રાજયમાં કાલથી તિરંગા યાત્રાનો આરંભ: દેશભકિતનો અનેરો રંગ ઘૂટાશે: 13મીએ તરંગા યાત્રાના સમાપનમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સામેલ થશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા ઉપરાંત કેન્દ્રીય જળશકિત મંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રાજકોટ ખાતે આવી રહ્યા છે. તેઓ ‘હર ઘર તિરંગા યાત્રા’ અભિયાનમાં સામેલ થશે. રાજયમાં આવતીકાલથીસળંગ પાંચ દિવસ સુી તિરંગા યાત્રા યોજાશે.તિરંગા યાત્રાના સમાપનમાં 13મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે.
રાજ્યમાં ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રિય મંત્રી જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે કાલ ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થશે.
તિરંગા યાત્રાનું સમાપન તા.13મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમો સાથે થશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
રાજકોટ ખાતેથી રેસકોર્સ રીંગરોડ ખાતે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રિય મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થશે.
તા.11મી ઓગસ્ટે સુરત ખાતે યોજાનાર તિરંગા યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા તેમજ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્યતા સાથે યોજાશે.
તા.12મી ઓગસ્ટે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન છે જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઇ શુક્લાની ઉપસ્થિતિમાં શાનદાર કાર્યક્રમો સાથે તિરંગા યાત્રા નિકળશે. તિરંગા યાત્રા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારી રાષ્ટ્ર ચેતના યાત્રા બને તેવી નેમ રાખવામાં આવી છે.
તિરંગા યાત્રાનું સમાપન તા.13મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમો સાથે થશે. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે.
તરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએ
રાષ્ટ્રધ્વજનું માનસન્માન જળવાય એનો પણ ખ્યાલ રાખવાની આપણા સૌની જવાબદારી છે. ધ્વજ કેવો હોવો જોઇએ ? તેનું માપ કેટલું હોવું જોઈએ ? એ સહિતની બાબતોની એક સંહિતા અમલી છે. તેના વિશે જાણવું રસપ્રદ બની રહેવાની સાથે તેના અમલ કરવામાં સરળતા રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા-2002 અમલમાં છે. જેમાં રાષ્ટ્ર ધ્વજ અંગે કેટલીક ચોક્કસ પ્રકારની સંહિતા ઘડી કાઢવામાં આવી છે. રાષ્ટ્રધ્વજનું કદ-માપ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય, ક્ષત થયેલા ધ્વજના નિકાલની વ્યવસ્થાના નિયમો તેમાં દર્શાવ્યા છે. હર ઘર તિરંગા અભિયાનને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટેના સમયના નિયમમાં વર્ષ 2022માં ફેરફાર કરવામાં આવ્યો હતો.
હવેથી જાહેરમાં કે વ્યક્તિગત રીતે ઘરમાં દિવસ અને રાત્રે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પૂર્વે રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો.