એલિટ સંગીની દ્વારા પખવાડિયું સેવાકીય પ્રવૃતિ તરીકે ઉજવાશે’

જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટ.ફેડરેશન આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેમાં દેશ વિદેશમાં પોતાના 438 ગ્રુપ અને 9,000 થી વધુ સભ્ય ધરાવતી સંસ્થા છે જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટ. ફેડરેશન દ્વારા 4 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ દરમ્યાન આશરે કમિટી દ્વારા સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરી  આવી રહી છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર રિજનલ પ્રયોજિત રાજકોટ ઝોન પરિવાર સંકલિત જૈન સોશિયલ ગ્રુપ એલિટ તથા જ એલિટ સંગીની દ્વારા રક્તદાન કેમ્પનું

રાજકોટમાં કસ્તુરબા રોડ પર આવેલ મોહનભાઈ હોલ ખાતે   આયોજન કરવામાં આવ્યું હતું પાંચમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ એલિટ સંગીની છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે.જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ એલિટ સંગીની ગ્રુપમાં 50 લોકોની ટીમ સાથે મળીને સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે.જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ એલિટ સંગીની દ્વારા પખવાડિયું સેવાકીય પ્રવૃતિ કરવામાં આવશે આ પખવાડિયામાં 30 થી 40 કરોડની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે. મહારક્તદાન કેમ્પમાં 1512 રક્ત બોટલ એકત્ર થયું હતું. એકત્ર થયેલ રક્ત બોટલ સિવિલ હોસ્પિટલ, રેડ ક્રોસ બ્લડ બેન્ક અને સૌરાષ્ટ્ર વોલિએન્ટરી બ્લડ બેન્કમાં સેવાકીય પ્રવૃત્તિ માટે આપવામાં આવશે.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ચેન્જ સોશિયલ ગ્રુપ રાજકોટ એડ ના પ્રમુખ બકુલેશભાઈ મહેતા અભયભાઈ દોશી બ્લડ ડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઇ પંચમિયા, જીતુભાઈ પંચમિયા, જીગ્નેશભાઈ બોરડિયા, ધવલ  સંઘવી ,પરાગ મહેતા ધવલ  શાહ સહિતના લોકોએ જેહેમત ઉઠાવી હતી

જળએ જીવન તો રકતએ નવજીવન ચેતન પંચમિયા

‘અબતક’ સાથેની વાતચીતમાં બ્લડ ડોનેશન કમીટીના ચેરમેન ચેતન પંચમિયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે જૈન સોશિયલ ગ્રુપના સેવા સપ્તાહની ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે સેવા પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત રકતદાન, વૃઘ્ધાશ્રમોની મુલાકાત, ગરીબોને જમાડવાનું, શિક્ષણને લગયતા કાર્યક્રમ, જીવદયા સહિતના સેવાકીય કાર્ય દેશભરમાં કરવામાં આવશે.

દિવસ અંતર્ગત 30 થી 40 કરોડના ખર્ચે સેવાકીય કાર્યો થશે. પ્રિ-રજીસ્ટ્રેશન લીંક થકી 1350 લોકો રજીસ્ટ્રેશન કર્યા હતા. રપ0 થી 300 સ્પોર્ટ રજીસ્ટ્રેશન આવશે. એવી અપેક્ષા સેવી રહ્યા છીએ. 1503 યુનિટ કલેકટ કરવા લક્ષ્ય નિર્ધારીત કર્યો છે. તેથી જળ એ જીવન છે તો રકત એ નવજીવન છે. આ સેવાકીય કામગીરીમાં પ0 લોકોની ટીમ સેવા આપી રહ્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.