Shravan mas: ઘરે જ સાબુદાણા, મોરૈયા, બટાકા, રાજગરામાંથી અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાથી બજાર જેવો જ ટેસ્ટ મળશે
સામાન્ય રીતે ગુજરાતી ફરાળી વાનગીઓમાં એટલી બધી વિવિધતા છે કે તેના નામથી જ મોઢામાં પાણી આવી જાય ત્યારે ગઇકાલથી જ પવિત્ર શ્રાવણ શિવાલયોમાં બમ બમ ભોલેનો નાદ ગુંજી રહ્યો છે. ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે શિવ મંદિરોમાં મોટી લાઇનો જોવા મળે છે. દેવાધિદેવ મહાદેવને રિઝવવા,
પૂજન અર્ચન કરવા માટે અનેક લોકો શ્રાવણ માસ ઉપવાસ કરતા હોય છે. ઉપવાસમાં ઘણા લોકો એકટાણા કરતાં હોય છે. તો ઘણા લોકો માત્ર ફરાળ કરીને ઉપવાસ કરતાં હોય છે. શ્રાવણ માસ આમ તો ઉપવાસનો મહિનો કહેવામાં આવે છે અને આ મહિનામાં આ ઉપવાસ કરવાનો પણ અનેરો મહિમાં છે ત્યારે બજારમાં મળતા ફરાળી વાનગી ખાઇને લોકો કંટાળી ગયા હોય તો ઘણા લોકો ઘરે અનેક વિધ સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ બનાવીને આરોગી શકે છેે.
સાબુદાણાના વડા
સામગ્રી:-
એક વાટકો સાબુદાણા
ચાર થી પાચ નાના બટેટા
શેકેલા માંડવી ના દાણાનો ભુકો
બે ચમચી તપકીર
આદુ મરચા ની પેસ્ટ
ચપટી મરી પાવડર
એક ચમચી કાશ્મીરી લાલ મરચુ પાવડર
લીંબુ રસ એક ચમચી
જરુર મૂજબ નિમક
બનાવવાની રીત:-
1 પહેલા સાબુદાણા ને ચાર થી પાચ કલાક પલાળી રાખો સર્વ પ્રથમ ચારથી પાંચ બટેટા બાફી લો સાબુદાણા માંથી પાણી નિતારી તેમા માંડવી નો ભૂકો તપકરી નો લોટ નાખો.
2.પછી તેમા આદુ મરચા ની પેસ્ટ લાલ મરચુ પાવડર જરૂર મુજબ નિમક અને લીંબુ નો રસ એક ચમચી નાખી મિકસ કરો.
3.બધુ મિકસ કરી વડા જેવો લોટ તૈયાર કરી હાથ થી થેપી ને વડા બનાવી લો.
4.હવે ગેસ ઓન કરી લોયા મા તેલ ગરમ કરી ને વડા તળી લો અને કોથમીર આદુ મરચાની પેસ્ટ અને લીંબુ ખાંડ નાખી ચટણી બનાવી વડા ચટણી ની મજા માણો.
સાગો કટલેટ
સામગ્રી:
100 ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બાફેલાં બટાકાં, 2 બ્રેડ સ્લાઈસ, 4 લીલાં મરચાં, 4 ચમચા સમારેલી કોથમીર, 1 ચમચી ઝીણું સમારેલું આદું, 8-10 ઝીણી સમારેલી કિસમિસ, 1 લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ તળવા માટે પૂરતું તેલ.
બનાવવાની રીત:-
સાબુદાણા ધોઈને થોડા પાણીમાં પતાળી રાખો. સાબુદાણા ફૂલી જાય પછી એક ગ્લાસ પાણી નાખી તેને રાંધવા મૂકો. સાબુદાણા બરાબર ચઢી ગયા પછી તેને ગેસ પરથી નીચે ઉતારી લો. બટાકાં છોલી મસળી કાઢો. બ્રેડની સ્લાઈસ દૂધમાં પલાળી એમાં મિક્સ કરી દો. સમારેલાં લીલાં મરચાં, કોથમીર, આદુ, કિસમિસ, લીંબુનો રસ અને મીઠું સારી રીતે મિક્સ કરો. તૈયાર મિશ્રણમાંથી ઈચ્છાનુસાર આકારની કટલેટ બનાવો. દરેક કટલેટ સાબુદાણાના ખીરામાં બોળી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. કોઈપણ ચટણી સાથે પીરસો..તો તૈયાર છે સાગો કટલેસ…
-:: 30 દિવસ 30 ફરાળી વાનગીઓ ::-
- સાબુદાણાનો દૂધપાક
- ફરાળી સમોસા
- સાબુદાણાના વડા
- ફરાળી કઢી
- મસાલા વાળી રાજગરાની પૂરી
- સામા-બટેટાની ફરાળી પેટીસ
- રાજગરાનો શીરો
- ફરારળી આલુ ચાટ
- સાબુદાણાની ખચડી
- મોરૈયાના દહીંવડા
- ફરાળી પુરણપુરી
- ફરાળી ઉત્તપમ
- ફરાળી પીઝા
- સાબુદાણાની ઇડલી
- ફરાળી સેન્ડવીચ
- સાબુદાણાની ખીર
- સાબુદાણા બટેટાના બફ વડા
- ફરાળી પાતરા
- ફરાળી ઢોકળા
- કેળાના પકોડા
- ફરાળી પુડલા
- સીંગ પાક
- ફરાળી ઢોસા
- ફરાળી ભેળ
- સાગો કટલેસ
- રતાળુની ખીર
- પેટીસ
- ફરાળી ભાખરી
- સાબુદાણાની ફરાળી ફ્રેન્ચ ફાઇસ
- સાબુદાણા બટેટાની કટલેસ
ફરાળી હાંડવો
સામગ્રી:-
એક બટેટાની છીણ,
એક ટપ પલાળેલા સાબુદાણા,
1/2 કપ રાજગરો,
1/2 કપ શિંગોડાનો લોટ,
ર ચમચી સીંગદાણાનો ભૂકો,
1 ચીમકી દીંહ-ખાંડ,
1 ચમચી આદુ – મરચાની પેસ્ટ,
1/2 ચમકી તજ – લવીંગનો ભૂકો,
લાલ મરચું,
મીઠુ સ્વાનુસાર
બનાવવાની રીત:-
ઉપરોકત તમામ સામગ્રી મીકસ કરી તેમાં પાણી નાખી જાંડુ ખીરુ તૈયાર કરવું. હવે કઢાઇમાં તેલ ગરમ કરવ મૂકો. તેમાં જીરૂ નાખો જીરૂ લાલ થાય એટલે તેમાં એક ચમચી તલ નાખવા, ત્યારબાદ મીઠો લીમડો નાખવો. પછી બનાવેલા ખીરામાંથી પુડલાની જેમ પાથરવું ત્યારે ગેસને ધીમો રાખવો, ડીશ ઢાંકી દેવી. અને પાંચ મીનીટ રાખવું, અને ત્યારબાદ પાંચ મીનીટ સુધી રાખીને પલટાવી દેવું અને થોડીવાર તેને રાખ્યા બાદ તેને ઉતારી લેવું તો તૈયાર છે ફરાળી હાંડવો.
