ખડ, પાણીને ખાખરો, પાણાનો નહી પાર, વગર દિવે વાળુ કરે, એ પડ  જુઓ ‘પાંચાળ’

શ્રાવણ માસમાં દાદાનો હવન અને મેળો યોજાઇ છે: થાનગઢમાં સદીઓથી નાગપૂજાનું વિશેષ મહત્વ

ઝાલાવાડના સવાસો ચોરસ માઈલ ના કંદોરાને  પંચાળ કહેવામાં આવે છે અને પંચાળમા  કેન્દ્ર તરીકે ‘થાન‘ રહ્યું છે. થાનએ પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળ નામ અને પ્રાચીન ઉલ્લેખો સ્કંદ પુરાણમાં જોવા મળે છે. તેમાં થાનને સ્થાન તરીકે ઓળખવામાં આવ્યું હતું. પરંતુ ધીમે ધીમે સ્થાનને લોકભાષામા અપભ્રશ શબ્દના કારણે ગામનું નામ થાન તરીકે જાણીતું બન્યું.અને અહીંની લોકપ્રજા માં થાનગઢનો રાજા એટલે વાસુકીદાદા રહ્યા છે.

નાગપૂજામાં ઝાલાવાડમાં થાન, વાસુકીદાદા બાંડિયા બેલી, તલસાણીયા, અને ચરમાળીયા કે ચાંદ્નલિયા ના સ્થાનકો સુપ્રસિદ્ધ છે. જ્યાં સરોવર, સરિતા, અને ડુંગરો જોવા મળે છે ત્યાં જોગી, જતિઓ, અને સાધુ-સંતોના બેસણા નજરે ચડે છે. એવી અનેક ઐતિહાસિક ધરોહર ધરાવતી ધરતી એટલે પાંચાળ પ્રદેશ નવકુળમાયલો નાગ, ફેણમાંડી પાછો ફરે; જાય ભાગ્યો જળસાપ, નોળીવાટે નાગડા  1 શેષ અને સુરજ બેઉ સમોવડ વાદીએ, એકે ધરતી શિરધરી, બીજા ઉગ્યે વણાવાય 2 સ્થાન પુરાણ (થાનપુરાણ) માં પાંચાળની પવિત્ર ભૂમિને સર્વભૂમિ તથા સૂર્યભૂમિ તરીકે વર્ણવામાં સુરજ વાસંગી સહાય કરે પડ જુવો પાંચાળ એવી ઊક્તિ દુહામાં મળે છે. સૌરાષ્ટ્રના ઠાંગા ડુંગર આજુબાજુ રેલમ છેલ હતી. પશુઓ તથા પશુપાલકોના પિયર જેવા પાંચળમાં આવેલ પૂર્વાભિમુખ કમલતળાવના (પધ્મસરોવર- સ્કંદપુરાણમાં) સુંદર તટે (નાનુંતળાવ) ગ્રામ્યદેવતા શ્રી વાસુકીદાદાનું વિખ્યાત મંદિર આવેલું છે.

પુરાણગ્રંથાનુસાર દેવો અને દાનવોએ અમૃતમંથન  માટે મેરૂપર્વતનો રવૈયો અને શ્રી વાસુકિનાગદેવનું નેતરું કરવામાં આવ્યાની કથા જાણીતી છે. શ્રીમદ ભગવતગીતામાં પણ ભગવાન શ્રીકુષ્ણ અર્જુનને  એમ કહેતા દેખાડયા છે કે હે ધનજય! સર્પોમાં હું વાસુકી તથા નાગોમાં હું શેષનાગ છું,  સર્પોમાં અંહમ વાસુકી, નાગનાં અહે શેષ. આમ ભારતખંડમાં નાગપુજા અત્યંત પ્રાચીન સમયથી પ્રચલિત છે, ઈતિહાસવિદ હરિલાલ ઉપધ્યાય ના મતે થાનગઢનું શ્રી વાસુકીદાદાનું મંદિર ગુજરાતમાં અતિ પ્રાચીન હોવાનું અનુમાન કરી શકાય છે. જેવી રીતે શક્તિ ઉપાસનાની એકાવન શક્તિ પીઠ ગણાય છે તેવી જ રીતે પ્રાચીન નાગ પૂજામાં આ થાનગઢની વાસુકિદાદાની નાગપીઠ તરીકે ઉલ્લેખાય છે. નાગકુળ અને માનવજાતિનો સબંધ અતિ પ્રાચીન છે.

એમ વાસુકી નાગ અને તેમના નાગ ભાઇઓ પંચાળમા તેમના સ્થાનક ફેલાયેલા છે વિવિધ નામો થી પુજા કરવામાં આવે છે વેલાળા સીમ વિસ્તારમાં ટેકરી ઉપર ચાંન્દ્નલિયા  દાદા નુ સ્થાપક મંદિર નાગ નુ સત ધરાવે છે

શ્રાવણ માસ ના પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારે પરંપરા મુજબ દાદાનો હવન અને મેળો યોજાય છે. પંચાળમા સૌ પ્રથમ અહી દાદાનો હવન અને મેળો યોજાય છે પછી શ્રાવણ માસમાં ઠેર ઠેર ઉત્સવ અને ઉજવણી ની શરૂઆત થાય છે  અને તરણેતરીયા મેળા થી સમાપ્તિ થાય છે

આમ આ વિસ્તારમાં એક મહિનો ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. પંચાળમાથી અઢારેય વર્ણ દાદાના આર્શીવાદ લેવા સહ પરિવાર સાથે આવે છે

આસપાસના વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે પથ્થરો ની ટેકરીઓ મનમોહક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે

આ એજ પંચાળ ધરા મા અમારા પંચાળ ને લોકકવિઓ એ લાડ લડાવતા કહ્યું છે કંકુવરણી ભોમકા, સરવો સાલે માળ નર પટાધર નીપજે, ભોમદેવ પંચાળ ભોમદેવ પંચાળ, સવાલાખ વહેતાં સરણાં ધાન્યે ધીંગી ધરા સ્થાન એ અભરે ભરણા ખરેખર કુદરતે ભરપૂર સૌન્દર્ય આ ધરતીને છુટા હાથ આપેલ છે પહાડો નદીઓ વનરાજી ઘાસના મેદાન અને ખનીજ સંપદાઓથી ભરપૂર છે.

સાથે સાથે ઐતિહાસિક ધરોહર સમાન મંદિરો જેમાં અંનેતશ્વર મહાદેવ આણંદપુર ચોબારીના શિવ મંદિર સેજકપરનો નવલખો ચોટીલા ડુંગર પર શક્તિ પીઠ સમાનમાં ચામુંડાના બેસણા ઝરીયા મહાદેવ મુનીનું દેવળ નવા સુરજદેવળ મંદિર જુના સુરજદેવળ મંદિર બાંડીયાબેલી મંદિર ગેબીનાથ મંદિર અને વિશ્વ પ્રસિધ્ધ મેળો યોજાય છે તે તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર હોલમાતા સુંદરીભવાની મંદિર ભિમોરાની બૌદ્ધ ગુફાઓ જોવા લાયક છે પરંતુ અહીંયા લોકપ્રજા માં નાગપૂજા નું એક અનેરૂ મહત્વ સદીઓ થી રહ્યું છે એ જોવા મળે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.