• આદિવાસી વસતી ધરાવતા વિસ્તારોમાં શાળાઓમાં 9518 ઓરડાની ઘટ, 361 શાળા એક જ શિક્ષકથી ચાલે છે

રાજ્યમાં અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારના મુદ્દે મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 100 દિવસ રોજગારીની ગેરંટી આપતા મનરેગામાં આદિવાસી વિસ્તારમાં 24 થી 34 દિવસની રોજગારી આપવામાં આવે છે. આજે સમગ્ર દેશ કરતા શ્રમિકોને ઓછું વેતન ચુકવવામાં આવે છે. આદિવાસી સમાજના બાળકો માટે શિક્ષણની મોટી વ્યવસ્થાના નામે ચાલતી આશ્રમ શાળાઓમાં 15 વર્ષ કરતા વધુ સમયથી શિક્ષકો અને કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. શિક્ષણ અને રોજગારને લઈ સૌથી વધુ સ્થળાંતર આદિવાસી વિસ્તારોમાં થઈ રહ્યું છે.

રાજ્યમાં સરકારી પ્રાથમીક શાળાઓમાં 38000 ઓરડાઓની ઘટ છે, આદિવાસી વિસ્તારોને સમાવેશ કરતા 13 જીલ્લાઓમાં 9518 જેટલા ઓરડાઓની ઘટ છે જેની સામે છેલ્લા ત્રણ વર્ષમાં આદિવાસી વિસ્તારના માત્ર 169 ઓરડાઓ બન્યાં છે. જ્યારે બાકીના નવ જીલ્લાઓ નવસારી, વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર ઓરડાઓની ઘટ સામે એકપણ ઓરડો બનાવવામાં આવ્યો નથી. ગુજરાત રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા 700 થી વધુ છે જેમાં આદિવાસી વિસ્તારના 13 જીલ્લામાં 361 જેટલી શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે. ? અંબાજીથી ઉમરગામ આદિવાસી સમાજની ક્ધયાઓને શાળાએ અભ્યાસ જવા માટેની સાઈકલો પણ ધુળ ખાઈ રહી છે.

રાજ્યમાં 7408 આંગણવાડીઓ ભાડાના મકાનમાં કે અન્ય જગ્યાએ ચાલે છે તે પૈકી આદિવાસી વિસ્તારના 13 જીલ્લાઓમાં 2292 આંગણવાડીઓ એટલે કે 24 ટકા આંગણવાડીઓ આ રીતે ચાલી રહી છે. રાજ્ય સરકાર વિકાસના દાવાઓની વચ્ચે આંગણવાડીઓના ભૂલકાઓને બેસવા માટે સરકારે મકાન પણ ઉપલબ્ધ કરાવી શકી નથી. ગુજરાતમાં કુપોષિત બાળકોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આદિવાસી વિસ્તાર ધરાવતા 13 જીલ્લાઓમાં 2,67,724 બાળકો કુપોષિત છે. ભાજપ સરકાર કુપોષણ દુર કરવાના દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા અતિ ચિંતાજનક છે.

આદિવાસી સમાજના વિકાસના નામે વિવિધ યોજનાના કરોડો રૂપિયા બારોબાર સગેવગે કરીને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. અન્ન નાગરિક પુરવઠાનું કરોડો રૂપિયાના અનાજનો જથ્થો આદિવાસી પરિવારોને મળવાને બદલે બારોબાર ફ્લોર મિલોમાં, કાળા બજારીઓ, સંગ્રહખોરો ચાંઉ કરી રહ્યાં છે. અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજના હેઠળના કરોડો રૂપિયા ભાજપા સરકારના મળતિયાઓ-કોન્ટ્રાક્ટરો સાથે મળીને ચાઉં કરી ગયાં છે છતાં ભાજપા સરકાર આદિવાસી સમાજના નામે મોટી મોટી જાહેરાતો કરી રહી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.