12000થી વધુ પેમેન્ટમાં રિફંડ આપવામાં બાકી

ટૂ વ્હીલરના વાહન વિક્રેતા દ્વારા કરવામાં આવેલા ઓનલાઈન પેમેન્ટમાં આરટીઓના ખામી યુક્ત સર્વરને લીધે થતાં અસહ્ય આર્થિક નુકશાન અંગે તાત્કાલીક ઉકેલ લાવવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની નીતિ અન્વયે ટૂ વ્હીલરના વાહનોના વિક્રેતાઓંને ડીમ્ડ આરટીઓ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ડીલર્સો દ્વારા વેચાણ કરવામાં આવતા ટૂ વ્હીલર વાહનોના આરટીઓ રજિસ્ટ્રેશનને લગતી આનુંષાંગિક કાર્યવાહીના ભાગરૂપે આરટીઓના ઓનલાઇન પોર્ટલમાં રજિસ્ટ્રેશન ફી અને અન્ય આનુંષાંગિક રકમ ઓનલાઇન જમા કરાવવી પડે છે.

આરટીઓના ઓનલાઇન પેમેન્ટના ખામીયુક્ત સર્વરને કારણે ડીલર્સોના ખાતામાંથી બાદ થઈ ગયેલ નાણાંની પરત ચુકવણી (રિફંડ) પણ કરવામાં આવતી નથી. મૌખિક જાણવા મળ્યું છે કે આવા 12000 ઉપરાંત પેમેન્ટના રીફન્ડ આપવાના બાકી નીકળે છે. તેવા લાખો / કરોડોના રૂપિયાનું પરત ચુકવણી (રિફંડ) ઘણા લાંબા સમયથી થતાં નથી અને તેની કોઈ મક્કમ યોજના કે નિર્ધારિત ઈલેક્ટ્રોનિક ઓટો જનરેટ માધ્યમની ગાઇડલાઇન કરવામાં આવેલ જ નથી. જેથી અનેક વિક્રેતાઓંના ખાતામાંથી બાદ થઈ ગયેલી ફી એક જ ગેટવે (ઈલેક્ટ્રોનિક બેન્કિંગ) થી જ. વાહન પોર્ટલ ઉપર પેમેન્ટનું વ્યવહાર થાય છે તો પરત કરવા માટે પણ એજ ગેટવે અને એજ ખાતેદાર (નિર્ધારિત ઈલેક્ટ્રોનિક બેન્કિંગ ઓટો જનરેટ) હોવો જોઈએ.

ગુજરાતમાં બીજા બધા ખાતાઓમાંથી જેતે પેમેન્ટ કર્યાના ગેટવેનું પેમેન્ટ ફેલ થતાં એને ડુપ્લિકેટ ગણી પેમેન્ટ પરત કરવામાં આવે છે તે જ વ્યવસ્થા સાચી અને પદ્ધતિસરની છે. જેના ગ્રાહકને ન્યાય મળે.જે રીતે કોઈપણ બેંક પોર્ટલમાં ગ્રાહકની રકમ ખોટી રીતે જમા થતાં તેની ત્વરિત પરત ચુકવણી થઈ જાય છે તો ઓનલાઈન પેમેન્ટના પોર્ટલની અસહ્ય અને અક્ષમ્ય ખામીને ધ્યાને લઈને તેવી ટેક્નિકલ વ્યવસ્થા કરી જલદી યોગ્ય કાર્યવાહી કરી વાહન – 4 પોર્ટલ માટે એનઆઇસી-મોર્થને જોડે રાખી કરશો. ઓફલાઇન પેમેન્ટની વૈકલ્પિક વ્યવસ્થાએ સંપૂર્ણ ખામીયુક્ત છે અને તેમા ભ્રષ્ટાચારની સંપૂર્ણ સંભાવના રહેલી છે. જે તાત્કાલિક અસર થી દૂર કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.