આજે વિશ્વ સિંહ દિવસ
મંત્રી મુળુભાઇ બેરા સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 11000થી વધુ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયા
સહ સદન ખાતે મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આ સાથે મુખ્યમંત્રીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ભાલછેલ ખાતે વિકસિત કરવામાં આવેલા સનસેટ પોઇન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સાસણ સિંહ સદન ખાતે આગમન થયું હતું અને ફોટો એક્ઝિબિશનને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.
સિંહ સંરક્ષણ માટેની જન જાગૃત્તિ અર્થેની રેલીને ફ્લેગ ઓફ કરાવ્યો હતું. વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણીના મુખ્ય કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાસણ નજીકના ભાલછેલ ખાતે વિકસિત કરવામાં આવેલા સનસેટ પોઇન્ટ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ ક્યું હતું. આ કાર્યક્રમોમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા પણ સહભાગી બન્યા હતા.
એશિયાઇ સિંહએ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં ઉતરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જુન-2020ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને 674 છે. વસ્તીમાં વધારો થતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે. સિંહો સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીખે ઓળખવામાં આવે છે. આ લેન્ડસ્કેપ જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે.દર વર્ષે તા.10 ઓગસ્ટના રોજ વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્ર્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃત્તિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી કરવામાં આવે છે. ભારતમાં વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત રાજ્ય સરકારના વન વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા વર્ષ-2016થી કરવામાં આવે છે.
આ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો, એન.જી.ઓના સભ્યો, સ્થાનિક લોકો, ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ જોડાય છે. આ સહિયારા પ્રયાસો એશિયાઇ સિંહના સંરક્ષણ માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણીમાં વર્ચ્યુઅલી પણ જોડાય હતા. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામનગર સહિત 11 જિલ્લાની 11,000થી વધુ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ ભાગ લીધો હતો.આ ઉજવણી માટે સિંહના મ્હોરા, બેનર, પેમ્ફલેટ, પ્રતિજ્ઞા પત્ર, સેલ્ફી માટેની સ્ટેન્ડીઓ, ગોળ સ્ટીકર અને એ4 સાઇઝના સ્ટીકર્સ પણ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવ્યા હતા.