- વિશ્ર્વ ગરોળી દિવસ
- એન્ટાર્કટિકા સિવાય દરેક ખંડમાં ગરોળી જોવા મળે છે. તે ખોરાકમાંથી પાણી શોષી લેતી હોવાથી તેને પાણીની નજીક રહેવાની જરૂર નથી: ગરોળીની ઘણી પ્રજાતિઓ રંગ બદલી શકે છે: તેનું કદ બે ઇંચથી લઇને અગિયાર ફૂટ હોય છે
- તે ઠંડા લોહીવાળી હોવાથી ટકી રહેવા માટે સૂર્ય પ્રકાશની જરૂર પડે છે: કોમોડો ડ્રેગન ગરોળી માણસને પણ મારી નાખે તેટલી ઝેરી હોય છે: વિશ્ર્વમાં એક કરોડથી વધુ લોકોએ તેની વિવિધ પ્રજાતિને પાલતું પ્રાણી તરીકે ઘરમાં રાખી છે
આજે વિશ્ર્વ ગરોળી દિવસ છે, ત્યારે આપણાં ઘર કે તેની આસપાસ તેને જોઇ હોય છે. આ જીવ વિશે ઘણી બધી અંધશ્રઘ્ધા, ગેરસમજ અને લોકવાયકા પ્રચલિત છે. આ નાનકડા જીવનું આપણી ઇકો સિસ્ટમમાં ઘણું મહત્વ છે. આપણે તો બે-ચાર પ્રજાતિઓ જ જોઇ હોય છે, પણ દુનિયામાં તેની છ હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. વિશ્ર્વમાં બે ઇંચની નાનકડી ગરોળીથી લઇને 11 ફુટ લાંબી ભયંકર ઝેરી ગરોળીઓ પણ જોવા મળે છે. શિકારીથી બચવા અને રક્ષણ માટે તેની પાસે વિવિધ કરતબો જોવા મળે છે. દુનિયામાં એન્ટાર્કટિકા સિવાય દરેક ખંડમાં ગરોળી જોવા મળે છે. આપણને તેને જોઇને ચિતરી ચડતી હોય છે, શરીર ઉપર પડે ત્યારે તેની વિવિધ વાતો આપણે કરતા હોઇએ છીએ.
અંગ્રેજીમાં ગરોળીને લિઝાર્ડ કહેવાય છે, તે સરીસૃપની વ્યાખ્યામાં વગીકૃત કરેલ છે, લાંબુ શરીર અને પૂંછડી સાથે ચાર પગ હોય છે. મોટાભાગની ગરોળી ઇંડા મૂકે છે, તો કેટલીક જીવતાં બચ્ચાને જન્મ આપે છે. મોટા ભાગની ગરોળી ખોરાકમાંથી પાણી શોષી લેતી હોવાથી તેને પાણીની નજીક રહેવાની જરૂર નથી. આપણાં ઘર ફોટા કે ટીવી પાછળ કે બાથરૂમમાં ઉપરના ભાગે રહેતી હોય છે. ગરોળી ઠંડા લોહી વાળી હોવાથી જીવન ટકાવવા તેને સૂર્ય પ્રકાશની જરૂર પડે છે. તેના આહારમાં ઇંડા, જંતુઓ, નાના પ્રાણીઓના ઇંડા મુખ્યત્વે હોય છે. તેનું કદ બે ઇંચથી અગિયાર ફુટ જેટલું જોવા મળે છે. ગરોળીની પૂંછડી કપાય કે તૂટી જાય તો ફરી ઉગી જાય છે. પર્યાવરણ અને ઋતુ કે જમીન કલરના આધારે તે રંગ બદલીને જીવન ટેકાવે છે.
પોતાના બચાવ માટે તેનામાં ઘણી વિવિધ સંરક્ષણ પઘ્ધતિઓ હોય છે, ભય લાગે ત્યારે ખૂબ જ ઝડપથી દોડવાની કલા તેનામાં હોય છે. ગીલા રાક્ષસ અને મેકસિકન મણકાવાળી ગરોડી ખુબ જ ઝેરી હોય છે. કોમોડો ડ્રેગન તો એટલી બધી ઝેરી હોય કે માણસને પણ મારી નાખે છે, તે વિશ્ર્વની સૌથી ખતરનાક ગરોળી છે, જે ઇન્ડોનેશિયાના કોમોડો આઇલેન્ડ પર જોવા મળે છે. ગરોળીને પાલતું પ્રાણી તરીકે પણ લોકો રાખે છે, હાલ એક અંદાજ મુજબ વિશ્ર્વમાં એક કરોડથી વધુ લોકોએ તેને પાળી છે. ગરોળીની સૌથી સામાન્ય પ્રજાતિઓમાં આફિક્રન ફાયર સ્કિંક, કાચંડો, ગેહો, ગ્રીન ઇગુઆના, લાંબી પૂછડી વાળી ગરોળી ચાઇનીઝ વોટર ડ્રેગન અને દાઢીવાળો ડ્રેગન મુખ્ય હોય છે. વિશ્ર્વભરના પ્રાણી સંગ્રહાલયોમાં આજનો દિવસ ઉજવણી સાથે શાળા, કોલેજના છાત્રાઓને માહિતી અપાય છે. ઘણી વાર આપણને પ્રશ્ર્ન થાય કે શું ગરોળી ભોજમાં પડે તો તે ઝેરી બની જાય ? બે ત્રણ વર્ષ પહેલા એક બાળકી ગરોળીને મોઢામાં નાંખતા તેને દાવાખાને લઇ જવી પડી હતી. આપણામાંથી ઘણા તેને અશુભ માને છે, પણ કીડાળોને નિયંત્રણ કરવામાં ગરોળીની મુખ્ય ભુમિકા હોય છે. આપણી તંદુરસ્તી જાળવવામાં પણ તેની આપણાં ઘરમાં હોવું જરૂરી છે. આપણાં ઘરમાં રહેતી ગરોળી એટલી પણ ઝેરી હોતી નથી કે આપણું મૃત્યુ થઇ શકે, આપણાં ઘરમાં રહેતા નાના જીવ જંતુ ને ખાઇ જતી હોવાથી તે તેનાથી આપણું રક્ષણ કરીને રોગમુકત રાખે છે. મચ્છરોની સંખ્યા પણ તેને કારણે જ ઘરમાં ઘટે છે. આપણાં ઘરમાં કીડાની વધતી સંખ્યા ગરોળી જ કંટ્રોલ કરે છે સમગ્ર વિશ્ર્વમાં તેને વિવિધ પ્રજાતિઓ જેવા વિવિધતામાં ફાળો આપીને પર્યાવરણનું રક્ષણ કરે છે. આજે તેના વિવિધ સ્વરુપો, વર્તુણકો અને ઇકોલોજીકલ મહત્વની પ્રશંસા કરવાનો દિવસ છે. આજે વિશ્ર્વમાં અજ્ઞાનના અને ઘ્યાનના અભાવે ઘણી પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ છે.
