શાળા, કોલેજોના વિદ્યાર્થીઓએ ઇન્વીનસીબલ એન.જી.ઓ. સાથે મળીને રાખડી બનાવી
ઇનવીનસિબલ એન.જી.ઓ. પ્રોજેક્ટ રાખી ટુ આર્મડ ફોર્સમાં ભારતના વીર જવાનો માટે 2000 થી વધુ રાખડી અને લેટર અમરેલીથી બોર્ડર પર મોકલશે. આ પ્રોજેક્ટમાં અમરેલી શહેર અને જિલ્લાની 22 સ્કુલ, કોલેજ ના વિદ્યાર્થીની ભાગ લઈ રહા છે અને તેમાના હાથથી સરહદ પર દેશ ની રક્ષા કરતા તેમના ભાઈ માટે પત્ર અને રાખી બનાવી રહ્યા છે.
કલામ ઇનોવેટિવ સ્કૂલ, અમરેલી, પાઠક સ્કૂલ, અમરેલી, અજમેરા ગર્લ્સ સ્કુલ, અમરેલી,ટી.પી. ગાંધી ગર્લ્સ સ્કુલ, અમરેલી,એમ. વી. પટેલ ક્ધયા શાળા, કે.પી. ઝાલાવાડીયા સ્કૂલ, દીપક હાઇસ્કૂલ,અમરેલી,તાલાળી ગવર્મેન્ટ સ્કૂલ,તાલાળી,બાટવા દેવડી ગવર્મેન્ટ સ્કૂલ. બાટવા દેવડી,ખજુરી ગવર્મેન્ટ સ્કૂલ ખજુરી, કુકાવાવ, ક્ધયાશાળા, કુકાવાવ, શિવમ ડે સ્કૂલ ચિતલ, હાઇસ્કુલ,ચીતલ, સ્વામિનારાયણ ગુરુકુળ ચીતલ,ચીતલ. વગરે સ્કૂલોમાંથી રાખડીઓ મોકલી સૈનિકોની રક્ષાની પ્રાર્થના કરાશે, એન.જી.ઓ.ના આશુતોષ મહેતા અને આફતાબ શેખ જણાવે છે કે અમે છેલ્લા 3 વર્ષથી આ કાર્ય કરી રહ્યો છે. જેમા આ વર્ષે અમારી સાથે યુવા ફાઉન્ડેશન પણ જોડાયું છે બન્ને ગ્રુપ મળીને આખા ગુજરાતમાંથી 21 હજાર થી વધુ રાખડી અને લેટર વિવિધ બોર્ડર પર લઇ જવામા આવશે. કુલ 4 સ્ટેજ બનાવામા આવ્યા છે જેમા છેલ્લા 10 દિવસથી રાખડી બનાવી ક્લેકટ કરાઈ રહી છે અને ખાસ કરીને આ દરેક રાખડી ઇકો ફ્રેન્ડલી હોય તેમા મેટલની વસ્તુ નહીં હોય એવો કસ આગ્રહ રાખ્યો છે.