આપણે ઘીનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં માટે કરીએ છીએ. પણ શું તમે જાણો છો. ઘી સ્વાસ્થય અને ત્વચા માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. ઘીમાં હેલ્ધી ફેટ્સ હોય છે. ઘી માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો પણ તે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.

Ghee is best for enhancing facial beauty

માત્ર સ્વાસ્થ્ય જ નહીં, ઘી તમારી ત્વચાને પણ ઘણા ફાયદા આપવાનું કામ કરે છે. એટલા માટે તેને સુપરફૂડ પણ માનવામાં આવે છે. ઘીમાં રહેલા પોષક તત્વો ત્વચાને પોષણ આપે છે.

ઘી ત્વચા માટે કઈ રીતે ફાયદાકારક છે.

હાઇડ્રેટેડ ત્વચા

Ghee is best for enhancing facial beauty

ઘીમાં વિટામિન A અને ફેટી એસિડ હોય છે. તે કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. આ તમારી ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રાખે છે. તેમજ ડેડ ત્વચાવાળા લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે. તમે સ્નાન કરતા પહેલા ત્વચા પર ઘીની માલિશ કરી શકો છો. ઘી તમારી ત્વચાને કોમળ રાખે છે.

હોઠ માટે ફાયદાકારક

Ghee is best for enhancing facial beauty

ફાટેલા હોઠની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તે ફાટેલા હોઠને મટાડવાનું કામ કરે છે. તેમજ તમારા હોઠને પણ કોમળ બનાવે છે.

પાચનતંત્ર સુધારે છે

Ghee is best for enhancing facial beauty

ઘીમાં વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને ફેટી એસિડ હોય છે. ઘી તમારા પાચનતંત્ર માટે ખૂબ જ સારું છે. સાથોસાથ તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેનાથી ત્વચા પણ ચમકદાર બને છે.

ડાર્ક સર્કલ માટે ઉપયોગી

Ghee is best for enhancing facial beauty

ઘણા લોકો આંખોની નીચે ડાર્ક સર્કલથી પરેશાન હોય છે. તમે ડાર્ક સર્કલ પરની ત્વચા પર ઘી લગાવી શકો છો. ઘી લગાવવાથી તમારી ત્વચાને પણ રાહત મળે છે. તેમજ તમે રાત્રે સૂતા પહેલા ડાર્ક સર્કલ પર ઘીની માલિશ કરી શકો છો.

ત્વચાને યુવાન બનાવે છે

Ghee is best for enhancing facial beauty

ઘીમાં વિટામિન A, D અને E સાથોસાથ એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. આ તમારી ત્વચા પરથી કરચલીઓ દૂર કરે છે. જેના લીધે તમારી ત્વચા યુવાન દેખાય છે.

પગ પર થયેલી તિરાડ મટાડે છે

Ghee is best for enhancing facial beauty

તિરાડથી રાહત મેળવવા માટે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે રાત્રે સૂતા પહેલા એડીને પાણીથી ધોઈને સાફ કરો. આ પછી થોડીવાર ઘીથી માલિશ કરો. તેમજ ઘી ને આખી રાત પગ પર લગાવેલું રહેવા દો. આ પછી પગને પાણીથી સાફ કરો. આ ઉપાયથી તમને રાહત મળે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.