શ્રાવણીયા જુગારની મોસમ પુર બહાર ખીલી

લોધીકા મેટોડા ખોડલ સાંગાણી જેતપુર અને ઉપલેટા પંથકમાં જુગારની રમતમાં ભંગ પાડતી પોલીસ: મોબાઈલ ,રોકડા અને  બાઇક મળી 3: 50 લાખનો મુદ્દામાલ કબજે કયા

શ્રાવણ જુગારની મોસમ પુરબહાર ખીલી છે. જેમાં રાજકોટ જિલ્લામાં નવ સ્થળોએ જુગારના પોલીસે દરોડા પાડ્યા છે. લોધિકા, મેટોડા,કોટડા સાંગાણીના વાદીપરા, જેતપુર શહેર., ખજુરી ગુંદાળા ,વાડાસડા ગામે  ઉપલેટા શહેર અને વરજંગ જાળીયા પંથકમાં જુગારની રમતમાં પોલીસે ભંગ પાડી ચાર મહિલા સહિત 50 શકુનિની ધરપકડ કરી છે  પોલીસે જુગારના પટમાંથી મોબાઈલ, રોકડા  અને બાઇક મળી રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

લોધીકા તાલુકાના ચીભડા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની સ્થાનિક પોલીસની મળેલી બાતમીના આધારે કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મેર અને જી.કે .કોટડીયા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ભીખુ ભલા દાફડા, વિનોદ પાલા ખીમસુરીયા, મનસુખ નાગજી ખીમસુરીયા અને  નરેશ રાજા પરમાર ની ધરપકડ કરી જુગારના પટમાંથી 12,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 1 ની અંદર આવેલી અંકુર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની એલસીબી ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચ.સી. ગોહિલ અને એએસઆઈ રોહિતભાઈ બકોત્રરા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા જીગ્નેશ રઘુ કોઠીયા, સામત કનુ સુસરા અલ્પેશ કાના ગોલતર , ઈમ્તિયાઝ કાસમ ફેજ, મીઠા વશરામ ધ્રાંગીયા, બિજેન્દ્રસિંહ ધીરાસિંહ કુશવાહ, લાઇબન રાજ કેતકી યાદવ સહિત સાત શખ્સની ધરપકડ કરી રોકડા 82,500 અને છ મોબાઈલ મળી રૂપિયા 1.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ પડધરી પીએસઆઇ જી.જે.ઝાલા સહિતના સ્ટાફ તપાસ ચલાવી રહ્યા છે.

મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 2 ની સામે સંજીવની હોસ્પિટલ ની પાછળ જાહેરમાં જુગાર રમતો હોવાની સ્થાનિક પોલીસ મથકના કોન્સ્ટેબલ રવુભાઇ ગીડા ને  મળેલી વાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ધીરુ રામ દાફડા, દિનેશ કરસન પરમાર ,પરેશ કનુ સોલંકી અને અજય પ્રેમજી પરમાર ની ધરપકડ કરી જુગારના પટમાંથી 4,200 રોકડા કબજે કર્યા છે.જેતપુર શહેરના જુનાગઢ રોડ પર આવેલા શિવ કૃપા નામના મકાનમાં રહેતા વિશા નવનીત ટાંક ના મકાનમાં જુગાર રમતો હોવાની સીટી પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ વી.સી.પરમાર  અને કોન્સ્ટેબલ હસરાજભાઈ મકવાણા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વિશાલ નવનીત ટાંક, લાલજી ભુપત મકવાણા, કમલેશ દિનેશ ભોજવિયા, રણછોડ હીરા ખટાણા, નવનીત કરસન ટાંક, વિજય જેરામ મદ્રાસી, જીતુબેન મનુભાઈ ખરેડ, કિંજલબેન કિરીટભાઈ સોલંકી, કુસુમબેન પંકજ મહેતા  અને હિરલબેન પ્રવીણભાઈ મોરબિયા સહિત 10  શખ્સની ધરપકડ કરી જુગારના પટ્ટ માંથી 17,670 , સાત મોબાઈલ અને  ત્રણ બાઈક મળી 1.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામે અમરનગર રોડ પર આવેલા શીતળા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા મગન રૂડા મકવાણા,ધોસા મેરામ ખટાણા અને પરસોતમ મકનજી ગોંડલીયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 5480 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે વધુ તપાસ એએસઆઇ બીએચ માલીવાડ ચલાવી રહ્યા છે.

જેતપુર તાલુકાના વાડાસડા ગામે રામાપીરના મંદિર પાસે જુગાર રમાતો હોવાની તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ભુપત સાજણ ખુમાણ, લક્ષ્મણ ભલા દાફડા, મહેશ ભીખા રાઠોડ ,પ્રતાપ મોહન ખુમાણ અને વાલજી ચના મકવાણા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 6,250 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ એ.એસ.આઇ.બી.એચ માલીવાડ ચલાવી રહ્યા છે.

કોટડા સાંગાણી તાલુકાના વાદીપરા ગામે શિવ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની કોન્સ્ટેબલ હરશ્યામસિંહ ચુડાસમા ને મળેલી બાતમીના આધારે   સ્ટાફે  દરોડો પાડી જુગાર રમતા સંજય સવજી માયાણી સોમા રવજી ચિરોડીયા, વિપુલ કડવા માલકીયા, મનસુખ જયરામ સાકરીયા અને દેવરાજ તળસી મકવાણા ની ધરપકડ કરી જુગારના પગમાંથી 7300 રોકડા કબજે કર્યા છે. ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામે જુગાર રમતો હોવાની બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વિનોદ અરજણ મનવર, વિનોદ રણછોડ ચનુરા, અરવિંદ રાણા સિહોરા અને મુકેશ નાથા મણવર ની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 5280 કબજે કર્યા છે.

જ્યારે ઉપલેટા શહેરના ગાધાપારા પાસે ભગવતી પાર્ક 11 માં જાહેરમાં જુગાર રમતો હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રઘુ સોમા કાછરોલા, રોનીક જયંતિ મસાલીયા, દિનેશ જયરામ ડામા, અર્જુન કેતકી મસાલિયા, ધવલ જમન કોરિયા ,પ્રવીણ મુકેશ નગેવાળીયા,ઉમેશ ભરત ધંધુકિયા અને વિપુલ સુરેશ રાઠોડની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 23,000 નું મુદ્દામાલ કબજે કર્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.