Jamnagar : જામનગર જિલ્લાના બાળકો હવે દિવસેને દિવસે કેટલીક રમતગમતમાં આગળ વધી રહ્યા છે. ત્યારે હાલ જામનગરની દૂર્વા ગાંધી નામની દીકરી કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો હતો. શાળકીય રમતોત્સવ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત જિલ્લા કક્ષાની અંડર 14 સ્વીમીંગ સ્પર્ધામા દુર્વા ગાંધી નામની દીકરીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જિલ્લા કક્ષાએ અવ્વલ આવ્યા બાદ હવે તે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવવા માંગે છે.

જામનગરમાં આવેલી સેન્ટ આંશ સ્કુલમાં અભ્યાસ કરતી દૂર્વા પહેલેથી જ રમત ગમ્મત ક્ષેત્રે લગાવ ધરાવતી અને તેના પરિજનો પણ તેને ખૂબ સહકાર આપી રહ્યા છે. ત્યારે જામનગરમાં કરાટે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 300 થી વધુ દીકરીઓએ ભાગ લીધો હતો. જિલ્લા લેવલે પ્રથમ નંબર મેળવતાંની સાથે દુર્વાએ શાળા અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

આગામી સમયમાં પણ હવે તે રાજ્ય કક્ષાએ જામનગરનું નેત્રુત્વ કરશે. જેમાં ગોલ્ડ મેડમ મેળવવાની ઈચ્છા ધરાવે છે. આ સફળતા મેળવવા માટે તે દિવસ રાત એક કરીને મહેનત કરતી હોવાનું જણાવ્યુ હતું.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.