ફરાળી પેટીસ
સમગ્રી:-
6-7 બાફેલા બટેટા,
1 વાટકી તપકીર,
100 ગ્રામ ટોપરાનું ખમણ,
1 વાટકી શીંગનો ભૂકો,
1 ચમચી મરચું પાઉડર,
1 ચમચી ગરમ મસાલો,
ર ચમચી દળેલી ખાંડ,
1/2 લીંબુ,
મીઠું સ્વાદાનુસાર
તેલ તળવા માટે
સર્વ કરવા માટે ચટણી
બનાવવાની રીત:-
સૌ પ્રથમ બટેટા બાફી તેને છીણી લેવુ તેમાં મીઠું તેમજ તપકીર ઉમેરી બરાબર મિકસ કરી લેવું, એક બાઉલમાં ટોપરાનું ખમણ, શીંગદાણાનો ભૂકો, મરચું, મીઠુ, ગરમ મસાલો તેમજ દળેલી ખાંડ નાખી બધું સરખી રીતે મીકસ કરી લેવું, ત્યારબાદ તેના નાના બોલ વાળી લેવા, બટેટાના માવામાંથી ગોળ પૂરી જેવું કરી તેમાં મિશ્રણ ભરી પેટીસ વારી લેવા તેને ટપકીરમાં રગદોળી લો પેટીસને લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવું તો તૈયાર છે પેટીસ તેને ચટણી સાથે સર્વ કરો.
મોરૈયાના દહીંવડા
સામગ્રી:-
100 ગ્રામ મોરૈયો,
3 ચમચી શિંગોડાનો લોટ,
લીલી ચટણી,
ખજુર-આંબલીની ચટણી,
મસાલાવાળુ દહીં,
મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત:-
સૌ પ્રથમ મોરૈયાને બાકી લેવો ત્યારબાદ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી બરાબર મિકસ કરી લેવો. હવે તેના ગોળા વાળવા તેલમાં ચમચાથી લઇ નળી લેવા, પ્લેટમાં ઠંડા કરવા પછી સહેજ તેને દબાવવા, પછી તેમાં ગ્રીન ચટણી નાખવી. તેના પર ખજુર-આંબલીની ચટણી નાખવી પછી તેમાં મસાલા દહીં નાખી કોથમીર નાખી સર્વ કરવું તો તૈયાર છે મોરૈયાના દહીંવડા
ફરાળી પીઝા
સામગ્રી:-
1 કપ રાજગરાનો લોટ,
1 કપ શિગોડાનો લોટ,
મીઠું સ્વાદ અનુસાર,
ર ચમચી તેલ,
ર નંગ બાફેલા બટાકા,
ર નંગ ટામેટા,
ર નંગ લીલા મરચા,
1 સફરજન,
1 દાડમ, કોથમીર,
ચીઝ,
ચેરી,
1 કાકડી
બનાવવાની રીત:-
રાજગરાનો લોટ અને શિંગોડાનો લોટ મિકસ કરી લેવાનો તેમાં થોડું મીઠું ઉમેરી, ર ચમચી તેલ નાખી લોટ બાંધી લેવાનો લોટ થોડો નરમ રાખવાનો રહેશે. ત્યારબાદ તેને અડધી કલાક ઢાંકીને રાખી દેવાનો, ત્યારબાદ લોટમાંથી પીઝા રોટલો વણી લેવાનો પછી કાંટા ચમચીથી હોલ પાડી લેવાના રોટલા ઉપર લીલી ચટણી લગાવી બટેટાનું પુરણ, ટામેટા મસાલા શીંગ, મચરું, દાડમ, સફરજન અને ચીઝ વારાફરતી નાખવું બધુ તૈયાર થયા બાદ તેને ઓવન હોય તો તેમાં તેમાં 1પ મીનીટ સુધી મુકી દેવું અથવા લોઢી પર ધીમી આંચે થોડી વાર રહેવા દેવા તો તૈયાર છે ફરાળી પીઝા