ગયા વર્ષે અદાણી ગ્રૂપ પર લાગેલા આરોપોને પગલે 24માંથી 23 તપાસ પૂરી, છેલ્લા અહેવાલમાં કરાયેલા આક્ષેપો સાબિત થયા નથી: રોકાણકારોને ગેરમાર્ગે ન દોરાવા સેબીની સલાહ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ હિંડનબર્ગના રિપોર્ટને ફગાવી દીધો છે અને રોકાણકારોને બિલકુલ ગભરાવાની સલાહ આપી નથી. તેમને કહ્યું કે હિન્ડેનબર્ગ રિપોર્ટ દ્વારા ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. સેબીએ સોમવારે બજાર ખુલતા પહેલા જારી કરેલા નિવેદનમાં રવિવારે કહ્યું હતું કે ચેરપર્સન માધબી પુરી બુચ સમયાંતરે તમામ જરૂરી માહિતી આપતા રહે છે. અધ્યક્ષ બનતા પહેલા જ, તેમણે સંભવિત હિતોના સંઘર્ષને લગતી બાબતોથી પોતાને દૂર કરી દીધા હતા.
સેબીએ જણાવ્યું હતું કે અમે ગયા વર્ષે અદાણી ગ્રૂપ પર લાગેલા આરોપોને પગલે 24માંથી 23 તપાસ પૂરી કરી છે. છેલ્લા અહેવાલમાં કરાયેલા આક્ષેપો સાબિત થયા નથી. હવે બ્લેકસ્ટોન પર જે આક્ષેપો થઈ રહ્યા છે તે પણ ખોટા છે. સેબીએ રોકાણકારોને કહ્યું કે તેમણે આવા અહેવાલોથી ચિંતા કરવાની જરૂર નથી. તેઓએ હિન્ડેનબર્ગ રિપોર્ટનું ડિસ્ક્લેમર પણ વાંચવું જોઈએ. સેબીએ હિતોના સંઘર્ષને લગતા મુદ્દાઓ પર સંપૂર્ણ માળખું તૈયાર કર્યું છે. આમાં, સિક્યોરિટીઝ હોલ્ડિંગ અને ટ્રાન્સફર વિશે માહિતી આપવાની રહેશે. સેબી ચીફે આ તમામ નિયમોનું પાલન કર્યું છે.
અગાઉના અહેવાલ બાદ શરૂ કરાયેલી તપાસનું વર્ણન કરતાં સેબીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ તેના આદેશમાં સ્થિતિ સ્પષ્ટ કરી છે. માત્ર એક જ તપાસ ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. અમે 100 થી વધુ સમન્સ જારી કર્યા હતા. 1,100 પત્રો અને ઈમેલ પણ મોકલ્યા. આ સિવાય 100 થી વધુ વખત સ્થાનિક અને વિદેશી રેગ્યુલેટર અને એજન્સીઓ પાસેથી આ મુદ્દે મદદ માંગવામાં આવી હતી. તેમજ ગત વખતે આરોપોની તપાસ માટે 12 હજાર પાનાના 300થી વધુ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
હિન્ડેનબર્ગ રિપોર્ટમાં આરોપ છે કે બ્લેકસ્ટોનને ફાયદો પહોંચાડવા માટે આરઇઆઇટી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. માધબી પુરી બુચના પતિ ધવલ બુચ સલાહકાર તરીકે કામ કરે છે. આના પર સેબીએ કહ્યું કે સેબી બોર્ડે લોકોના અભિપ્રાયના આધારે આ નિયમોમાં ફેરફાર કર્યા છે. સેબીએ કહ્યું કે અમે પારદર્શક માળખું બનાવ્યું છે. આ કોઈના ફાયદા માટે નથી. સેબીનો ઉદ્દેશ્ય રોકાણકારોને ફાયદો પહોંચાડવાનો છે.
અદાણીમાં રોકાણ સેબીમાં હોદ્દો ન હતો ત્યારે કર્યું: સેબીના વડાની સ્પષ્ટતા
હિંડનબર્ગ રિપોર્ટ પર પોતાની સ્પષ્ટતા આપતી વખતે સેબી ચીફ માધાબી પુરી બુચે કહ્યું હતું કે અમે કોઈપણ નાણાકીય દસ્તાવેજો જાહેર કરવામાં કોઈ ખચકાટ અનુભવતા નથી, જેમાં તે દસ્તાવેજોનો સમાવેશ થાય છે જે તે સમયગાળા સાથે સંબંધિત છે જ્યારે અમે સંપૂર્ણપણે સામાન્ય નાગરિક હતા. કોઈપણ અધિકારી આ માટે પૂછી શકે છે. અમે તો રોકાણ જ્યારે સેબીના વડા ન હતા ત્યારે કર્યું હતું. સેબીના વડાએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિન્ડેનબર્ગ રિસર્ચ, જેની સામે સેબીએ અમલીકરણ કાર્યવાહી કરી છે અને કારણ બતાવો નોટિસ જારી કરી છે,
હિંડનબર્ગના અહેવાલની નહિવત અસર: શેરબજારમાં સામાન્ય ઘટાડો
શરૂઆતમાં સેન્સેક્સમાં 450 અને નિફટીના 150થી વધુનો કડાકો બોલ્યા બાદ માર્કેટમાં સારી રિકવરી : 11 વાગ્યા સુધીમાં સેન્સેક્સ માત્ર 132 પોઇન્ટ તો નિફટી માત્ર 47 પોઇન્ટ નીચે
અમેરિકન કંપની હિંડનબર્ગ અને સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધાબી પુરી બુચ વચ્ચેના વિવાદની બજાર પર કોઈ દેખીતી અસર જોવા મળી નથી. આજે શરૂઆતમાં સેન્સેક્સમાં 450 અને નિફટીના 150થી વધુનો કડાકો બોલ્યા બાદ માર્કેટમાં સારી રિકવરી જોવા મળી રહી છે. હાલ સેન્સેક્સ 132 પોઇન્ટ તો નિફટી માત્ર 47 પોઇન્ટ નીચે આવી છે.
હિન્ડેનબર્ગે શનિવારે જાહેર કરેલા તેના અહેવાલમાં દાવો કર્યો છે કે માધાબી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચની અદાણી ગ્રુપ સાથે જોડાયેલી ઑફશોર કંપનીમાં હિસ્સો છે. આજે અદાણી ટોટલ ગેસના શેર 7% ડાઉન છે. બીજી તરફ એશિયન માર્કેટમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ 0.31%ના ઘટાડા સાથે 17,036 પર કારોબાર કરી રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.013% અને કોરિયાનો કોસ્પી 1.07% વધ્યો હતો. શુક્રવારે યુએસ માર્કેટનો ડાઉ જોન્સ 0.13% વધીને 39,497 પર બંધ થયો હતો. નસદાક પણ 0.51% વધીને 16,745 પર બંધ થયો. એસએન્ડપી 500 0.47% વધીને 5,344 પર બંધ થયો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ 9 ઓગસ્ટના રોજ રૂ.406.72 કરોડના શેર ખરીદ્યા. આ સમયગાળા દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એ પણ રૂ.3,979.59 કરોડના શેર ખરીદ્યા હતા. એટલે કે વિદેશી રોકાણકારે ગયા સપ્તાહના અંતિમ દિવસે ખરીદી કરી હતી.