• પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સ્ટારપિન સેરેમની યોજાઈ

રાજયના 233 પીએસઆઈને પીઆઇના પ્રમોશન મળ્યા બાદ પોલીસબેડામાં હર્ષની લાગણી વ્યાપી છે. ત્યારે રાજકોટ શહેર-જિલ્લાના 18 પીએસઆઈને પણ પ્રમોશન મળતા આ તમામ નવનિયુક્ત પીઆઈની સ્ટારપિન સેરેમની યોજાઈ હતી. રાજકોટ રૂરલના 10 પીએસઆઈને પીઆઈના પ્રમોશન મળતા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે એસપી કચેરી ખાતે પાઈપીંગ સેરેમની યોજી ત્રીજો સ્ટાર લગાવી શુભેચ્છા પાઠવી હતી જયારે બીજી બાજુ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ શહેરના 7 પીઆઈના ખંભે ત્રીજા સ્ટારનો ઉમેરો કર્યો હતો.

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ફરજ બજાવતા ડી સી સાકરીયા, પરેશ હીરાલાલ નાઇ, પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ધામા, એ જે પરમાર, બી વી ઝાલા, એ બી ખોખર, એફ બી ગંગાનિયાને બઢતી મળી છે. ત્યારે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, જગદીશ બંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમા સ્ટારપિન સેરેમની યોજાઈ હતી.

જેમાં પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ તમામ બઢતી પામેલા પી.આઈ.ના ખંભે ત્રીજો સ્ટાર લગાવી શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટ ગ્રામ્યમાં ગોંડલ ડીવાય.એસ.પી. કચેરીમાં કરજ બજાવતા એમ.એચ. ઝાલા, મેટોડા જીઆઈડીસીમાં ફરજ બજાવતા કે.એ.ગોહિલ, શાપર-વેરાવળ પોલીસ મથકના આર.કે.ગોહિલ, એસ. ટી.એસ.સી. સેલના વી.પી.કનારા, એલઆઈબીના એસ.જે. રાણા, જેતપુર ડીવાય.એસ.પી. કચેરીના એસ.એમ.રાદડીયા, એલસીબીના ડી.જી.બડવા, ગોંડલ તાલુકાના જે.એમ.ઝાલા, જેતપુર સિટીના આર.એચ.જારીપા અને ગોંડલ સિટીના વી.કે, કોઠીયાને પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેમને બઢતી સાથે ઈન્સપેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના બઢતી પામેલા પીએસઆઈને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના હસ્તે ત્રીજો સ્ટાર લગાવી પાઈપીંગ સેરેમની યોજવામાં આવી હતી. પીએસઆઈમાંથી પીઆઈ બનેલા રાજયમાં પીએસઆઈના પોલીસ સ્ટેશન છે તે તમામ પોલીસ મથકને અપગ્રેડ કરી ઈન્સચેક્ટરના પોલીસ સ્ટેશન બનાવવાના સરકારના નિર્ણપથી બઢતી મેળવેલા પીઆઈને સ્વતંત્ર પોલીસ સ્ટેશનનો હવાલો મળે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.