78 મા સ્વતંત્રતા દિવસની શુભસવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ધ્વજવંદન પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જેકફ્રુટ- ફણસનું વૃક્ષ વાવ્યું હતું.
ધ્વજવંદન સમારોહમાં એસ.આર.પી.એફ. જૂથ-2, અમદાવાદના કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ-12, ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો.
15 મી ઓગસ્ટના પર્વે રાજભવનના ધ્વજવંદન સમારોહમાં અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, રાજ્યપાલના એડીસી લેફ્ટનન્ટ કમાન્ડર મનુ તોમર અને કે. સિદ્ધાર્થ (આઇપીએસ), ગાંધીનગરની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા અન્ય શાળાના બાળકો ઉપરાંત રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.