• ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ ક્ધઝર્વેશન કમિશન દ્વારા 10 દિવસીય સ્પર્ધાનું આયોજન: અજગર પકડનારાઓને 25,000 ડોલરનું ઈનામ
  • અમેરિકાના ફ્લોરિડામાં અજગરના ઉપદ્રવને લઇને એક સ્પર્ધા જાહેર કરવામાં આવી છે. જેમાં અજગર પકડનારને 25 હજાર ડોલર સુધીના ઇનામો પણ જાહેર કરવામાં આવ્યા છે.

વાર્ષિક ફ્લોરિડા પાયથોન ચેલેન્જ શુક્રવારે શરૂ થઈ હતી, જે યુ.એસ.માં આક્રમક બર્મીઝ અજગરની વસ્તી સામે રાજ્યની લડાઈનો નોંધપાત્ર પ્રયાસ દર્શાવે છે. અહેવાલ અનુસાર, ફ્લોરિડાના ઇકોસિસ્ટમ માટે આ સરિસૃપના વધતા જતા જોખમને નિયંત્રિત કરવા માટે 10-દિવસીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેંકડો સાપના શિકારીઓને જોડવા માટે તૈયાર છે.

આ ચેલેન્જનું આયોજન ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ ક્ધઝર્વેશન કમિશન દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત જેઓ સૌથી વધુ અજગર અથવા સૌથી લાંબા સાપને પકડી શકે છે તેમને નોંધપાત્ર પુરસ્કારો આપવામાં આવે છે. આ સ્પર્ધામાં શિખાઉથી લઈને વ્યાવસાયિકો અને લશ્કરી કર્મચારીઓ સુધીના સ્પર્ધકો 25,000  ડોલર થી વધુના ઈનામ માટે સ્પર્ધા કરશે. આ સ્પર્ધા ઓગસ્ટ 18 સુધી ચાલશે.

દક્ષિણ ફ્લોરિડા વોટર મેનેજમેન્ટ ડિસ્ટ્રિક્ટના ગવર્નિંગ બોર્ડ મેમ્બર,એલીગેટર રોન બર્ગેરોનએ ઇવેન્ટના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે “અજોડ એવરગ્લેડ્સ ઇકોસિસ્ટમને સમજવામાં લોકોને સામેલ કરવા માટે આ એક સરસ રીત છે,” વધુમાં જણાવ્યું કે  “ગ્રેટર એવરગ્લેડ્સ ઇકોસિસ્ટમમાંથી આક્રમક અજગરને દૂર કરવા મહત્વપૂર્ણ છે, અને આ આક્રમક પ્રજાતિઓ સામે લડવા માટે આપણે બનતું બધું જ કરવું જોઈએ.”

ફ્લોરિડામાં, ખાસ કરીને એવરગ્લેડ્સની આસપાસ બર્મીઝ અજગરની સમસ્યા ગંભીર છે. આ સાપ એક સમયે 50 થી 100 ઈંડાં મૂકી શકે છે, જેના કારણે તેમની વસ્તીને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બને છે. એફડબ્લ્યુસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રોજર યંગે નોંધ્યું હતું કે આક્રમક પ્રજાતિઓ વિશે જાહેરમાં શિક્ષણ આપવા માટે આ સ્પર્ધા ચાવીરૂપ સાબિત થશે. “રાજ્યમાં આક્રમક પ્રજાતિઓના જોખમો અને તેઓ આપણા મૂળ વન્યજીવન અને અનન્ય ઇકોસિસ્ટમને  સુરક્ષિત કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે વિશે વધુ જાણવું લોકો માટે પ્રેરણારૂપ સાબિત થશે,” તેમણે કહ્યું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.