• દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ પ્રેરીત
  • એક જ શહેરના કવિ-કવીયત્રીઓ પોતાની ઉતમ રચનાઓ કરશે રજૂ
  • અબતકની શુભેચ્છા મુલાકાતે સાહિત્ય સેતુના સભ્ય

રાજકોટ નગરમાં સાહિત્યિક પ્રવૃત્તિને વેગ મળે, શહેરીજનો સાહિત્યિક પ્રવૃતિમાં રસ લેતા થાય તેવા શુભાશયથી કાર્યરત ’દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ – ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ – રાજકોટ દ્વારા કવિઓને પરસ્પર મળવાનું થાય, પરસ્પર નિકટનો નાતો કેળવાય, વિચારોનું આદાન-પ્રદાન થાય,

  • અબતકની શુભેચ્છા મુલકાાતમાં અનુપમભાઈ દોશીએ જણાવ્યું કે

એકબીજાના શહેરમાં થતી સાહિત્યિક પ્રવૃતિથી પરિચિત થાય તેવા શુભાશયથી સંસ્કારી નગરી ભાવનગરની વર્ષો જૂની સુપ્રસિદ્ધ સંસ્થા શિશુ વિહાર સંચાલિત બુધસભાના કવિ-કવીયિત્રીઓને રાજકોટ આવવાનું આમંત્રણ આપવામાં આવેલ જેનો સહર્ષ સ્વીકાર કરીને બુધસભાના 18 વિદ્વાન કવિ-કવીયિત્રીઓ રાજકોટની મુલાકાતે પધારવાના છે જે અંતર્ગત સાહિત્ય સેતુ દ્વારા ભાવનગરથી આવનારા સર્જકોનું કવિ સંમેલન તારીખ 4/8 રવિવારના રોજ બપોરના 4:30 વાગે શહેરના કાલાવડ રોડ પર આવેલ સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં યોજવામાં આવેલ છે.

ભાવનગરના સર્જકોની સાથે શિશુવિહાર સંસ્થાના માનદમંત્રી નાનકભાઈ ભટ્ટ, નિર્મોહીબેન ભટ્ટ, બુધસભાના સંયોજક હીનાબેન ભટ્ટ, દીપાબેન જોષી, કમલેશભાઈ વેગડ, કસ્તુરબેન પટેલ, બુધાભાઈ અલગોતર પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

સાહિત્ય સેતુ દ્વારા ભાવનગરથી પધારનારા અને કવિ સંમેલનમાં ભાગ લેનાર તમામ સર્જકોનું કુમકુમ તિલક કરી, ભગવાન દ્વારીકાધીશનો ખેસ પહેરાવી, શ્રીફળ-સાકરનો પડો, પુસ્તક, સ્મૃતિભેટ આપી તેમજ શાલ ઓઢાડીને લાગણી સભર સન્માન કરવામાં આવશે.

કવિ સંમેલનમાં સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો શહેર ભા.જ.5. અધ્યક્ષ   મુકેશભાઈ દોશી,  રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી હરીશભાઈ રૂપારેલીયા આકાશવાણી રાજકોટના કાર્યકારી કેન્દ્ર નિયામક હિતેશભાઈ માવાણી, જાણીતા ઉદ્યોગપતિ ગીરીશભાઈ કડવાણી, મોઢવણીક સમાજના અગ્રણી હરેનભાઈ મહેતા, લાફીંગ ક્લબ રેસકોર્ષના પ્રમુખ જેન્તીભાઈ માંડલીયા વગેરે વિશેષ ઉપસ્થિત રહેશે.

રાજકોટ નગરના કવિઓ-લેખકો-સર્જકો-ભાવકો-સાહિત્યપ્રેમીઓને આ કવિ સંમેલનમાં પધારવાનું સાહિત્ય સેતુ દ્વારા હૃદયપૂર્વકનું સસ્નેહ નિમંત્રણ છે.

સમગ્ર આયોજનની સફળતા માટે સાહિત્ય સેતુના પ્રમુખ વસંતભાઈ ગાદેશા, સંયોજક અનુપમ દૌશી, કવિ નટવર આહલપરા, જનાર્દન આચાર્ય, પંકજ રૂપારેલીયા, સુધીર દત્તા, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઈ રાચ્છ, પ્રકાશ હાથી, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, પરિમલભાઈ જોષી, જીતુભાઈ ગાંધી, વિપુલભાઈ ભટ્ટ, નૈષધભાઈ વોરા, દિનેશભાઈ ગોવાણી, મહેશભાઈ વ્યાસ, કિશોર ટાકોદરા, રમેશ શીશાંગીયા વગેરે કાર્યરત છે.

  • અબતકની શુભેચ્છા મુલાકાતે અનુપમ દોશી, નટવર આહલપરા,  જનાર્દન આચાર્ય, પંકજ રૂપારેલીયા ઉપસ્થિત રહ્યા  હતા.
  • કવિ સંમેલનના 18 કવિ-કવિયીંત્રીઓ થશે સામેલ

રાજકોટમાં સૌ પ્રથમવાર યોજાતા કોઈ એક જ શહેરના 18 કવિ-કવિયિત્રીઓના આ અનોખા કવિ સંમેલનમાં ભાવેણાના સર્જકો લાલજીભાઈ બાંભણીયા, ભરતભાઈ વાળા, હીમલ પંડયા, કૃપાબેન ઓઝા, ડો.માનસીબેન ત્રિવેદી, ડો. નટુભાઈ પંડયા, જયંતભાઈ હુંબલ, દર્શનાબેન રાવલ, જયશ્રીબા ગોહિલ, પરેશભાઈ ત્રિવેદી, જયેશભાઈ ભટ્ટ, દીપકભાઈ ગોહેલ, પંકજભાઈ ચૌહાણ, નેહાબેન પુરોહિત, જીજ્ઞાબેન ત્રિવેદી, વર્ષાબેન જાની, જયદીપભાઈ મહેતા, હર્ષાબેન ચૌહાણ ભાગ લઈને પોતાની ઉત્તમ રચનાઓનું પઠન કરશે અને રાજકોટ નગરના સાહિત્યપ્રેમીઓના દિલ જીતી લેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.