• અબતક મીડિયાની મુલાકાતમાં ઉત્સવ એકેડમીના સભ્યોએ આપી માહીતી
  • ઉત્સવ એકટીંગ એકેડેમી ને દર વર્ષ પુર્ણ થતાં તેની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આઠ સંસ્થાઓ દ્વારા આઠ એકાંકી નાટકનો ઉજવી રહ્યા છીએ.

‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતમાં એકેડેમીના સભ્યો નિલોર્ક પરમાર, ગૌતમ દવે, નિકુંજ દવે, ગુલામ હુશૈન લાઠીગરા, દર્પણ લાઠીગરા, પ્રેરક મેર, આર્ષ વ્યાસ અને દિયા મહેતાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, 23 વર્ષ પહેલા દિનેશ વિરાણી, પરેશ પોપટ અને રાજેશ પટેલ દ્વારા ઉત્સવ એકિટગની સ્થાપના કરી તેના સંચાલનની જવાબદારી નિર્લોક પરમારને સોંપી, જે 1 ઓગષ્ટ 2014 થી સંભાળી લઇ એમએસએમઇ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી નિ:શુલ્ક નાટય શાળા શરુ કરી, નાટય શાળા માટે જગ્યા ફાળવવા દિનેશ વિરાણી, સમીર જગોત અને ભુપતભાઇ બોદર સહભાગી રહ્યા તેથી છેલ્લા બે દાયકા દરમ્યાન સેંકડો નવોદિત કલાકારોએ નાટય તાલીમ મેળવી અને 14 જેટલી કલા સંસ્થાઓનું નિર્માણ થયું છે. જેની ફલશ્રુતિ રુપે નાટયશાળા ના તાલીમાર્થીઓ આજે રંગ મંચ, રેડીયો, સ્મોલ સ્કીન, સીને જગત તેમજ મલ્ટીમીડીયામાં તરખાટ મચાવે છે.

વર્કશોપ, મોનોએકિટગ સ્પર્ધા તેમજ રાજય કક્ષાની નાટય શિબિર તેમજ સ્વર અભિયનની નિ:શુલ્ક તાલીમ આપી કલા ના પ્રચાર પ્રસારનું સૂત્ર સાર્થક કર્યુ છે.

1 ઓગષ્ટ 2024 ના નાટય શાળાને દસ વર્ષ પૂર્ણ થયા છે જેની રંગભર ઉજવણી રુપે નાટયશાળાના તાલીમાર્થીઓ પોતે જ નિર્માતા બને. પોતે જ દીગ્દર્શક બને અને પોતે જ લેખક બને તે હેતુસર ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગથી આઠ સંસ્થાઓ આઠ એકાંકી નાટકોનો મહોત્સવ ઉજવી રહી છે. જેમાં તા. 9 ઓગસ્ટને શુક્રવારે બેશરમ કથાનો નાયક અને વકીલ સાહેબ વીફર્યા તા. 10 ઓગષ્ટને શનિવારે ભવોભવ અને ગુંચ તા.11 ઓગસ્ટને રવિવારે જરુરીયાત કેટલી? અને સરનામા વગરનું મોત તેમજ છેલ્લા દિવસે અંજામ અને રસિક બલમા આમ ચાર દિવસ ઉત્સવ એકિટગ એકેડેમીના તાલીમાર્થીઓ પોતાનો કલા-કસબ રાજકોટની  રસિક જનતા સમક્ષ રજુ કરશે. રોજના બે એકાંકી નાટકો રાત્રીના 9 થી 1ર દરમ્યાન મીની હેમુગઢવી હોલ ખાતે ભજવાશે. નાટકઓ નિહાળવા જાહેર જનતા તા. 8 ઓગસ્ટને ગુરુવારના સવારના 11 થી 1ર દરમ્યાન હેમુગઢવી હોલની ટીકીટ બારી પરથી આ નાટકોના પાસે વિનામૂલ્યે મેળવી શકશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.