બધા સરિસૃપ હવામાં શ્ર્વાસ લેતા કરોડરજજુ ધારી હોય છે, જે ભીંગડા, હાડકાની પ્લેટ કે બન્નેને મિશ્રણને આવરી લે છે. આ પરિવામાં સાપ, ગરોળી, મગર અને કાચબાનો સમાવે થાય છે. આ બધા પોતાની ત્વચા ઉતારીને નવી ત્વચા ધારણ કરે છે. પોતાના શરીરના તાપમાનને નિયંત્રણ કરવા માટે આ સરિસૃપ ગરમી કે ઠંડક મેળવવા સૂર્ય પ્રકાશ કે વૃક્ષનો છાંયો શોધે છે, એટલે જ જે વિસ્તારમાં શિયાળો ઠંડો હોય ત્યાં સુધી ગરોળીઓ સામાન્ય રીતે નિષ્ક્રિયતાનો સમયગાળો અનુભવે છે, હવામાન ગરમ થાય એટલે ત્યાંથી સ્થળાંતર કરે છે. ગરોળીઓનો ઇતિહાસ જોઇએ તો પ્રથમ વખત ત્રણ કરોડ વર્ષ પહેલા જોવા મળેલ હતો. 13મી સદીમાં દેડકા અને સરીસૃપો, કૃમિ, ઉભયજીવીઓ અને સરિસૃપો ને જુથ બઘ્ધ કરાયા પણ 19મી સદીમાં આ સરીસૃપને ઉભય જીવીઓથી અલગ કરીને નવા જુથ તરીકે ઓળખાયું, ર1મી સદીમાં આજે આ સરિસૃપની ચામડીના આકર્ષક વેપારના પરિણામે શિકાર વધવા લાગ્યા ત્યારે તેના સંરક્ષણ બાબતે વિશ્ર્વ વિચારવા લાગ્યું, આકષક સરિસૃપ વિશે ભાવી પેઢી જાણે તે માટે આજનો દિવસ ઉજવાય છે. આજે તેના પ્રકૃતિ પર્યટન પર જઇને તેના રહેઠાણોનો અભ્યાસ કરવો જોઇએ. આપણાં ગ્રહ પર ફરતા વિવિધ આકર્ષક સરિસૃપોને જાણવા જોળએ.
ભાવિ પેઢીએ આ અસાધારણ જીવનું રક્ષણ કરવું જ પડશે
આપણી પૃથ્વી પર ચિત્ર-વિચિત્ર ગરોળીઓનું અસ્તિત્વ રહેલું છે. વિવિધ છ હજારથી વધુ ગરોળીની પ્રજાતિમાં સૌથી મોટી ગરોળી ‘કોમોડો ડ્રેગન’ છે, જેનું વજન 1પ0 કિલોને લંબાઇ દશ ફુટની હોય છે. વિશ્ર્વમાં ગરોળી તેના કદ રંગો અને વર્તનની અવિશ્ર્વસનીય શ્રેણી છે. ગરોળી વિવિધ સંસ્કૃતિઓમાં નવીનીકરણ અને પુનજીવનનું પ્રતિક છે, જે પરિવર્તન અને સ્થિતિ સ્થાપકતાનું પ્રતિનિધિત્વ કરે છે. ભાવી પેઢીએ આ અસાધરણ જીવોની પ્રસંશા અને રક્ષણ કરવું જ પડશે, તેના પગની વિશિષ્ટ રચનાને કારણે દિવાલ કે છત પર ચાલી શકે છે. તે પોતાની કપાયેલી પૂંછડી ફરી ઉગારી શકે છે: જે ઓટોટોમી તરીકે ઓળખાતી નોંધપાત્ર સંરક્ષણ પઘ્ધતિ છે. તે વાતાવરણને અનુરુપ ઝડપથી ઢળી શકે છે.