શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે
મોરબીમાં મણીમંદિર સામે આવેલ શંકર આશ્રમ ખાતે ઐતિહાસિક અને અતિ પૌરાણિક પ્રાચીન સ્વયંભુ નીલકંઠ મહાદેવ સ્વરૂપે બિરાજમાન છે. આ સ્વયંભુ મહાદેવનું મંદિર આશરે 600 વર્ષથી અહીંના મહંત ગુલાબગીરી ગૌસ્વામીના વડવાઓ આ નીલકંઠ મહાદેવની પૂજા અર્ચના કરતા આવ્યા છે.
ત્યારે આ ઐતિહાસિક સ્વયંભૂ નીલકંઠ મહાદેવની શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહાત્મય હોય છે. ત્યારે દર વર્ષની જેમ વર્તમાન વર્ષે પણ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા આ શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. જેમાં સ્વયંભુ નીલકંઠ મહાદેવ ખાતે ભાવિક ભક્તો દ્વારા દેવોના દેવ મહાદેવનું જપ, તપ અને આરાધના ખૂબ જ ભક્તિભાવ સાથે કરવામાં આવે તે માટે સવારથી પ્રભાત આરતી બાદ રૂદ્રાભિષેક અને ત્યારબાદ એમ કહેવાય છે કે સ્વયંભૂ નીલકંઠ મહાદેવની પૂજા કરી શકે તે માટે ભાવિક ભક્તો માટે બપોરના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું મુકવામાં આવે છે. અને ત્યારબાદ મહાદેવને થાળ ધરાવવામાં આવે છે.
ત્યારબાદ સાંજે સંધ્યા આરતી બાદ પ્રાર્થના કરી આખો દિવસ ભક્તો શિવ આરાધના પૂજા, જપ, તપ કરી ભક્તિભાવ સાથે સંપૂર્ણ શ્રાવણ માસ પૂર્ણ કરે છે.
600 વર્ષથી અમારા વડવાઓ નીલકંઠ મહાદેવની પૂજા-અર્ચના કરે છે: મહંત ગુલાબગીરી
મોરબીના શંકર આશ્રમ ખાતે આવેલ સ્વયંભૂ નીલકંઠ મહાદેવના મહંત ગુલાબગીરી ગોસ્વામીએ ‘અબતક’ સાથેની વાતચિત કરતા જણાવ્યું હતું કે શ્રાવણ માસ એટલે શિવને પ્રિય અને શિવનો મહિમાનો માસ ગણવામાં આવે છે. નીલકંઠ મહાદેવ સ્વયંભુ મહાદેવનું મંદિર છે. આશરે 600 વર્ષથી અહીં અમારા વડવાઓ પુજા-અર્ચના કરે છે. આ ઐતિહાસિક સ્વયંભુ નીલકંઠ મહાદેવની શ્રાવણ માસમાં પુજાનું વિશેષ મહાત્મય છે.