ભારતે ટોક્યો ઓલિમ્પિક 2021ની પેનલ્ટી શૂટ આઉટમાં જર્મનીને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો:

1980 ઓલિમ્પિક બાદ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે અને મેડલ સુનિશ્ચિત કરશ

સમાપન સમારંભમાં મનુ ભાકર ભારતની ધ્વજ વાહક રહેશ

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતને બે મેડલ અપાવનારી સ્ટાર શૂટર મનુ ભાકર ઇતિહાસ સર્જ્યા બાદ હવે પેરિસ ગેમ્સના સમાપન સમારંભમાં ભારતની ધ્વજવાહક રહેશે. પૂર્ણાહૂતિ સમારંભ પેરિસમાં રવિવારે યોજાનારો છે. વર્તમાન ઓલિમ્પિક્સમાં મનુ ભાકરે જ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતીને ભારતના મેડલનું ખાતું ખોલાવ્યું હતું. હકીકતમાં તેણે ભારતના ત્રણ પૈકીના પ્રથમ બે મેડલ જીત્યા હતા. તેણે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં સફળતા હાંસલ કર્યા બાદ સરબજોત સિંઘ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના અધિકારીએ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ભારતના ધ્વજવાહક તરીકે મનુ ભાકરની પસંદગી કરવામાં આવી છે. તેણે અસામાન્ય પ્રદર્શન કર્યું છે અને આ સન્માનની તે હકદાર છે.હરિયાણાની 22 વર્ષીય શૂટરે અગાઉ જણાવ્યું હતું કે ભારતના ધ્વજવાહક બનવું તે મારા માટે સન્માનજનક બાબત ગણાશે. ભારતીય દળમાં મારા કરતાં વધારે ખેલાડીઓ છે જે આ સન્માન માટે મારા કરતાં વધુ હકદાર છે અને તેથી જ ધ્વજવાહક બનવું મારા માટે સન્માનજનક બાબત બની ગઈ છે. મનુ ભાકરે પેરિસમાં બે મેડલ જીત્યા છે અને એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી તે ભારતની સૌપ્રથમ રમતવીર બની છે. દરમિયાન ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને હજી સુધી ધ્વજવાહક તરીકે કોઈ પુરુષ ખેલાડીની જાહેરાત કરી નથી પરંતુ આગામી દિવસોમાં તે અંગે જાહેરાત થાય તેવી સંભાવના છે. મનુ ભાકરના બે મેડલ ઉપરાંત સ્વપ્નીલ કુસાલેએ ભારતને આ વખતે ત્રીજો મેડલ અપાવ્યો હતો. તેણે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ત્રીજા સ્થાન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારત સતત બે મેડલ જીતી શક્યું નહીં. શૂટિંગમાં સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મહેશ્વરી અને અનંત નારુકાની જોડી બ્રોન્ઝ મેડલની મેચમાં ચીન સામે એક પોઈન્ટથી હારી ગઈ હતી. દરમિયાન, બેડમિન્ટનમાં લક્ષ્ય સેન મલેશિયાના લી જી જિયા સામે હારીને બ્રોન્ઝ મેડલ જીતવાથી ચૂકી ગયો હતો. લક્ષ્યે પહેલી ગેમ જીતી હતી અને પછીની બે ગેમ હારી ગયો હતો. હવે 11માં દિવસે ભારતના નીરજ ચોપરા પોતાના અભિયાનની શરૂઆત કરશે. તે ભાલા ફેંકમાં ક્વોલિફિકેશન મેચમાં ભાગ લેશે. નીરજ ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ વિજેતા છે. તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ઉપરાંત ભારતીય પુરૂષ હોકી ટીમ પણ સેમિફાઇનલ મેચમાં રમવા ઉતરશે. તેનો સામનો ત્રણ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન જર્મની સાથે થશે. ભારતીય ટીમ 1980 ઓલિમ્પિક બાદ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે અને મેડલ સુનિશ્ચિત કરશે. ભારતીય પુરૂષ હોકી ટીમે 10 ખેલાડીઓ સાથે મેચ રમીને ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી હતી. મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ અને ભારતે બ્રિટનને 4-2થી હરાવ્યું. ગત ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તેઓ સેમિફાઈનલમાં હારી જશે તો ભારતે બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે.

બેડમિન્ટન: લક્ષ્ય સેનના હાથમાંથી બ્રોન્ઝ મેડલ સરકી ગયો

ઓલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ માટેની પ્રબળ આશા જેની પાસેથી હતી તે બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને પણ સોમવારે નિરાશ કર્યા હતા અને તેના હાથમાંથી બ્રોન્ઝ મેડલ સરી ગયો હતો. આમ પેરિસ ગેમ્સની વધુ એક ઇવેન્ટમાં ભારતને ચોથા સ્થાને રહેવું પડ્યું હતું. મલેશિયાના વિશ્વમાં સાતમા ક્રમના લી ઝી જીયા અને લક્ષ્ય સેન વચ્ચે સોમવારે રમાયેલી મેન્સ સિંગલ્સની બેડમિન્ટન ઇવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં સેનનો 13-21, 21-16, 21-11થી પરાજય થયો હતો. આમ મલેશિયાએ બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. લક્ષ્ય સેનની નિષ્ફળતાનો અર્થ એ થયો કે ઓલિમ્પિક્સમાં 12 વર્ષ બાદ ભારત પહેલી વાર બેડમિન્ટનમાં મેડલ વિના પરત ફરશે. અગાઉ વિમેન્સ સિંગલ્સમાં મેડલ માટેની ફેવરિટ અને ભારતની સ્ટાર ખેલાડી પી વી સિંધૂ પણ આગેકૂચ કરી શકી ન હતી અને નિરાશાજનક પ્રદર્શન સાથે ટુર્નામેન્ટમાંથી વહેલી આઉટ થઈ ગઈ હતી.જોકે આ વખતે સિંધૂ જેવા સિનિયર્સ કરતાં યુવાનો અને પહેલી વાર ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓએ સંતોષકારક પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા દર્શાવી હતી. 2021માં વર્લ્ડ ચેમ્પિયનશિપનો બ્રોન્ઝ મેડલ વિજેતા તથા 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારો લક્ષ્ય સેન આ વખતે ઓલિમ્પિકસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.