- ઇન્દ્રદેવે 10000 વર્ષ સુધી તપ કરી શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરી
- ઇન્દ્ર દેવએ 10 ડગલા દૂર બાણ જમીનમાં મારી બાણ ગંગા પ્રગટ કરી તેના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતા તેનો કોઢ દૂર થયા
શ્રાવણ માસનો આરામ થઈ ગયો છે શિવજીની આરતી પ્રિય માં એટલે શ્રાવણમાસ . જૂનાગઢના અનેક શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યાં જુઓ ત્યાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી. જૂનાગઢ ગીર અને ગિરનારની ભૂમિ કહેવાય છે. તેથી જૂનાગઢની ભૂમિ શિવ માટે ખૂબ મહત્વની ગણાય છે. અહીં ભગવાને અનેક સાક્ષાત્કાર આપ્યા છે. આ સિવાય અહીં જૂનાગઢનું ભવનાથ મંદિર પણ સ્વયંભૂ છે.
અહીં જે શિવાલયો આવેલા છે. તે કોઈ 10 કે 10 વર્ષ જુના નથી પરંતુ હજારો વર્ષ જૂના છે. આ શિવાલયો વર્ષોથી પૂજાતા આવ્યા છે. અહીં પૂજા કરવા આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ વિશ્વાસ વ્યક્ત કરે છે. જેથી શ્રાવણ માસમાં શિવજીની પૂજા માટે જૂનાગઢના આ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઊમટી હતી.
જૂનાગઢના પુરાણ પ્રસિદ્ધ શિવાલયમાંનું એક શિવાલય એટલે ગિરનારની પર્વતમાળાની તળેટીમાં બિરાજમાન થયેલાં ઈન્દ્રેશ્વર મહાદેવ જેની સાથે અનેક રોચક કથાઓ જોડાયેલી છે
ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપનાનો ઇતિહાસ
ગિરનાર પર્વતમાળાની તળેટીમાં આવેલું ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પુરાણ પ્રસિદ્ધ શિવાલય તરીકે જાણીતું છે. સતયુગમાં જ્યારે ઇન્દ્રદેવને ગૌતમ ઋષિએ તેમના પત્ની દેવી અહલ્યા પર કપટ કરવાના પરિણામે ક્ષણભંગ(કોઢ) થવાનો શ્રાપ આપેલો. જેના નિરાકરણ માટે નારદમુનિની પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અતિ પૌરાણિક જગ્યા જોગણિયા ડુંગર (ગિરનાર પર્વતમાળાનો એક પર્વત) પાસે શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરી. અહીં 10000 વર્ષ સુધી તપ કરી 10 ડગલા દૂર બાણ જમીનમાં મારી બાણ ગંગા પ્રગટ કરી તેના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતા તેનો કોડ દૂર થતા તે દેવલોક પરત થયા હતા ઈન્દ્ર દેવે અહીં અન્નપૂર્ણા માતાજીની મૂર્તિની પણ સ્થાપના કરી હતી ચંદ્રમાએ સોમનાથ મહાદેવની સ્થાપના સોમનાથ વેરાવળ ખાતે કરી અને અહલ્યાસતીએ ભગવાનની શ્રી રામના ચરણસ્પર્શથી ગૌતમ ઋષિના શ્રાપ માંથી મુક્તિ મેળવી હતી.
કળિયુગમાં આદિજાત આદિ ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા અહીં ગાયો ચરાવવા આવતા આ સ્થળે 32 ગણી ગાયોના આચળ માંથી દૂધની ધારા વાળી થતી તેવો ભાવવિભોર થઈ લિંગ અને બાદ ભરી સાત દિવસની તપસ્યા અંતે રાત્રે આકાશવાણી થઈ કે નરસિંહ તું આ લિંગને છોડી દે હું તારા પર પ્રસન્ન છું. વરદાનમાં ત્યારે નરસિંહ તેમની નાગર જ્ઞાતિમાં કોઈ વ્યક્તિ દુ:ખી ન રહે તે માટે અને કૃષ્ણ ભગવાનની રાસલીલા નિહાળવા વરદાન પામતા તે લિંગ છૂટી જતા તેને શંકર ભગવાનના દિવ્ય દર્શન થયા ત્યારબાદ ભગવાન શંકરે ભક્ત નરસિંહ મહેતાને છ મહિના સુધી કૈલાશ પર્વત ઉપર 16000 ગોપીઓ અને 16000 કૃષ્ણ સ્વરૂપની રાસલીલાના દર્શન કરાવ્યા હતા નરસિંહ મહેતા બાળપણમાં બોલી શકતા ન હતા ત્યારે એક સંતે તેને પ્રથમવાર રાધાકૃષ્ણ બોલાવ્યો ત્યાર બાદ તેઓ બોલતા થયા તે સાથે કહ્યું હતું કે બાણગંગા ના અતિ પૌરાણિક ચમત્કારિક પાણી આજે પણ કોઢ મટાડે છે અને તેમનું પાણી દુષ્કાળ સમયે પણ ક્યારેય ખૂટતું નથી આ જગ્યાના ઉપરના ભાગે જોગણીયા ડુંગર ખાતે આજે પણ નવનાથ 52 સીધો અને ચોસઠ જોગણીઓનો વાસ કરે છે.