કેળના પાંદડા જેને આપણે ઘણીવાર ઇગ્નોર કરીએ છીએ. તે ખરેખર સ્વાસ્થ્ય માટે એક અદ્ભુત ભેટ છે. આ પાંદડામાં ઘણા ઔષધીય ગુણો રહેલાં છે. જે આપણા શરીરને અંદરથી મજબૂત બનાવે છે. કેળાના પાનનો રસ પીવાથી અનેક રોગોથી બચી શકાય છે. તો ચાલો જાણીએ કેળાના પાનના રસને પીવાથી થતાં કેટલાક ફાયદાઓ વિશે.
1. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે :
કેળના પાનમાં રહેલાં પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે આ જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે.
2. ડાયાબિટીસને કંટ્રોલ કરે છે :
કેળના પાનમાં રહેલાં ફાઈબર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ સારો ઉપાય છે.
3. વજન ઘટાડવામાં મદદરૂપ :
કેળના પાંદડાના રસમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જેથી રસના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.
4. પાચનતંત્ર સુધારે છે :
કેળના પાનનો રસ પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. આ રસ પેટમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં પણ મદદ કરે છે.
5. વાળ માટે ફાયદાકારક :
કેળના પાનનો રસ વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. આ રસ વાળ ખરતા અટકાવવામાં પણ મદદ કરે છે. જેનાથી વાળ લાંબા અને મુલાયમ બને છે.
6. ત્વચા માટે ફાયદાકારક :
કેળના પાનનો રસ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. સાથોસાથ ખીલ અને ત્વચાને લગતી અન્ય સમસ્યાઓથી પણ રાહત આપે છે.
7. હાડકાંને મજબૂત બનાવે છે :
કેળના પાંદડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન K હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
કેળના પાનનો રસ કેવી રીતે બનાવવો :
કેળના તાજા પાંદડાને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ પાંદડાને નાના ટુકડાઓમાં કાપો. હવે પાંદડાને પાણીમાં ઉકાળી લો. ત્યારપછી બાફેલા પાંદડાને ગાળીને તેનો રસ કાઢો. હવે તમે રસમાં થોડું મધ અથવા લીંબુનો રસ ઉમેરી શકો છો. હવે આ રસ તૈયાર છે.
કેળના પાનનો રસ પીતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. કેટલાક લોકોને કેળના પાંદડાથી એલર્જી થઈ શકે છે. જો તમને કોઈ રોગ હોય તો કેળના પાનનો રસ પીતા પહેલા ડૉક્ટરની સલાહ અવસ્ય લો.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.