• હંગામી રહેઠાણોનું દબાણ દૂર કરવામાં આવ્યું

  • અગાઉ પણ આ જગ્યાએથી દબાણ દુર કરવામાં આવેલ હતું

  • રહેઠાણોનું દબાણ પોલીસ પ્રોટેકશન સાથે દૂર કરવામાં આવ્યું.WhatsApp Image 2024 08 06 at 4.37.09 PM 3

Prabhas patan: ગામના સર્વે નંબર 1852 પૈકીની શ્રીસરકારની જમીનમાં આવેલ હંગામી રહેઠાણોનું દબાણ પોલીસ પ્રોટેકશન સાથે દૂર કરવામાં આવ્યું હતું. હાલ આ જમીન પર આશરે 30થી 35 આસામીઓ દ્વારા ફરી હંગામી રહેઠાણો બનાવીને અનઅધિકૃત પ્રવેશ કરવામાં આવ્યો હતો.

જે ધ્યાને આવતાં તેઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા બાબતે સમજૂતિ આપવામાં આવી હતી. પરંતુ, દબાણદાર દ્વારા દબાણ ખુલ્લું કરવા બાબતે ઇન્કાર કરતા આજ તા્રીખ 6 ઓગસ્ટના રોજ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી મહેસૂલી, પોલીસ તથા નગરપાલિકા, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેમજ ફાયર વિભાગને સાથે રાખી તમામ હંગામી રહેઠાણોનું દબાણ કોઈ પણ અવરોધ વગર દૂર કરવામાં આવ્યું હતું.WhatsApp Image 2024 08 06 at 4.37.09 PM 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.