• ભારત હમકો જાનશે પ્યાર હૈ: કાલે સ્વાતંત્ર્યની ઉજવણી

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાંઆવે છે. આ વર્ષે  78માં સ્વાતંત્ર્ય પર્વની શહેરમાં આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવશે વિવિધ સ્થળો ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, સાથે દેશભકિતના રંગે રંગાશે તેમજ દેશભકિતના ગીતો અને ભારતમાતા કી જયના નાદ ગુંજી ઉઠશે.

ભારતમાં 15 ઓગષ્ટ  1947ના  રોજ આઝાદીનો સૂર્યોદય થયો હતો. અનેક સપુતોનાં બલીદાન અને વર્ષોના આંદોલન બાદ આ દિવસે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મૂકિત મળી હતી. કાલે દેશવાસીઓ  78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે સ્વાતંત્ર્ય પર્વને લઈ ગુજરાતની જનતામાં દેશભકિતનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. રાજયભરમાં ઠેરઠેર તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો લોકો ઉત્સાહભેર જોડાયા હતા. હાલ ઘેર ઘેર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે.

સરસ્વતી વિદ્યાલય

સરસ્વતી વિદ્યાલયમાં રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિન અંતર્ગત ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.પ્રણવ બાઘોરાના હસ્તે ધ્વજવંદન તેમજ ભારત માતાનું પૂજન કરવામાં આવશે.

ભાજપ કાર્યાલય ખાતે

15મી ઓગષ્ટને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે વર્ષોથી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ દેશવાસીઓ સાથે ખૂબ જ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો 13 થી 15મી ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરતા આવ્યા છીએ ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં 15મી ઓગષ્ટની ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો ઉ52 ભવ્ય ઉજવણી થાય તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય, શીતલ પાર્ક ખાતે તા.15 ઓગષ્ટ, ગુરૂવારે સવારે 8:00 કલાકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની અધ્યક્ષતામાં તેમજ લોકસભાના સાંસદ પરશોતમભાઈ રૂપાલાના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

શ્રી મિરામ્બિકા ક્ધયા વિદ્યાલય ખાતે

મિરામ્બિકા ક્ધયા વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટ-2024ને ગુરૂવારે સવારે 8:30 કલાકે શ્રી મિરામ્બિકા ક્ધયા વિદ્યાલયના પ્રિન્સીપાલ મયુરધ્વજસિંહ બી. જાડેજા તેમજ હર્ષાબા જાડેજાના હસ્તક ધ્વજારોહણ કરવામાં આવશે.

ટ્રસ્ટ અને શ્રીમતિ જે.જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાશે

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રીમતિ જે.જે.કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વાતંત્ર્ય નીમીતે કોલેજ કેમ્પસ ખાતે ગુજરાત 2ાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી અને ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષીના હસ્તે સવા2ે 8:30 કલાકે ધ્વજવંદન યોજાશે. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી ડો.અલ્પનાબહેન ત્રિવેદી અતિથી વિષેશ તરીકે ઉપસ્થીત રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.