ડો. દાસ અને તેની ટીમને ર મહિનાની મહેનત આખરે રંગ લાવી
સેલવાસની વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલમાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીને નવજીવન મળ્યું છે. અન્ય હોસ્૫િટલમાંથી ડોકટરોએ હાથ ઉંચા કરી દીધા બાદ સીવીલ હોસ્પિટલના ડો. દાસની ટીમની મહેનતથી દર્દી હાલ સ્વચ્છ છે.
૪ ઓકટોબરે અજીત સોલંકીને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને હરિયા હોસ્૫િટલમાં ખસેડાયો હતો ત્યાંથી તેને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. ત્યાં ડોકટરોએ દર્દીને ઘરે લઇ જઇ સેવા કરવાનું જણાવ્યું હતું ત્યારબાદ દર્દીને મુંબઇની મેદાંતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં પણ દર્દીની હાલત નહી સુધરે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યાંથી દર્દીને. સેલવાસની વિનોદા ભાવે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતો.
ડો. દાસ અને તેની ટીમની ર મહીનાની મહેનત આખરે રંગ લાવી અને દર્દી સ્વચ્છ થઇ ગયો છે. અજીત સોલંકીને નવજીવન અર્પવા બદલ તેની બહેન ભદ્રા સોલંકીએ ડોકટરોનો આભાર વ્યકત કર્યો હતો.