાં ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસથી દેશભરમાં મહિલાઓની સુરક્ષા અંગે વિવિધ સવાલો ઊભા થયા છે. ત્યારે અત્યંત કડક કાયદા અને ગુનેગારો તરફ આકરૂ વલણ રાખતાં મધ્ય-પૂર્વના દેશો વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં ટોપ-10 સ્થાન ધરાવે છે. વિશ્વના ટોચના 50 સુરક્ષિત શહેરોમાં ભારતના એક પણ શહેરનું નામ નથી.

વિશ્વના સુરક્ષિત શહેરોમાં અબુ ધાબી સતત આઠમી વખત અગ્રણી રહ્યું છે. મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકા પ્રદેશમાં અબુ ધાબી સૌથી સુરક્ષિત અને રહેવા લાયક શહેર છે. નુમ્બેઓના ગ્લોબલ રેન્કિંગ્સ તાજેતરમાં જારી કરાયેલા 2024 માટે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ અને નુમ્બિઓના ગ્લોબલ રેન્કિંગમાં આ દાવો કરવામાં આવ્યો છે.

યુએઈની રાજધાની અબુ ધાબી સતત આઠમા વર્ષે વૈશ્વિક સ્તરે સૌથી સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત જીવનશૈલી ધરાવતું શહેર બન્યું છે. નુમ્બેઓના સેફેસ્ટ ઈન્ડેક્સમાં આ શહેરે 88.2 પોઈન્ટ હાંસલ કર્યા છે. જે તેના રહેવાસીઓની સુખાકારીની ખાતરી કરતાં તેના અથાગ પ્રયાસોને પ્રતિબિંબ કરે છે. શહેરનો ક્રાઈમ ઈન્ડેક્સ સ્કોર 11.8 છે. જે સૌથી ઓછા ગુના થતા હોવાનું સુનિશ્ચિત કરે છે.

વિશ્વના ટોચના 10 સુરક્ષિત શહેરોમાં મધ્ય-પૂર્વના છ શહેરો સામેલ છે. જેમાં અબુ ધાબી ઉપરાંત યુએઈનુ અજમાન 84.2 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને કતારનું દોહા 84 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે તાઈવેનનું તાઈપેઈ અને પાંચમા ક્રમે પાછું યુએઈનું દુબઈ શહેર છે. છઠ્ઠા ક્રમે યુએઈનું રાસ-એલ-ખૈમાહ છે. સાતમા ક્રમે ઓમાનનું મસ્કત છે.

અબુ ધાબી તેની સર્વશ્રેષ્ઠ આરોગ્ય અને શિક્ષણ સિસ્ટમ માટે પણ વૈશ્વિક સ્તરે અવ્વલ છે. જ્યાં 67 હોસ્પિટલ, 1068 ફાર્મસી, 12922 લાયન્સ ડોક્ટર્સ સાથે 3323 હેલ્થકેર સુવિધાઓ તેના આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને શ્રેષ્ઠ બનાવે છે. શહેરમાં 2023-24 સુધી કુલ 459 શાળાઓ હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.