કેન્દ્રની ભાજપ સરકાર  વકફ બોર્ડ માં ફેરફાર માટે તૈયાર થઈ છે ત્યારે આ મુદ્દે દેશમાં મોટું રાજકીય જવા વાત આવે તેવી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વડ પર હેઠળની એનડીએ સરકારે વકફ બોર્ડ પાસે ની કેટલીક  સ્વાયત સતાપર કાપ મુકતા વકત બોર્ડ અધિનિયમ લાવવાની તૈયારી કરી છે ,આ નવા સુધારા થી વકફ બોર્ડની મિલકતો અંગે ચાલતા વિવાદોનો ઉકેલ લાવવામાં સરળતા લવાશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે .

પરંતુ વકફ બોર્ડના સુધારાને મુસ્લિમ સમાજ ને બોર્ડના તરફદારો વકફ બોર્ડની અસ્કયામતો હડફ કરવાના પ્રયાસો તરીકે ગણાવીને તેનો વિરોધ કરવા ઉતરી પડ્યા છે  .સરકારે વકફબોર્ડ અધિનિયમ 1995 માં સુધારો લાવીને વખત બોર્ડની જવાબદારીઓ અને પારદર્શકતામાં વધારો કરવા માટે સુધારાની તૈયારીઓ કરી છે સરકારે એવો દાવો કર્યો છે કે આ કવાયત મુસ્લિમ સમાજ માંથી બોર્ડની કાર્યવાહી સુધારવાની માંગના પગલે હાથ ધરવામાં આવી છે

દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વકફ બોર્ડ અધિનિયમ 1995 અંતર્ગત બોર્ડ કાર્યરત છે આ વકફ બોર્ડ વકફ કરવામાં આવેલી મિલકતો અને ધાર્મિક સામાજિક અને આર્થિક ધોરણે મુસ્લિમ સમાજ સાથે જોડાયેલ છે વકફબોર્ડ માત્રને માત્ર મસ્જિદો દરગાહ કબ્રસ્તાન ના જ વહીવટ નથી કરતા પરંતુ વકફ હસ્તક શાળા કોલેજ હોસ્પિટલો દવાખાનો મુસાફરખાનાઓ જેવી સામાજિક સેવાની સંસ્થાઓ નું સંચાલન પણ છે એટલે વકફ બોર્ડની વહીવટી પારદર્શકતા અનિવાર્ય બની હોવાનું સરકારે જણાવ્યું છે

બોર્ડમાં ફેરફાર કરવ સામે ઓવેસીએ આક્ષેપ કરીએ છે કે એનડીએ સરકાર વકફ બોર્ડ પાસેથી સત્તા આળઆંચકી લેવા માંગે છે ભાજપ સરકાર બોર્ડને તેની મિલકતો પર તાપીને બેઠી છે તેમણે આક્ષેપ કર્યો છે કે બોર્ડને ખતમ કરવા ની કામગીરી હિન્દુત્વ એજન્ડા નો ભાગ હોવાનો જણાવ્યું હતું સમાજવાદી પાર્ટીના નેતા  અખિલેશ યાદવ ખી એ પણ આક્ષેપ કર્યો છે કે ભાજપ મુસ્લિમ બિરાદરોના અધિકારો  છીનવવા માંગે છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ એ આ મામલે જણાવ્યું હતું કે બોર્ડના સંવિધાનિક અધિકારો છીનવવા ના જોઈએ અન્ય મુસ્લિમ સંસ્થાઓએ પણ આગે અલગ અલગ પ્રતિક્રિયા આપી છે

સરકારની આ કવાયત ના પક્ષમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મુખ્તાર અબ્બાસ  એ જણાવ્યું હતું કે વકફ અંગેની વ્યવસ્થા અભડછેટ સામાજિક ભેદભાવ દૂર કરી સર્વ સમભાવ ની ભાવનાને પૂજાગર કરવા માટે અમલમાં આવી છે

