જૂના પુરાણા કાયદાઓને રદ કરી નવા સુધારા લાવવા કેન્દ્ર સરકારે સંસદમાં બે બિલ રજૂ કર્યા

કેન્દ્ર સરકારે ર૪પ રદી કાયદાઓને રદ કર્યા છે.

કાયદો અને ન્યાય મંત્રાલયના રાજયમંત્રી પી.પી. ચૌધરીએ સંસદમાં શિયાળુ સત્ર દરમિયાન એક ચર્ચામાં પૂછાયેલા પ્રશ્ર્નનો જવાર આપતા જણાવ્યું હતું કે ૨૪૫ રદી કાયદાઓને રદ કરી નવા સુધારા લાવવા કેન્દ્ર સરકારે સંસદ (લોકસભા) માં બે બિલ રજુ કર્યા છે. જે ઓલરેડી મંજુર થઇ ગયા છે

સંસદમાં વિપક્ષ કોંગ્રેસના સાંસદ રાજીવ ગોવડાએ પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન પૂછેલા પ્રશ્ર્ન અંગે મંત્રી પી.પી.ચૌધરીએ જવાબ આપ્યો હતો.

કેન્દ્ર સરકારે ર૪પ રદી કાયદાઓ રદ કર્યા છે તેમાં ૧૫૮ વર્ષ જૂનો કાયદો કલકતા પાયલોટ એકટ (૧૮૫૯) અને પ્રીવેન્શન ઓફ સેડીટીયસ મીટીંગ એકટ ૧૯૧૧ સામેલ છે.

પી.પી. ચૌધરીએ અંતમાં જણાવ્યું હતું કે સરકારે આવા કુલ ૧૮૨૪ કાયદાઓની ઓળખ કરી છે જે સુધારા માગે છે અથવા રદ થવા પાત્ર છે. આ સિવાય ગેંજીસ ટોલ્સ એકટ ૧૮૬૭ પણ રદ કરાયો છે. ટૂંકમાં ભારતના કાયદા અને ન્યાય માળખામાં ધરમૂળથી ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકાર સજજ છે. તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.