ડેમમાં પાણીની સપાટી 79.53 ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી,  3,40,467 કયુસેક પાણીની આવક: ડેમ હવે ઓવરફ્લો થવામાં 6 મીટર જ બાકી રહેતા પાણી છોડવાનું શરૂ કરી દેવાયું

નર્મદા નદીમાં 24,729 ક્યુસેક પાણી છોડાયું

ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6,622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતાં ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના તમામ ટર્બાઇનો ચાલુ કરી દેવામાં આવ્યા છે. જેના થકી 24,729 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 1200 મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના ટર્બાઇન્સને રાત્રિ દરમિયાન ચલાવવામાં આવે છે. ત્યારે દિવસે 250 મેગાવોટના કેનાલ હેડ પાવર આસના ત્રણ યુનિટ ચલાવવામાં રહ્યા છે.

મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે ત્યાંના ડેમોમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક 3,67,840 ક્યુસેક થતાં જળ સપાટી 132 મીટરે પહોંચી છે, જે માત્ર 6 મીટર બાકી છે. અંદાજિત 48 કલાકમાં ડેમ 138.18 મીટરની કુલ સપાટીએ પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 132.46.મીટર સુધી પહોંચી છે. ડેમમાં કુલ 3.54 લાખ કયુસેક પાણીની આવક થઇ છે.  સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6,622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના માધ્યમથી આશરે 24,726 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

મધ્યપ્રદેશથી 3.67 લાખ ક્યુસેક પાણી છોડાયું ઉપરવાસમાં સતત વરસાદના પગલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર, ઓમકારેશ્વર સહિતના તમામ ડેમો પાણીથી છલોછલ ભરાયેલા છે. હજુ પણ ઉપરવાસમાં આવતાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી કુલ 3.60 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક સતત વધારો થવાના કારણે ડેમની જળ સપાટી દર કલાકે 10થી 15, સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.