સારવારમાં દમ તોડ્યો,પતિના મોતથી સગર્ભા પત્ની સહિત પરિવારમાં કલ્પાંત
લોકોની લાઇફ સ્ટાઇલ તકલાદી થવા પામી છે,ત્યારે અને હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે, ખાસ કરીને યુવાવસ્થામાં હૃદય થંભી જવાની ઘટના વધુ એક વખત જોવા મળી છે, રાજકોટના રેલનગરમાં રાત્રીના યુવકનું જમતી વેળાએ કોળિયો શ્વાસનળીમાં ફસાઈ જતા વધુ તકલીફ થતા બેભાન થઇ જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં રહેતા રોહિત દિનેશભાઇ ત્રિવેદી (ઉ.વ.23) નામનો યુવક રાત્રીના જમતી વેળાએ ખોરાક શ્વાસનળીમાં ફસાઈ જતા યુવકનો શ્વાસ રુંધાયા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પત્ની સહિતના પરિવારજનો જાગી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા. મૃત્યુ પામનાર યુવક બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને રિક્ષા હંકારી પરિવારને મદદરૂપ થતો હતો. પત્ની ધારાબેન સગર્ભા છે. પરિવારજનોએ હાર્ટ અટેક આવ્યાનું જણાવ્યું હતું.