કેન્દ્ર સરકારની કેબિનેટે 2 ઓગસ્ટે વકફ અધિનિયમ 1995 ના 40 જેટલા અધિનિયમો અંગે અભ્યાસ કરીને તેમાં રહેલી થતીઓ દૂર કરી લાખો કરોડ રૂપિયાની દેશભરની વખત બોર્ડની મિલકતોનું વિચારવું સંચાલન થાય તે માટે કવાયત હાથ ધરી છે

વકફબોર્ડના સુધારામાં સરકારે તમામ મિલકતો ની ગણતરી અને તેના દાવાઓની સમીક્ષા કરી પારદર્શક વહીવટ માટે જોગવાઈ કરવાનું નક્કી કર્યું છે સંસદના સત્રમાં આ અઠવાડિયે જ સંસદમાં બોર્ડ અધિનિયમ લાવવા માટે તૈયારી કરી રહી છે આ નવા કાયદામાં બે સુધારા કરવામાં આવશે જેમાં બોર્ડને અપાયેલા અધિકારોની ચકાસણી અને મિલકતોની ગણતરી અને સ્થિતિ અંગે જાણકારી મેળવી શકાશે અત્યારે બોર્ડની મિલકતો અંગે વકફ બોર્ડને પૂરેપૂરી સ્વાયત્તા સોંપવામાં આવી છે દેશમાં 8.7 લાખથી વધુ મિલકતો ની 9.4 લાખ એકર જમીન સંપૂર્ણ પણે વખત બોર્ડના કબજા અધિકારમાં છે જોકે આ અંગે ધારાસભ્ય રહીશ એમ વધે જણાવ્યું છે કે વકત બોર્ડ ને તેની મિલકતો નું રક્ષણ અધિકાર અને વપરાશનો મુસ્લિમ સમાજના હિતમાં વાપરવાનો પૂરો અધિકાર છે

બોર્ડ ના ફેરફારથી અત્યારે રાજકીય ઘમાસણ ના એંધાણ વર્તાઈ રહ્યા છે સરકાર બોર્ડની કાર્યપદ્ધતિ અને વ્યવસ્થા સુધારવા માટે નવું બિલ લાવવાની પ પ્રતિબંધતા દર્શાવી રહી છે જ્યારે રાજકીય પક્ષો અને મુસ્લિમ આગેવાનો આ સુધારાને અધિકારો પર તરાપ સમાન ગણાવી રહ્યા છે આગામી દિવસોમાં સુધારાનો મુદ્દો દેશના રાજકારણમાં મોટો ધંધા જંજાવાત સર્જે તેવું દેખાઈ રહ્યું છે.

વકફ બોર્ડના ફેરફારને આવકારતા અજમેર શરીફના ખાદીમ

કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમ સમાજના ધર્મ શિક્ષણ અને કેળવણી માટે વકફ કરવામાં આવેલી મિલકતોનું સંચાલન કરતા અને સંરક્ષણ અને રેલવે પછી સૌથી વધુ મિલકતો ધરાવતા વકફ બોર્ડ માં ફેરફાર કરવાની કવાયત હાથ ધરી રહી છે બોર્ડની કાર્યપદ્ધતિ વધુ પારદર્શક બનાવવા માટે ફેરફાર આવશ્યક હોવાના સરકારના દાવાને મુસ્લિમ સમાજમાંથી પણ આવકાર મળી રહ્યો છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લોબોર્ડ અને ઓલ ઇન્ડિયા સુફી સજદા નસીન કાઉન્સિલ ના અને અજમેર શરીફના ખાતે સરકારની બોર્ડના સુધારાની કવાયતને આવકારી છે અને તેમણે જણાવ્યું છે કે સુધારાથી મુસ્લિમ સમાજ અને દેશને લાભ થશે તેમ જણાવી તેમણે વકફ બોર્ડના ફેરફારને આવકાર્યો છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.