નેપાળના સૂર્યચૌરમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ચાર ચીની નાગરિકો સવાર હતા. હેલિકોપ્ટરે બપોરે 1:54 કલાકે ઉડાન ભરી અને ત્રણ મિનિટ પછી એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક તૂટી ગયો.

સમાચાર અનુસાર, પોલીસે નુવાકોટની શિવપુરી ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં અકસ્માત સ્થળ પરથી પાંચ મૃતદેહ બહાર કાઢ્યા છે.

દુર્ઘટના સમયે ‘એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર, 9N-AZD’ કાઠમંડુથી રાસુવા જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરે કાઠમંડુથી બપોરે 1:54 વાગ્યે ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફની ત્રણ મિનિટ પછી સંપર્ક તૂટી ગયો હતો.નેપાળ

એક પોલીસ અધિકારીને ટાંકીને અખબારે કહ્યું કે ક્રેશ સ્થળ પરથી બે પુરૂષો, એક મહિલા અને પાયલટના મૃતદેહ મળી આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક મૃતદેહ હજુ સુધી ઓળખી શકાયો નથી કારણ કે તે ખરાબ રીતે દાઝી ગયો હતો. ગયા મહિનાની 24 તારીખે નેપાળની રાજધાની કાઠમંડુમાં એક વિમાન દુર્ઘટના થઈ હતી જેમાં 18 લોકોના મોત થયા હતા.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.